હાર્દિકે કમબેકનું સિક્રેટ ખોલ્યુ: 'તેના આવવાથી કમાલ થઈ છે'; કોણ છે આ લકી ચાર્મ?
- ઇજા બાદ હાર્દિક પંડ્યાની દક્ષિણ આફ્રિકા સામે T20 માં ધમાકેદાર વાપસી (hardik pandya comeback)
- 28 બોલમાં 59* રન અને 1 વિકેટ, બન્યો 'પ્લેયર ઑફ ધ મેચ'
- પંડ્યાએ કમબેકનો શ્રેય ગર્લફ્રેન્ડ માહિકા શર્માને જાહેરમંચ પર આપ્યો
- કહ્યું: 'તેના આવ્યા પછી મારા જીવનમાં અદ્ભુત વસ્તુઓ થઈ છે.
- માહિકાએ સોશિયલ મીડિયા પર પંડ્યાને 'કિંગ' અને 'માય લવ' કહ્યો
hardik pandya comeback : ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ લાંબા સમય બાદ બ્લુ જર્સીમાં ધમાકેદાર વાપસી કરી છે. એશિયા કપ 2025 પછી ઈજાના કારણે ટીમ ઈન્ડિયાથી દૂર રહેલા પંડ્યાએ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં તેણે બેટ અને બોલ બંને વડે જોરદાર પર્ફોર્મન્સ આપીને 'પ્લેયર ઑફ ધ મેચ'નો ખિતાબ પોતાના નામે કર્યો. આ પ્રદર્શન બાદ પંડ્યાએ પોતાના કમબેકનો શ્રેય તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્માને આપ્યો છે.
hardik pandya comeback : હાર્દિક પંડ્યાનું ઓલરાઉન્ડ પ્રદર્શન
પોતાની વાપસીની મેચમાં હાર્દિક પંડ્યાએ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં બેટિંગ કરીને માત્ર 28 બોલમાં 4 ગગનચુંબી છગ્ગા સહિત અણનમ 59 રનની તોફાની ઇનિંગ રમી હતી. બોલિંગમાં પણ તેણે બે ઓવરમાં 16 રન આપીને 1 મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી.
મેચ બાદ BCCI દ્વારા લેવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં પંડ્યાએ પોતાની સફળતા માટે પાર્ટનર માહિકા શર્માની સાર્વજનિક રીતે પ્રશંસા કરતા કહ્યું હતું, ‘હું મારી પાર્ટનરનો વિશેષ ઉલ્લેખ કરવા માંગુ છું. જ્યારે તે મારા જીવનમાં આવી છે, ત્યારથી તે સૌથી શ્રેષ્ઠ રહી છે. જ્યારેથી તે આવી છે, ત્યારથી ઘણી અદ્ભુત વસ્તુઓ મારી સાથે થઈ છે.’
કોણ છે હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા?
હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા વ્યવસાયે એક ફેશન મોડેલ છે. દિલ્હીની રહેવાસી માહિકા GQ બેસ્ટ ડ્રેસ્ડ ઇન્ડિયાઝ નેક્સ્ટ સુપર મોડેલ, ઇન્ડિયન ફેશન એવોર્ડ્સમાં 'મોડેલ ઓફ ધી યર' અને એલે (Elle) 'મોડેલ ઓફ ધી સીઝન' જેવા પ્રતિષ્ઠિત ખિતાબો જીતી ચૂકી છે. આ ઉપરાંત તેણે કેટલાક મ્યુઝિક વીડિયો અને શોર્ટ ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે.
આ સપ્ટેમ્બર મહિનામાં જ બંને એક સાથે વેકેશન મનાવી રહ્યા હતા, ત્યારે પહેલીવાર તેમનો સંબંધ જગજાહેર થયો હતો. તાજેતરમાં, 9 ડિસેમ્બરે માહિકાના ફોટોને લઈને પંડ્યાએ સોશિયલ મીડિયા પર પેપરાઝીને ઠપકો પણ આપ્યો હતો. હવે પંડ્યાની આ શાનદાર ઇનિંગ્સ બાદ માહિકાએ સોશિયલ મીડિયા પર ત્રણ સ્ટોરી લગાવી છે, જેમાં તેણે પંડ્યાને 'કિંગ' અને 'માય લવ' કહીને પ્રેમ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો : લગ્ન તૂટ્યા બાદ ક્રિકેટર સ્મૃતિ મંધાના પ્રથમ વખત આવી સામે, જાણો એરપોર્ટ પર શું કહ્યું?