Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગર્લફ્રેન્ડ માહિકા શર્માને કારણે હાર્દિક પંડ્યા પેપરાઝી પર ભડક્યો, શું છે મામલો?

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકા શર્માની ખોટા એન્ગલથી તસવીરો લેવા બદલ પેપરાઝી પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે "ખાનગી પળોને સસ્તી સનસનાટીમાં ન બદલો" અને "દરેક મહિલા સન્માનની હકદાર છે." આ ઘટના મુંબઈના બાંદ્રા વિસ્તારમાં બની હતી. હાર્દિકે મીડિયાને સંવેદનશીલતા અને મર્યાદા જાળવવાની અપીલ કરી છે.
ગર્લફ્રેન્ડ માહિકા શર્માને કારણે હાર્દિક પંડ્યા પેપરાઝી પર ભડક્યો  શું છે મામલો
Advertisement
  • હાર્દિકએ ગર્લફ્રેન્ડ માહિકાની તસવીરો લેવા બદલ નારાજગી વ્યક્ત કરી (Hardik Pandya paparazzi controversy)
  • પેપરાઝી દ્વારા ખોટા એન્ગલથી ફોટોગ્રાફી કરવાનો વિરોધ
  • હાર્દિકે કહ્યું: "ખાનગી પળોને સસ્તી સનસનાટી ન બનાવો"
  • તેમણે દરેક મહિલાના સન્માન અને મર્યાદા જાળવવાની કરી અપીલ
  • આ ઘટના મુંબઈના બાંદ્રા વિસ્તારમાં બની હતી

Hardik Pandya paparazzi controversy : ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આજકાલ તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે અવારનવાર જોવા મળે છે. સામાન્ય રીતે આ કપલ ખુશીથી પેપરાઝી અને મીડિયાને તસવીરો આપે છે, પરંતુ આ વખતે હાર્દિકે પેપરાઝી પર ગંભીર નારાજગી વ્યક્ત કરી છે.

હાર્દિકે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક સ્ટોરી શેર કરી છે, જેમાં પેપરાઝી દ્વારા તેની ગર્લફ્રેન્ડના ખોટા એન્ગલથી તસવીરો લેવા બદલ ગુસ્સો વ્યક્ત કર્યો છે.

Advertisement

તેમણે આ રીત પર સખત વાંધો ઉઠાવ્યો છે. હાર્દિકે એક સંદેશમાં કહ્યું કે, દરેક મહિલા સન્માનની હકદાર છે અને મીડિયાએ પણ કેટલીક મૂળભૂત મર્યાદાઓનું પાલન કરવું જોઈએ. તેમણે પેપરાઝીને અન્યની ખાનગીપણા (Privacy)નું સન્માન કરવા પણ કહ્યું.

Advertisement

Hardik Pandya paparazzi controversy  શું છે?

થોડા દિવસો પહેલા મુંબઈના બાંદ્રા વિસ્તારમાં હાર્દિક પંડ્યા અને તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા જોવા મળ્યા હતા. આ દરમિયાન માહિકા એક રેસ્ટોરન્ટની સીડીઓ ઉતરી રહી હતી. ત્યાં હાજર પેપરાઝીએ તેમને એવા એન્ગલથી શૂટ કર્યા, જેને હાર્દિકે અસન્માનજનક ગણાવ્યો.

હાર્દિકે લખ્યું કે, જાહેર વ્યક્તિ (Public Figure) હોવાને કારણે તેમની દરેક બાબત પર લોકોનું ધ્યાન છે અને ટીકા પણ થાય છે, જેને તેઓ ખુલ્લા દિલથી સ્વીકારે છે. પરંતુ, કોઈપણ મહિલાની પ્રાઇવસી સાથે ચેડાં સ્વીકાર્ય નથી.

ક્રિકેટરે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે, "માહિકાને એવા એન્ગલથી શૂટ કરવામાં આવી જે કોઈપણ મહિલા માટે સ્વીકાર્ય નથી. અમારા ખાનગી પળોને સસ્તી સનસનાટીમાં બદલી દેવામાં આવ્યા."

તેમણે મીડિયાને સંવેદનશીલતા અને મર્યાદા જાળવી રાખવાની અપીલ કરતા લખ્યું કે, "આ મુદ્દો હેડલાઇન કે ક્લિકનો નથી, પણ દરેક સ્ત્રીની નિજતા સાથે જોડાયેલા સન્માનનો છે. દરેક મહિલા સન્માનની હકદાર છે. હું મીડિયા ભાઈઓની મહેનતની કદર કરું છું, પણ બસ થોડું ધ્યાન રાખો. બધી વસ્તુઓ કેમેરા માટે હોતી નથી."

હાર્દિક અને માહિકાનો સંબંધ

હાર્દિક પંડ્યા અને 24 વર્ષીય મોડેલ અને યોગા ટ્રેનર માહિકા શર્મા છેલ્લા કેટલાક મહિનાઓથી એન્ટરટેઇનમેન્ટ અને સ્પોર્ટ્સ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. શરૂઆતમાં સોશિયલ મીડિયા ઇન્ટરેક્શન અને સાથે જોવા મળવાને કારણે અફવાઓ ફેલાઈ હતી. ઓક્ટોબર 2025 માં હાર્દિકે તસવીરો અને વીડિયો દ્વારા જાહેરમાં પોતાના સંબંધોની જાહેરાત કરી હતી. હાર્દિકે જાહેરમાં કહ્યું હતું કે તેના જીવનની ત્રણ પ્રાથમિકતાઓ છે: ક્રિકેટ, દીકરો અગસ્ત્ય અને માહિકા. આ કપલ ઘણીવાર સાથે જોવા મળે છે.

આ પણ વાંચો : લગ્ન તૂટ્યા બાદ સ્મૃતિ મંધાનાની નવી પોસ્ટ: "શાંતિ એટલે મૌન નહીં, પણ નિયંત્રણ"

Advertisement

.

×