Aqib Nabi ની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, ટ્રોલ થયા બાદ BCCIનું મોટુ એલાન, શું અફઘાનિસ્તાન સામે મળશે તક?
Aqib Nabi Team India: અફઘાનિસ્તાન (Afghanistan) સામે 6 જૂનથી મુલ્લાંપુર (Mullanpur) ખાતે રમાનારી એકમાત્ર ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમમાં એક મહત્વપૂર્ણ હિલચાલ જોવા મળી છે. જમ્મુ-કાશ્મીરના યુવા ઝડપી બોલર આકિબ નબી અધિકૃત ટેસ્ટ સ્ક્વોડ (Official Test Squad) માં ન હોવા છતાં, ટીમ ઈન્ડિયાના કેમ્પમાં જોડાયા છે. હાલ તેઓ શુભમન ગિલ (Shubman Gill) ની આગેવાની હેઠળની ટીમ સાથે બેકઅપ ખેલાડી તરીકે ટ્રેનિંગ કરી રહ્યા છે.
આકિબ નબીનું ટીમમાં જોડાવાનું મહત્વ ઘણું વધારે
આકિબ નબીનું ટીમમાં જોડાવાનું મહત્વ ઘણું વધારે છે, કારણ કે જ્યારે અફઘાનિસ્તાન ટેસ્ટ માટે ટીમની જાહેરાત થઈ હતી ત્યારે સિલેક્શન કમિટીએ તેમને નજરઅંદાજ કરીને ગુરનૂર બરાડ (Gurnoor Brar) ને તક આપી હતી. આ નિર્ણય બાદ બીસીસીઆઈ (BCCI) ની પસંદગી સમિતિ પર અનેક સવાલો ઉઠ્યા હતા. ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે નબી જેવા પ્રતિભાશાળી ખેલાડીને કેમ્પમાં બોલાવીને ટીમ મેનેજમેન્ટે એક મોટો સંકેત આપ્યો છે કે તે ભવિષ્યની યોજનાઓનો મહત્વનો ભાગ છે.
Aqib Nabi Team India: આકિબ નબીનું જોરદાર પ્રદર્શન
આકિબ નબીના અત્યાર સુધીના પ્રદર્શનની વાત કરીએ તો, ગત રણજી ટ્રોફી (Ranji Trophy) સીઝનમાં તેમણે 60 વિકેટ ઝડપી હતી અને તેમનું બોલિંગ એવરેજ 12.56 રહ્યું હતું. આ જ પ્રદર્શનના આધારે આઈપીએલ (IPL 2026) માં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) એ તેમને 8.40 કરોડ જેવી મોટી રકમમાં ખરીદ્યા હતા. જોકે, આઈપીએલનું પ્રથમ વર્ષ તેમના માટે નિષ્ફળ રહ્યું હતું, પરંતુ સ્થાનિક ક્રિકેટમાં તેમનો દબદબો અકબંધ છે.
ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટનું ખાસ ધ્યાન
હાલમાં ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ તેમની પ્રગતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ભલે અફઘાનિસ્તાન સામેની આગામી મેચમાં તેમનું રમવું અનિશ્ચિત હોય, પરંતુ ઓક્ટોબરમાં ન્યુઝીલેન્ડ (New Zealand) પ્રવાસને ધ્યાનમાં લેતા, ત્યાંની ઝડપી પિચો પર આકિબ નબી એક ખતરનાક શસ્ત્ર સાબિત થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે આ કાશ્મીરી ઝડપી બોલર પોતાની ક્ષમતા સાબિત કરીને ભારતીય ટેસ્ટ કેપ (Test Cap) ક્યારે પહેરે છે.
આ પણ વાંચો: Twisha Sharma Case માં CBI તપાસ વચ્ચે મુખ્ય સાક્ષી પર જીવલેણ હુમલો, આરોપી પક્ષની દાદાગીરીનો વીડિયો વાયરલ


