ઉર્વીલ પટેલનું T20 ક્રિકેટમાં તોફાન! માત્ર 36 બોલમાં ફટકારી સદી
- ઉર્વીલ પટેલની તોફાની બેટિંગ, 36 બોલમાં ફટકારી સદી
- ઉત્તરાખંડ સામે ઉર્વીલની તોફાની બેટિંગ
- IPLમાં ભલે તક ગુમાવી પણ SMATમાં છવાયો ઉર્વીલ
Urvil Patel SMAT 2024 : ગુજરાતના વિકેટકીપર-બેટ્સમેન ઉર્વીલ પટેલ (Urvil Patel) નું નામ આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. તે પોતાની તોફાની બેટિંગથી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) 2024માં છવાઈ ગયો છે. થોડા દિવસ પહેલા જ તે દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો, જ્યારે તેણે ત્રિપુરા સામે ફક્ત 28 બોલમાં સદી ફટકારી હતી. આજે (3 ડિસેમ્બર) તેણે ઉત્તરાખંડ સામે શાનદાર પ્રદર્શન કર્યું અને માત્ર 36 બોલમાં સદી ફટકારી હતી.
36 બોલમાં સદી સાથે ટીમને જીત અપાવી
ઉર્વીલ પટેલે ઈન્દોરના એમરાલ્ડ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે 183 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે માત્ર 41 બોલમાં 115 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 11 સિક્સ અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા. ગુજરાતની ટીમે આ ટાર્ગેટને 8 વિકેટ અને 35 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. આ પહેલા, ઉત્તરાખંડે 20 ઓવરમાં 7 વિકેટે 182 રન બનાવ્યા હતા. ઉર્વીલના 36 બોલમાં સદી ફટકારવાના આ પ્રદર્શનને કારણે તે T20 ક્રિકેટમાં ભારતીય બેટ્સમેન દ્વારા ફટકારેલી ચોથી ઝડપી સદીનો માલિક બની ગયો છે.
🏆 Huge Congratulations to Gujarat Senior Men's Team! 🏏
What a spectacular victory over Uttarakhand CA in the Syed Mushtaq Ali Trophy! 👏
Back-to-Back Centuries: Urvil Patel steals the show with a blistering 115 off 41 balls* (8 fours & 11 sixes) – pure dominance! 💯🔥… pic.twitter.com/9BgPuF1cjf
— Gujarat Cricket Association (Official) (@GCAMotera) December 3, 2024
T20 સદીમાં સૌથી ઝડપી સદી
T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનું ગૌરવ એસ્ટોનિયાના સાહિલ ચૌહાણના નામે છે, જેણે 2024માં સાયપ્રસ સામે માત્ર 27 બોલમાં સદી ફટકારી હતી. ઉર્વીલની ત્રિપુરા સામેની 28 બોલમાં ફટકારેલી સદી આ યાદીમાં બીજા નંબરે છે. 2013માં RCB માટે રમતા ક્રિસ ગેઈલે પુણે સામે 30 બોલમાં સદી ફટકારી હતી, જ્યારે રિષભ પંતે SMAT 2018માં હિમાચલ પ્રદેશ સામે 32 બોલમાં અને વિહાન લુબ્બે (ઉત્તર-પશ્ચિમ)એ 33 બોલમાં લિમ્પોપો સામે સદી ફટકારી હતી.
IPLમાં સ્થાન ન મળ્યું, પણ આશા જીવંત
2025ની IPL હરાજીમાં ઉર્વીલ પટેલનું બેઝ પ્રાઈસ 30 લાખ રૂપિયા હતું, પરંતુ કોઈ પણ ટીમે તેને ખરીદ્યો ન હતો. 2018માં બરોડા માટે T20 ક્રિકેટમાં ડેબ્યુ કરનારો આ ખેલાડી મહેસાણા જિલ્લાનો રહેવાસી છે. તેણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કરવા માટે 6 વર્ષ સુધી રાહ જોઈ હતી. ગુજરાત ટાઇટન્સે 2023ની સિઝન માટે તેને 20 લાખમાં ખરીદ્યો હતો, પરંતુ તેને એકપણ મેચ રમવાની તક મળી ન હતી. જો IPL 2025માં કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો તેને રિપ્લેસમેન્ટ તરીકે રમવાની તક મળી શકે છે.
ઓવરઅલ પ્રદર્શન
ઉર્વીલ પટેલે 44 T20 મેચમાં 23.52ની એવરેજ અને 164.11ના સ્ટ્રાઈક રેટ સાથે 988 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 4 અડધી સદીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: દક્ષિણ આફ્રિકાના 3 ખેલાડીઓની મેચ ફિક્સિંગના આરોપમાં ધરપકડ