WPL 2025: રિચા ઘોષ અને કનિકાની સામે ગુજરાતની ટીમ થઈ ફેલ, પહેલી મેચમાં 6 વિકેટથી હાર
- WPL 2025 ની ઉદ્ઘાટન મેચ RCB અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે યોજાઈ
- ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા
- રિચા ઘોષ અને કનિકાની સામે ગુજરાતની ટીમ ફેલ થઈ
રિચા ઘોષ અને કનિકાએ પોતાનું વલણ બદલ્યું
202 રનના સ્કોરનો પીછો કરતા RCBની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન સ્મૃતિ મંધાના 9 અને ડેનિયલ વ્યાટ 4 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ પછી પેરીએ ઇનિંગ્સની કમાન સંભાળી હતી. આ દરમિયાન તેણે 34 બોલમાં 57 રનની ઈનિંગ્સ રમી હતી. તેના આઉટ થયા બાદ રિચા ઘોષ અને કનિકાએ મેચનો રુખ બદલી નાખ્યો હતો.
ગાર્ડનરે પોતાની તાકાત બતાવી
પ્રથમ બેટિંગ કરતા ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા. ગુજરાત જાયન્ટ્સ તરફથી કેપ્ટન બેથ મૂનીએ શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 42 બોલમાં 56 રન બનાવ્યા હતા. તેના આઉટ થયા બાદ ગાર્ડનરે તોફાની ઈનિંગ રમી હતી. તેણે 37 બોલમાં 79 રનની વિસ્ફોટક ઈનિંગ રમી.
પોતાની ઇનિંગ દરમિયાન તેણે 8 સિક્સર અને 3 ફોર ફટકારી હતી. તેમના સિવાય, સોફી ડિવાઈને ૧૩ બોલમાં 25 રનની ઝડપી ઇનિંગ રમી. તેની ઇનિંગ્સના આધારે ગુજરાત જાયન્ટ્સે 200 થી વધુ રન બનાવ્યા. RCB તરફથી રેણુકા સિંહે 25 રન આપીને 2 વિકેટ લીધી.
આ પણ વાંચો : CT 2025: ગૌતમ ગંભીર પર BCCI કડક, PA ને હટાવવામાં આવ્યા... બીજી હોટલમાં શિફ્ટ, આવું કેમ થયું