ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

GT vs DC: ગુજરાત ટાઈટન્સે(GT) 7 વિકેટે દિલ્હી કેપિટલ્સ(DC)ને હરાવ્યું

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi Stadium)ખાતે ગુજરાત ટાઈટન્સે(Gujarat Titans) દિલ્હી કેપિટલ્સ(Delhi Capitals)ને 7 વિકેટે હરાવી દીધું છે. આ સિઝનમાં જીટીની આ પાંચમી જીત છે. ગુજરાતના હવે 10 પોઈન્ટ થઈ ગયા છે.
08:29 PM Apr 19, 2025 IST | Hardik Prajapati
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi Stadium)ખાતે ગુજરાત ટાઈટન્સે(Gujarat Titans) દિલ્હી કેપિટલ્સ(Delhi Capitals)ને 7 વિકેટે હરાવી દીધું છે. આ સિઝનમાં જીટીની આ પાંચમી જીત છે. ગુજરાતના હવે 10 પોઈન્ટ થઈ ગયા છે.
GT vs DC Gujarat First,

GT vs DC:આજે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સે(Gujarat Titans) દિલ્હી કેપિટલ્સ(Delhi Capitals)ને 7 વિકેટે હરાવી દીધું છે. સાતમી મેચમાં દિલ્હી કેપિટલ્સ(Delhi Capitals)નો આ બીજો પરાજય છે. ગુજરાત ટાઈટન્સે(Gujarat Titans) 204 રનના ટાર્ગેટને 19.2 ઓવરમાં 7 વિકેટ બાકી રહીને ચેઝ કર્યો. IPLના ઈતિહાસમાં પહેલીવાર, દિલ્હી કેપિટલ્સ 200થી વધુ રનના લક્ષ્યનો બચાવ કરવામાં નિષ્ફળ ગયું છે. બીજી તરફ, ગુજરાતે IPLમાં પહેલીવાર 200 થી વધુ રનના લક્ષ્યનો પીછો કર્યો છે.

ગુજરાતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

કરુણ નાયર (31), કેએલ રાહુલ (28), કેપ્ટન Axar Patel (39), ટ્રિસ્ટન સ્ટબ્સ (31) અને આશુતોષ શર્મા (37) ની શાનદાર ઈનિંગ્સની મદદથી દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઈટન્સ સામે 8 વિકેટે 203 રનનો સ્કોર બનાવ્યો. ગુજરાતે ટોસ જીતીને ભારે ગરમીમાં પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. દિલ્હી તરફથી કેપ્ટન અક્ષર પટેલે 31 બોલમાં 1 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 39 રન ફટકાર્યા હતા.

આ પણ વાંચોઃ  IPL 2025 : દિલ્હીએ 2 વિકેટ ગુમાવી, કેએલ રાહુલ 28 રન બનાવીને આઉટ

આશુતોષ શર્માએ 19 બોલમાં 37 રન ફટકાર્યા

આશુતોષ શર્માએ ઈનિંગની છેલ્લી ઓવરના 5મા બોલ પર કેચ આઉટ થયા પહેલા માત્ર 19 બોલમાં 37 રનમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. નાયરે 18 બોલમાં 21 રનમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. સ્ટબ્સે 21 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 31 રન બનાવ્યા. રાહુલે 14 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 28 રન બનાવ્યા. અભિષેક પોરેલે 9 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી ૧૮ રન બનાવ્યા.

200મી સિક્સર

KL Rahul એ ફટકારેલ 1 સિકસરે IPLના ઈતિહાસમાં 200 સિક્સર ફટકારનાર સૌથી ઝડપી ભારતીય ખેલાડી બનાવી દીધો. રાહુલે પોતાની 128મી ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી. ડાબા હાથના સ્પિનર ​​સાઈ કિશોરે છેલ્લી ઓવરમાં આશુતોષને બાંધી રાખ્યો અને તેને વધારે રન બનાવવા દીધા નહીં. ઉપરાંત, પ્રસિદ્ધ કૃષ્ણાએ શાનદાર બોલિંગ કરી અને 4 વિકેટ લીધી. જ્યારે સિરાજે પોતાની પહેલી 2 ઓવરમાં ઘણા રન આપ્યા બાદ, બીજા સ્પેલની 2 ઓવરમાં માત્ર 14 રન આપીને 1 વિકેટ લીધી. ઈશાંત શર્માને પણ 1 વિકેટ મળી.

આ પણ વાંચોઃ  CSK માં અચાનક આ ખેલાડીની થઈ એન્ટ્રી!

Tags :
Axar PatelDelhi Capitals lossGT vs DCGujarat FirstGUJARAT FIRST NEWSGujarat Titans vs Delhi CapitalsGujarat Titans winIPL 2025KL Rahul 200 sixes IPLNarendra Modi Stadium AhmedabadPrasidh Krishna 4 wickets
Next Article