Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

WTC 2027 Final: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પર ICC મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ચોંકાવનારી અપડેટ આવી સામે

ક્રિકેટના મક્કા તરીકે જાણીતું લોર્ડ્સનું મેદાન હવે પોતે જ મેદાનમાં ઉતરેલા વિવાદોનો સામનો કરી રહ્યું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જેવી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટની ફાઈનલ માટે લોર્ડ્સ હંમેશા પ્રથમ પસંદગી રહ્યું છે, પરંતુ તાજેતરના પિચ વિવાદે સ્થિતિ બદલી નાખી છે. શું ખરેખર વર્ષ 2027 માં લોર્ડ્સ પોતાની આ શાન ગુમાવી દેશે? આઈસીસીના નવા પ્લાનિંગ પાછળના કારણો ક્રિકેટ વિશ્વમાં ભારે ચર્ચા જગાડી રહ્યા છે.
wtc 2027 final  વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પર icc મોટો નિર્ણય લેવાની તૈયારીમાં  ચોંકાવનારી અપડેટ આવી સામે
Advertisement

WTC 2027 Final: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship - WTC) ના ઈતિહાસમાં વર્ષ 2027 એક મોટો બદલાવ લાવી શકે છે. અત્યાર સુધી WTC ના તમામ ફાઈનલ મુકાબલા ઈંગ્લેન્ડમાં રમાયા છે, જેમાં લોર્ડ્સ (Lord's Cricket Ground) ને ક્રિકેટનું મક્કા માનવામાં આવે છે. જોકે, હવે આઈસીસી (ICC) 2027 ની ફાઈનલ મેચની યજમાની અંગે મોટો ફેરફાર કરવાની તૈયારીમાં છે. અહેવાલ મુજબ, લોર્ડ્સના મેદાન પાસેથી આ યજમાની છીનવી લેવામાં આવી શકે છે.

Tags :
Advertisement

.

×