હાર્દિક પંડ્યાના દિલ પર જ નહીં, હવે ગરદન પર પણ માહિકાનું નામ! વેલેન્ટાઈન પર આપ્યું મોટું સરપ્રાઈઝ
- હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકા માટે કરાવ્યું ટેટૂ! (Hardik Pandya girlfriend Tattoo)
- વેલેન્ટાઈન ડે પર ગરદન પર 'M' અક્ષર કોતરાવ્યો
- ચિત્તાની ડિઝાઇનવાળું ટેટૂ સોશિયલ મીડિયા પર વાયરલ
- સેલિબ્રિટી આર્ટિસ્ટ સની ભાનુશાલીએ તૈયાર કર્યું આર્ટ
- નતાશાથી અલગ થયા બાદ માહિકાના પ્રેમમાં છે હાર્દિક
- પ્રેમની નિશાની જોઈને ચાહકોએ આપી મિશ્ર પ્રતિક્રિયા
Hardik Pandya girlfriend Tattoo : ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા (Hardik Pandya) પોતાની પર્સનલ લાઈફને લઈને ફરી એકવાર ચર્ચામાં છે. વેલેન્ટાઈન ડે (Valentine’s Day) ના ખાસ અવસરે હાર્દિકે પોતાની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા (Mahika Sharma) ને એક અનોખી ભેટ આપી છે. હાર્દિકે પોતાની ગરદન પાછળ માહિકાના નામના પ્રથમ અક્ષર ‘M’ નું એક સુંદર અને અર્થસભર ટેટૂ કરાવ્યું છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
View this post on Instagram
Hardik Pandya girlfriend Tattoo : ટેટૂ પાછળની ખાસ કહાની
આ ટેટૂ પ્રખ્યાત 'એલિયન્સ ટેટૂ' (Aliens Tattoo) સ્ટુડિયોમાં સેલિબ્રિટી ટેટૂ આર્ટિસ્ટ સની ભાનુશાલી (Sunny Bhanushali) અને લીડ આર્ટિસ્ટ તુષાર મરાને (Tushar Marane) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. સની ભાનુશાલીના જણાવ્યા અનુસાર, હાર્દિક શરૂઆતમાં માત્ર માહિકાના નામનો અક્ષર જ કોતરાવવા માંગતો હતો, પરંતુ વાતચીત દરમિયાન તેમના સંબંધોની ઊંડાઈ જાણીને આ ટેટૂને વધુ ખાસ બનાવવામાં આવ્યું. આ ટેટૂમાં બે ચિત્તા (Two Leopards) દર્શાવવામાં આવ્યા છે. પ્રથમ ચિત્તો હાર્દિકની તાકાત અને મહેનતનું પ્રતીક છે, જ્યારે બીજો ચિત્તો લાઈન આર્ટમાં છે, જે પ્રથમ ચિત્તાની આસપાસ છે અને તેની રેખાઓમાં માહિકાનો ‘M’ અક્ષર છુપાયેલો છે.
સંબંધોની નવી સફર
હાર્દિક પંડ્યાએ વર્ષ 2025માં માહિકા શર્મા સાથેના પોતાના સંબંધોની સત્તાવાર પુષ્ટિ કરી હતી. આ પહેલા હાર્દિકે નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic) સાથે લગ્ન કર્યા હતા. 2020માં ઘરેલું પ્રસંગ અને 2023માં ઉદયપુરમાં ભવ્ય લગ્ન કર્યા બાદ, જુલાઈ 2024માં હાર્દિક અને નતાશાએ અલગ થવાની જાહેરાત કરી હતી. જોકે, બંને આજે પણ પોતાના પુત્ર અગસ્ત્ય (Agastya) ની પરવરિશ સાથે મળીને કરી રહ્યા છે. આ નવું ટેટૂ હાર્દિક અને માહિકાના અતૂટ વિશ્વાસ અને પ્રેમની વાર્તા બયાન કરે છે.
આ પણ વાંચો : Sukesh Gifts To Jacqueline : વેલેન્ટાઈન પર સુકેશનો 'જેટ' પ્લાન! જેલમાંથી જેક્લીન માટે મોકલ્યું કરોડોનું વિમાન


