Golden Boot Race : વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કોના? એમ્બાપ્પે, મેસ્સી અને હાલેન્ડ વચ્ચે ગોલ્ડન બૂટ માટે કાંટાની ટક્કર
Golden Boot Race : ફિફા વર્લ્ડ કપ હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ગયો છે અને ગોલ્ડન બૂટની રેસ વધુ રોમાંચક બની છે. લિયોનલ મેસ્સી અને કિલિયન એમ્બાપ્પે વચ્ચે ટોચ માટે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. આજે ઇજિપ્ત સામેની મેચમાં મેસ્સી ગોલ કરે તો તેઓ ફરી નંબર-1 બની શકે છે. હાલેન્ડ અને હેરી કેન પણ આ રેસમાં મજબૂત દાવેદાર છે.
Advertisement
Golden Boot Race : ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup) હવે તેના સૌથી રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે. ક્વાર્ટર ફાઈનલ એટલે કે રાઉન્ડ ઓફ 8 (Round of 8) માટે અત્યાર સુધીમાં 6 ટીમો પોતાનું સ્થાન પાક્કું કરી ચૂકી છે, જ્યારે બાકી બચેલા 2 સ્થાન માટે રાઉન્ડ ઓફ 16 (Round of 16) ની છેલ્લી 2 મેચો રમાવાની બાકી છે. આ દરમિયાન, આર્જેન્ટિનાના ચાહકોની નજર આજે મંગળવારની સાંજ (ભારતીય સમય અનુસાર રાત્રે 9.30 વાગ્યે) પર ટકેલી છે, જ્યારે તેમની ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે મેદાન પર ઉતરશે. ટીમની કિસ્મતનો ફેંસલો કેપ્ટન લિયોનલ મેસ્સી (Lionel Messi) ના પ્રદર્શન પર નિર્ભર રહેશે, જેઓ અત્યારે શાનદાર ફોર્મમાં છે.

