ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ઉર્વીલ પટેલનું T20 ક્રિકેટમાં તોફાન! માત્ર 36 બોલમાં ફટકારી સદી

ગુજરાતના વિકેટકીપર-બેટ્સમેન ઉર્વીલ પટેલ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) 2024માં શાનદાર ફોર્મમાં છે. તેણે ઉત્તરાખંડ સામે માત્ર 36 બોલમાં શતક ફટકારીને ગુજરાતને જીત અપાવી. આ સદી T20 ક્રિકેટમાં ભારતીય બેટ્સમેન દ્વારા ફટકારેલી ચોથી ઝડપી સદી છે. ઉર્વીલે ત્રિપુરા સામે 28 બોલમાં શતક ફટકારીને પોતાનું નામ પહેલાં જ ઇતિહાસમાં લખાવી દીધું હતું. 2025ની IPL હરાજીમાં તેને કોઈ ટીમે ખરીદ્યો ન હતો, પણ તેની આ શાનદાર ફોર્મ IPLમાં સ્થાન મેળવવાની આશા જગાવી રહી છે.
05:44 PM Dec 03, 2024 IST | Hardik Shah
ગુજરાતના વિકેટકીપર-બેટ્સમેન ઉર્વીલ પટેલ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) 2024માં શાનદાર ફોર્મમાં છે. તેણે ઉત્તરાખંડ સામે માત્ર 36 બોલમાં શતક ફટકારીને ગુજરાતને જીત અપાવી. આ સદી T20 ક્રિકેટમાં ભારતીય બેટ્સમેન દ્વારા ફટકારેલી ચોથી ઝડપી સદી છે. ઉર્વીલે ત્રિપુરા સામે 28 બોલમાં શતક ફટકારીને પોતાનું નામ પહેલાં જ ઇતિહાસમાં લખાવી દીધું હતું. 2025ની IPL હરાજીમાં તેને કોઈ ટીમે ખરીદ્યો ન હતો, પણ તેની આ શાનદાર ફોર્મ IPLમાં સ્થાન મેળવવાની આશા જગાવી રહી છે.
Urvil Patel SMAT 2024

Urvil Patel SMAT 2024 : ગુજરાતના વિકેટકીપર-બેટ્સમેન ઉર્વીલ પટેલ (Urvil Patel) નું નામ આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. તે પોતાની તોફાની બેટિંગથી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) 2024માં છવાઈ ગયો છે. થોડા દિવસ પહેલા જ તે દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો, જ્યારે તેણે ત્રિપુરા સામે ફક્ત 28 બોલમાં સદી ફટકારી હતી. આજે (3 ડિસેમ્બર) તેણે ઉત્તરાખંડ સામે શાનદાર પ્રદર્શન કર્યું અને માત્ર 36 બોલમાં સદી ફટકારી હતી.

36 બોલમાં સદી સાથે ટીમને જીત અપાવી

ઉર્વીલ પટેલે ઈન્દોરના એમરાલ્ડ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે 183 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે માત્ર 41 બોલમાં 115 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 11 સિક્સ અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા. ગુજરાતની ટીમે આ ટાર્ગેટને 8 વિકેટ અને 35 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. આ પહેલા, ઉત્તરાખંડે 20 ઓવરમાં 7 વિકેટે 182 રન બનાવ્યા હતા. ઉર્વીલના 36 બોલમાં સદી ફટકારવાના આ પ્રદર્શનને કારણે તે T20 ક્રિકેટમાં ભારતીય બેટ્સમેન દ્વારા ફટકારેલી ચોથી ઝડપી સદીનો માલિક બની ગયો છે.

T20 સદીમાં સૌથી ઝડપી સદી

T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનું ગૌરવ એસ્ટોનિયાના સાહિલ ચૌહાણના નામે છે, જેણે 2024માં સાયપ્રસ સામે માત્ર 27 બોલમાં સદી ફટકારી હતી. ઉર્વીલની ત્રિપુરા સામેની 28 બોલમાં ફટકારેલી સદી આ યાદીમાં બીજા નંબરે છે. 2013માં RCB માટે રમતા ક્રિસ ગેઈલે પુણે સામે 30 બોલમાં સદી ફટકારી હતી, જ્યારે રિષભ પંતે SMAT 2018માં હિમાચલ પ્રદેશ સામે 32 બોલમાં અને વિહાન લુબ્બે (ઉત્તર-પશ્ચિમ)એ 33 બોલમાં લિમ્પોપો સામે સદી ફટકારી હતી.

IPLમાં સ્થાન ન મળ્યું, પણ આશા જીવંત

2025ની IPL હરાજીમાં ઉર્વીલ પટેલનું બેઝ પ્રાઈસ 30 લાખ રૂપિયા હતું, પરંતુ કોઈ પણ ટીમે તેને ખરીદ્યો ન હતો. 2018માં બરોડા માટે T20 ક્રિકેટમાં ડેબ્યુ કરનારો આ ખેલાડી મહેસાણા જિલ્લાનો રહેવાસી છે. તેણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કરવા માટે 6 વર્ષ સુધી રાહ જોઈ હતી. ગુજરાત ટાઇટન્સે 2023ની સિઝન માટે તેને 20 લાખમાં ખરીદ્યો હતો, પરંતુ તેને એકપણ મેચ રમવાની તક મળી ન હતી. જો IPL 2025માં કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો તેને રિપ્લેસમેન્ટ તરીકે રમવાની તક મળી શકે છે.

ઓવરઅલ પ્રદર્શન

ઉર્વીલ પટેલે 44 T20 મેચમાં 23.52ની એવરેજ અને 164.11ના સ્ટ્રાઈક રેટ સાથે 988 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 4 અડધી સદીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:  દક્ષિણ આફ્રિકાના 3 ખેલાડીઓની મેચ ફિક્સિંગના આરોપમાં ધરપકડ

Tags :
CricketFastest T20 Century RecordGujarat Cricket Star Urvil PatelGujarat FirstGujarat vs Uttarakhand SMAT 2024Hardik ShahIndian Cricketers T20 RecordsIPL 2025IPL 2025 Auction Urvil PatelSMATSMAT 2024 HighlightsSportsSyed Mushtaq Ali Trophy 2024T20 Fastest Century ListUrvil PatelUrvil Patel 115 Not OutUrvil Patel 36-Ball CenturyUrvil Patel Batting PerformanceUrvil Patel CenturyUrvil Patel IPL Replacement ChancesUrvil Patel SMAT 2024Urvil Patel Strike RateUrvil Patel T20 CenturyUrvil Patel vs Tripura
Next Article