ODI News : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આગામી 13 જૂનથી શરૂ થનારી ત્રણ મેચની ODI શ્રેણી પહેલા ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. BCCI દ્વારા જારી કરવામાં આવેલા મેડિકલ અપડેટ મુજબ, હાર્દિકને 'લો-ગ્રેડ ક્વાડ્રિસેપ્સ સ્ટ્રેન' (જાંઘના સ્નાયુઓમાં ખેંચાણ) થયો છે.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી ODI સિરીઝ પહેલા જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આગામી 13 જૂનથી શરૂ થનારી 3 મેચની ODI શ્રેણી પહેલા ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ઈજા થઈ છે. BCCI દ્વારા જાહેર કરવામાં આવેલા મેડિકલ અપડેટ અનુસાર, હાર્દિક પંડ્યાને 'લો-ગ્રેડ ક્વાડ્રિસેપ્સ સ્ટ્રેન' એટલે જાંઘના સ્નાયુઓમાં ખેંચાણ થયો છે.
ODI News : શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા હાલમાં જ બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ખાતે ફિટનેસ ક્લિયરન્સ માટે ગયા હતા. ત્યાં હાર્દિક પંડ્યાના ફિટનેસ ટેસ્ટ દરમિયાન આ ઈજાનું નિદાન થયું હતું. BCCIના મેડિકલ ટીમના જણાવ્યા અનુસાર 10 ઓવર બોલિંગ કરવાના પ્રયાસ દરમિયાન આ ઈજા થઈ હોવાની શક્યતા છે. ભારતીય ઓલ રાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યાને સ્વસ્થ થવા માટે આશરે 3 અઠવાડિયાનો સમય લાગી શકે છે.
ટીમ પર શું થશે અસર ?
હાર્દિક પંડ્યા ટીમમાં ઓલરાઉન્ડ સંતુલન જાળવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. મધ્યમ ક્રમમાં જોરદાર બેટિંગ અને ઝડપી બોલિંગના વિકલ્પ તરીકે તેમની ગેરહાજરીથી ટીમને નુકસાન થઈ શકે છે. શુભમન ગિલની કેપ્ટનશીપમાં રમતી ટીમ ઈન્ડિયા હવે નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર અને હર્ષ દુબે જેવા ખેલાડીઓ પર વધુ નિર્ભર રહેશે
ODI સિરીઝનો કાર્યક્રમ
- પ્રથમ ODI: 13 જૂન, ધર્મશાળા
- બીજી ODI: 17 જૂન, લખનૌ
- ત્રીજી ODI: 20 જૂન, ચેન્નાઈ
આ પણ વાંચો : India vs Pakistan Match : 10 વર્ષથી ભારતને હરાવાનું સપનું જોતી પાકિસ્તાની ટીમ, આ તારીખે બંને ટીમો આવશે આમને-સામને