મહાન ફૂટબોલર Cristiano Ronaldo પર ડૉક્ટરની ફી ન ચૂકવવાનો આરોપ!
- ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર ફી ન ચૂકવવાનો આરોપ
- ₹42.32 લાખની બાકી રકમ મામલે કોર્ટમાં કેસ
- ડૉ. રોશનો દાવો: રોનાલ્ડોએ ફી નહીં ચુકવી
- વિવાદમાં ફૂટબોલ સ્ટાર રોનાલ્ડો
- રોનાલ્ડો સામે કાનૂની કાર્યવાહી શરૂ
- ડૉ. રવિન્દ્રનો આક્ષેપ: રોનાલ્ડોએ મારું બિલ ચૂકવ્યું નથી
- પ્રોફેશનલ છબીને ઝટકો આપતો રોનાલ્ડો વિવાદ
- મહાન ફૂટબોલર રોનાલ્ડો વિરુદ્ધ કાનૂની ચકાસણી
- 2022માં ઓલ્ડ ટ્રેફોર્ડમાં રોનાલ્ડોએ લીધી હતી સારવાર
Cristiano Ronaldo : વિશ્વવિખ્યાત ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર ડોક્ટરે પોતાની સારવાર માટેની ફી ન ચૂકવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. અમેરિકન મીડિયાના રિપોર્ટ્સ અનુસાર, આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે, જેમાં અરજદારે રોનાલ્ડોને અંદાજે ₹42.32 લાખની રકમ ચૂકવવા વિનંતી કરી છે. જણાવી દઇએ કે, ડોક્ટર રોશન રવિન્દ્રના આક્ષેપને કારણે રોનાલ્ડો હવે વધુ એક વિવાદમાં સપડાયા છે.
કોર્ટમાં અરજી અને ડોક્ટરનું નિવેદન
અરજદાર અને રોનાલ્ડોનું ઇલાજ કરનારા ડૉ. રોશન રવિન્દ્ર, જેમને "ડૉ. રોશ" તરીકે ઓળખવામાં આવે છે, આ કેસ સાથે જોડાયેલા છે. તેમના દર્દીઓની યાદીમાં વિશ્વપ્રસિદ્ધ ખેલાડીઓ, રાજકીય નેતાઓ અને ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે. તેઓ બોટોક્સ, ફિલર્સ, સ્કિન કેર અને આઈબ્રો લિફ્ટિંગ જેવી સેવાઓ માટે જાણીતાં છે. ડૉ. રવિન્દ્રના દાવા અનુસાર, રોનાલ્ડોએ વર્ષ 2021 અને 2022માં ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે તેમની ક્લિનિકમાં સારવાર લીધી હતી, પરંતુ તે સિવાય તેઓએ આ ઈલાજ અંગે વધુ વિગતો જાહેર કરવા ઇનકાર કર્યો છે. ડૉ. રોશે કહ્યું કે, તે પોતાના દર્દીઓ સાથે જોડાયેલા કિસ્સાઓ પર પ્રોફેશનલ એથિક્સના કારણે કોઈ વાત કરી શકતા નથી.
£40,000નું બાકી બિલ
ડોક્ટર રવિન્દ્રના જણાવ્યા અનુસાર, રોનાલ્ડોએ ઇલાજ માટેના £40,000 (અંદાજે ₹42.32 લાખ) ચૂકવ્યા નથી. ડૉ. રવિન્દ્રે કોર્ટમાં આ રકમની વસૂલી માટે અરજી કરી છે અને દલીલ કરી છે કે ફૂટબોલરે તેમની ક્લિનિકમાંથી આ સેવા લીધી છે, જેની રકમ હજુ બાકી છે. રિપોર્ટ્સ અનુસાર, રોનાલ્ડોની સાથે અન્ય ખેલાડીઓના નામ પણ આ અરજીમાં સામેલ છે. ફૂટબોલ સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હાલ સાઉદી અરેબિયાની એક ક્લબ માટે રમી રહ્યા છે, જ્યાં તેમના કરારની કિંમત આશરે ₹1830 કરોડ છે. તાજેતરમાં રોનાલ્ડોએ આ મામલે કોઈ જાહેર નિવેદન આપ્યું નથી.
ડૉ. રોશના દાવા સામે મૌન
કોર્ટ કેસને કારણે ડૉ. રવિન્દ્રની અરજી હવે ચર્ચાનું કેન્દ્ર બની છે. ડૉ. રોશે મીડિયાને જાણવ્યું કે આ એક કાનૂની મુદ્દો છે, અને પ્રોફેશનલ એથિક્સને ધ્યાનમાં રાખીને તે પોતાની ફરિયાદ વિશે વધુ માહિતી શેર કરી શકવા માંગતા નથી. રિપોર્ટ્સ દર્શાવે છે કે, આ કેસમાં અન્ય રમતવીર અધિકારીઓના નામ પણ સામેલ છે, જે આ કેસને વધુ ગંભીર બનાવે છે.
આર્થિક રીતે શક્તિશાળી રોનાલ્ડો વિવાદમાં
અપાર સંપત્તિ અને કમાણી ધરાવતા રોનાલ્ડો માટે આ રકમ મહત્ત્વપૂર્ણ નથી, પરંતુ આ કેસ તેમના માટે આર્થિક કરતા પ્રોફેશનલ છબીને નુકસાન પહોચાડે તેવો છે. હવે જોવું રહ્યું કે કોર્ટમાં આ કેસનો આખરી નિર્ણય શું આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મામલાએ રોનાલ્ડોની પ્રોફેશનલ ઇમેજ પર અસર કરી છે. હવે જોવાનું રહેશે કે રોનાલ્ડો પોતાના પર લાગેલા આ આરોપનો કેવી રીતે જવાબ આપે છે.
આ પણ વાંચો: IND vs AUS : 'ઈંટ કા જવાબ પથ્થર સે' કાંગારુ બેટ્સમેનોને ભારતીય બોલરોએ ધોઇ નાખ્યા