ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

GOAT Messi India Tour 2025 : કોલકતા-હૈદરબાદ બાદ હવે મેસ્સી મુંબઈમાં! જાણો તેમનો આજનો Schedule

ફૂટબોલના GOAT લિયોનેલ મેસ્સીની બહુપ્રતિક્ષિત India Tour 2025 ભારતભરમાં ઉત્સાહ જગાવી રહી છે. કોલકાતા અને હૈદરાબાદમાં યોજાયેલી વિવિધ પ્રવૃત્તિઓએ ચાહકોને રોમાંચિત કર્યા છે. ભવ્ય સ્વાગત, સેલિબ્રિટી મુલાકાતો અને વાનખેડેમાં કાર્યક્રમ સાથે મેસ્સીની હાજરી ભારતીય ફૂટબોલ માટે પ્રેરણારૂપ બની છે.
09:44 AM Dec 14, 2025 IST | Hardik Shah
ફૂટબોલના GOAT લિયોનેલ મેસ્સીની બહુપ્રતિક્ષિત India Tour 2025 ભારતભરમાં ઉત્સાહ જગાવી રહી છે. કોલકાતા અને હૈદરાબાદમાં યોજાયેલી વિવિધ પ્રવૃત્તિઓએ ચાહકોને રોમાંચિત કર્યા છે. ભવ્ય સ્વાગત, સેલિબ્રિટી મુલાકાતો અને વાનખેડેમાં કાર્યક્રમ સાથે મેસ્સીની હાજરી ભારતીય ફૂટબોલ માટે પ્રેરણારૂપ બની છે.
GOAT_Messi_India_Tour_2025_Gujarat_First

GOAT Messi India Tour 2025 : વિશ્વ ફૂટબોલના મહાનતમ ખેલાડીઓ (GOAT) માંના એક, લિયોનેલ મેસ્સી (Lionel Messi) ત્રણ દિવસની બહુપ્રતિક્ષિત 'GOAT India Tour 2025' માટે ભારતમાં આવ્યા છે. તેમની આ મુલાકાત માત્ર એક રમતગમતની ઘટના જ બનવાની નથી, પરંતુ ભારતીય ફૂટબોલ ચાહકો માટે એક ઉત્સવ સમાન છે. આ પ્રવાસના પ્રથમ 2 દિવસ કોલકાતા, હૈદરાબાદ અને મુંબઈમાં રોમાંચક પ્રવૃત્તિઓથી ભરેલા રહ્યા છે.

પ્રવાસનો પ્રથમ દિવસ : કોલકાતા અને હૈદરાબાદમાં ચાહકોનો જબરજસ્ત ઉત્સાહ

લિયોનેલ મેસ્સીએ 13 ડિસેમ્બરની સવારે કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ પર પગ મૂક્યો. તેમની એક ઝલક મેળવવા માટે ચાહકોનો જનસાગર ઉમટી પડ્યો હતો, જેઓ આ ફૂટબોલ સ્ટારાને જોઇ નાચવા અને ઉજવણી કરવા લાગ્યા હતા. કોલકાતા પહોંચ્યા બાદ મેસ્સી (Messi) એ લેક સિટીમાં સ્થાપિત કરવામાં આવેલી તેમની 70 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું, જે ભારતીય ફૂટબોલ પ્રત્યેના તેમના પ્રભાવનું પ્રતીક છે. આ ઉપરાંત, તેઓ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને પણ મળ્યા હતા. સોલ્ટ લેક સ્ટેડિયમની મુલાકાત દરમિયાન, ચાહકોની મોટી ભીડ એકઠી થવાને કારણે થોડી અવ્યવસ્થા સર્જાઈ હતી. આ કારણે મેસ્સીને વહેલા નીકળી જવું પડ્યું હતું.

આ પણ વાંચો :  મેસીની 10 મિનિટની હાજરી! કોલકાતામાં ભડકેલા ચાહકોએ ખુરશીઓ તોડી નાખી

મેસ્સીના ગયા બાદ રોષે ભરાયેલા ચાહકોએ સ્ટેડિયમમાં પાણીની બોટલો અને ખુરશીઓ ફેંકીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો, જેને નિયંત્રિત કરવામાં પોલીસને ભારે મુશ્કેલી પડી હતી. દિવસના અંતે, મેસ્સી હૈદરાબાદ પહોંચ્યા હતા, જ્યાં તેમણે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. ફૂટબોલ પ્રેમી રેડ્ડી સાથે તેમણે ડ્રિબલિંગ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

બીજા દિવસનું એક્શન-પેક્ડ શિડ્યુલ : Messi મુંબઈમાં (14 ડિસેમ્બર)

મેસ્સીના ભારત પ્રવાસના આજના બીજા દિવસે (14 ડિસેમ્બર) તેઓ ભારતની આર્થિક રાજધાની મુંબઈની મુલાકાત લેવાના છે. તેમનો મુંબઈ પ્રવાસ સંપૂર્ણપણે એક્શનથી ભરપૂર અને રોમાંચક કાર્યક્રમોથી ભરેલો છે.

સમય (ભારતીય સમય મુજબ)કાર્યક્રમસ્થળ
બપોરે 3:30 વાગ્યેપેડલ કપમાં ભાગ લેવોક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા (CCI)
બપોરે 4:00 વાગ્યેસેલિબ્રિટી ફૂટબોલ મેચCCI
સાંજે 5:00 વાગ્યેસ્ટેડિયમ ખાતે પ્રદર્શન અને ચેરિટી ફેશન શોવાનખેડે ક્રિકેટ સ્ટેડિયમ

મેસ્સીના ભારત પ્રવાસના આજના બીજા દિવસે (14 ડિસેમ્બર) તેઓ ભારતની આર્થિક રાજધાની મુંબઈની મુલાકાત લેવાના છે. તેમનો મુંબઈ પ્રવાસ સંપૂર્ણપણે એક્શનથી ભરપૂર અને રોમાંચક કાર્યક્રમોથી ભરેલો છે.

યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ

આપને જણાવી દઇએ કે, મુંબઈમાં, મેસ્સી સૌપ્રથમ ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા (CCI) ખાતે પેડલ કપમાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ સાંજે 4:00 વાગ્યે અનેક જાણીતી સેલિબ્રિટીઓ સાથે એક મૈત્રીપૂર્ણ ફૂટબોલ મેચ રમશે. આ મુલાકાતનું મુખ્ય આકર્ષણ સાંજે 5:00 વાગ્યે મુંબઈના ઐતિહાસિક વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારો કાર્યક્રમ હશે. અહીં મેસ્સી ચાહકો સમક્ષ પોતાનું પ્રદર્શન રજૂ કરશે, ત્યારબાદ એક ચેરિટી ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે. મેસ્સીની આ ટૂર ભારતીય ફૂટબોલ જગતમાં નવો ઉત્સાહ જગાવશે તે નિશ્ચિત છે. તેમની હાજરી યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બનશે અને દેશમાં ફૂટબોલ રમતને એક વેગ આપશે.

આ પણ વાંચો :  ભારતના ત્રણ દિવસના પ્રવાસે આવશે ફૂટબોલ સ્ટાર Lionel Messi, જાણી લો શિડ્યૂલ

Tags :
Football fever in IndiaGOAT Messi IndiaLionel Messi fan craze in IndiaLionel Messi India Tour 2025Messi charity event MumbaiMessi Hyderabad meetingMessi India visitMessi Kolkata eventMessi meets Shah Rukh KhanMessi Mumbai Wankhede StadiumMessi Rahul Gandhi meetingMessi statue unveiling Kolkata
Next Article