George Desmond Kamurasi : 14 વર્ષે જેલ, પછી ફૂટબોલર અને હવે બનશે રાજા! આ ખેલાડીની અનોખી કહાની જાણી દંગ રહી જશો
George Desmond Kamurasi : લંડનની 9મા સ્તરની ફૂટબોલ (Football) ક્લબમાં ગોલકીપર તરીકે રમતા જ્યોર્જ ડેસમંડ કામુરાસી હવે યુગાન્ડાના ટોરો કિંગડમ (Toro Kingdom)ના રાજા બનવા જઈ રહ્યા છે. 36 વર્ષીય કામુરાસીને રોયલ સક્સેશન કમિટીના 18માંથી 15 સભ્યોએ પસંદ કર્યા છે. જોકે, તેમની સફર એટલી સરળ રહી નથી. જેલની સજા બાદ ફૂટબોલમાં કરિયર બનાવનાર કામુરાસી હવે રાજગાદી સંભાળશે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.
Advertisement
George Desmond Kamurasi : ફૂટબોલ (Football)ની દુનિયામાં સામાન્ય ક્લબ માટે ગોલકીપર (Goalkeeper) તરીકે રમતો એક ખેલાડી હવે રાજગાદી (Royal Throne) સંભાળવા જઈ રહ્યો છે. આ અનોખી કહાની યુગાન્ડાના (Uganda) જ્યોર્જ ડેસમંડ કામુરાસી (George Desmond Kamurasi)ની છે. 36 વર્ષીય કામુરાસીને ટોરો જનજાતિ (Toro Tribe) દ્વારા ટોરો કિંગડમ (Toro Kingdom)ના આગામી ઓમુકામા એટલે કે રાજા (King) તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

