હાર્દિક અને માહિકા શર્માનો રોમેન્ટિક અંદાજ, બિગ બી પણ જોતા રહી ગયા!, જુઓ વીડિયો
- મુંબઈની ઇવેન્ટમાં ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે જોવા મળ્યો હાર્દિક (Hardik Mahika Bachchan Meet)
- અમિતાભ બચ્ચન સાથે ગર્લફ્રેન્ડની મુલાકાતનો વીડિયો વાયરલ
- સેલ્ફી ન મળતા રેસ્ટોરન્ટ બહાર શખ્સે હાર્દિકને કહ્યા અપશબ્દ
- અપમાન છતાં શાંત રહી હાર્દિકે મેચ્યોર વર્તનથી જીત્યા દિલ
- 21 જાન્યુઆરીથી ન્યૂઝીલેન્ડ સામે T20 સીરીઝમાં કરશે કમબેક
Hardik Mahika Bachchan Meet : ભારતીય ક્રિકેટના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરીઝમાંથી આરામ પર છે, પરંતુ તે પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા વધુ પર્સનલ લાઈફને લઈને લાઈમલાઈટમાં છે. તાજેતરમાં મુંબઈમાં આયોજિત 'યુનાઈટેડ ઈન ટ્રાયમ્ફ' ઈવેન્ટમાં હાર્દિક પંડ્યા તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે રેડ કાર્પેટ પર જોવા મળ્યો હતો.
ગર્લફ્રેન્ડ અને બિગ બીની મુલાકાત (Hardik Mahika Bachchan Meet)
રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભવ્ય કાર્યક્રમમાં હાર્દિક અને માહિકાની કેમિસ્ટ્રીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઈવેન્ટની સૌથી યાદગાર ક્ષણ ત્યારે હતી જ્યારે હાર્દિકે માહિકાની મુલાકાત બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન સાથે કરાવી હતી. આ ખાસ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
Hardik Pandya introducing his girlfriend mahika Sharma to Amitabh Bachchan at the Reliance Foundation event last night.❤️ pic.twitter.com/yJ8ZyPneCu
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) January 6, 2026
ફેન્સના ગુસ્સાનો શિકાર બન્યા હાર્દિક (Hardik Mahika Bachchan Meet)
એક તરફ ઈવેન્ટમાં હાર્દિકનો રોયલ અંદાજ જોવા મળ્યો, તો બીજી તરફ રસ્તા પર એક અજીબોગરીબ ઘટના બની હતી. ક્રિસમસના સમયે જ્યારે હાર્દિક એક રેસ્ટોરન્ટની બહાર નીકળી રહ્યો હતો, ત્યારે ફેન્સની ભીડ તેને ઘેરી વળી હતી. સેલ્ફી ન મળતા એક ઉશ્કેરાયેલા શખ્સે હાર્દિકને જાહેરમાં અપશબ્દ કહ્યા હતા.
હાર્દિક પંડ્યાના સંયમની પ્રશંસા
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે હાર્દિકે પેલા વ્યક્તિના અપશબ્દો સાંભળ્યા છતાં કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. તેણે કોઈ પણ જાતની દલીલ કર્યા વિના શાંતિથી પોતાની કાર તરફ જવાનું પસંદ કર્યું હતું. નેટીઝન્સ હાર્દિકના આ મેચ્યોર વર્તનની પ્રશંસા કરી રહ્યા છે અને તેને 'રિયલ ક્લાસ' ગણાવી રહ્યા છે.
આગામી ક્રિકેટ પ્રવાસ
હાર્દિક ભલે હાલ વનડે ટીમનો ભાગ ન હોય, પરંતુ 21 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી ન્યૂઝીલેન્ડ સામેની T20 સીરીઝમાં તે મેદાનમાં પરત ફરશે. ફેન્સ તેના મેદાન પરના પાવરફુલ કમબેકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો : Shikhar Dhawan: બીજીવાર લગ્ન કરશે ભારતીય ક્રિકેટનો ‘ગબ્બર’, કોણ છે દુલ્હન?, કેવી રીતે થયો પ્રેમ?


