GT vs KKR Result : ગુજરાત ટાઇટન્સે રોમાંચક મેચમાં KKR ને 5 વિકેટે હરાવ્યું
- અમદાવાદમાં રમાયેલી રોમાંચક મેચમાં ગુજરાતે 181 રનનો લક્ષ્યાંક પાર પાડ્યો (GT vs KKR Result )
- કેપ્ટન શુભમન ગિલે 50 બોલમાં 86 રનની વિસ્ફોટક ઇનિંગ રમી
- કોલકાતા તરફથી કેમરૂન ગ્રીનની ( 79 રનની ઇનિંગ એળે ગઈ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે રમાયેલી આઈપીએલ 2026 (IPL 2026) ની હાઈ-વોલ્ટેજ મેચમાં ગુજરાત ટાઇટન્સે (Gujarat Titans) પ્રભાવશાળી પ્રદર્શન કરતા કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) ને 5 વિકેટે પરાજય આપ્યો છે. કેપ્ટન શુભમન ગિલ (Shubman Gill) ની 86 રનની આક્રમક ઇનિંગ અને અંતિમ ઓવરોમાં રાહુલ તેવટિયા (Rahul Tewatia) ની સમજદારીભરી બેટિંગના જોરે ગુજરાતે 181 રનનો લક્ષ્યાંક છેલ્લી ઓવરમાં સફળતાપૂર્વક પાર પાડ્યો હતો. કોલકાતા તરફથી કેમરૂન ગ્રીન (Cameron Green) ની 79 રનની લડાયક ઇનિંગ એળે ગઈ હતી, કારણ કે ગુજરાતના બેટરોએ શિસ્તબદ્ધ બેટિંગ કરી ઘરઆંગણે આ મહત્વની જીત મેળવી લીધી છે.
GT vs KKR Result : શુભમન ગિલની કેપ્ટન ઇનિંગ
ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ (Shubman Gill) એ આજે મેદાનની ચારેબાજુ શાનદાર શૉટ્સ ફટકાર્યા હતા. તેણે માત્ર 50 બોલમાં 86 રન ફટકારીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. ગિલની આ ઇનિંગમાં 8 ચોગ્ગા અને 4 ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થાય છે. જોકે, વૈભવ અરોરા (Vaibhav Arora) ના બોલ પર ગિલ આઉટ થતા મેચમાં થોડો રોમાંચ વધ્યો છે. અગાઉ જોસ બટલર (Jos Buttler) એ 25 અને સાઈ સુદર્શન (Sai Sudharsan) એ 22 રનનું યોગદાન આપ્યું હતું.
2⃣ points in the bag ✅
Hat-trick of wins ✅@gujarat_titans wrap a fantastic all-round show at home 🥳🏠Scorecard ▶️ https://t.co/FACeUzse3B#TATAIPL | #KhelBindaas | #GTvKKR pic.twitter.com/mVnSg3ZI5p
— IndianPremierLeague (@IPL) April 17, 2026
KKR બોલરોનો સંઘર્ષ
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી વરુણ ચક્રવર્તી (Varun Chakaravarthy) સૌથી સફળ બોલર રહ્યો છે, જેણે 2 વિકેટ ઝડપીને મધ્યમ ઓવરોમાં રન ગતિ પર બ્રેક લગાવી હતી. સુનિલ નરેન (Sunil Narine) એ પણ કરકસરયુક્ત બોલિંગ કરી હતી. અગાઉ પ્રથમ બેટિંગ કરતા KKR એ કેમરૂન ગ્રીન (Cameron Green) ના 79 રનની મદદથી 180 રનનો સ્કોર ઊભો કર્યો હતો. ગુજરાત માટે કાગીસો રબાડા (Kagiso Rabada) એ 3 વિકેટ ઝડપી હતી.
અંતિમ ઓવરોનો ખેલ
હવે તમામની નજર ફિનિશર રાહુલ તેવટિયા (Rahul Tewatia) અને ગ્લેન ફિલિપ્સ (Glenn Phillips) પર છે. ગુજરાત પાસે હજુ 6 વિકેટ હાથમાં છે, પરંતુ ક્રિકેટની રમત છેલ્લી ઓવર સુધી અનિશ્ચિતતાઓથી ભરેલી હોય છે. શું ગુજરાત આસાનીથી લક્ષ્યાંક પાર પાડશે કે KKR કોઈ મોટો ઉલટફેર કરશે? તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો: Virat Kohli ની એક લાઇકથી જર્મન ઇન્ફ્લુએન્સર ચર્ચિત ચહેરો બની !


