Hardik Mahika official Photos : લેડી લવ સાથે હાર્દિક પંડ્યાનું સેલિબ્રેશન, શું ફરીથી વસાવશે સંસાર?
મેદાન પર વિરોધીઓના છક્કા છોડાવનાર હાર્દિક પંડ્યા અત્યારે પ્રેમની પીચ પર નવી ઈનિંગ રમી રહ્યો છે. નતાશાથી અલગ થયા બાદ હાર્દિકના જીવનમાં જે ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ છે, તેની સાથેની રોમેન્ટિક ક્ષણો હવે જાહેરમાં આવી છે. નવા વર્ષની ઉજવણીમાં આ કપલની કેમિસ્ટ્રી અને હાર્દિકે પોતાની સફળતા પાછળ જે રહસ્ય ખોલ્યું છે, તે જાણીને તમે પણ દંગ રહી જશો...
Advertisement
- નવા વર્ષે હાર્દિક પંડ્યાએ મહીકા શર્મા સાથેનો સંબંધ કર્યો ઓફિશિયલ (Hardik Mahika official Photos)
- લેડીલવ મહીકા સાથે હાર્દિકે શેર કર્યા રોમેન્ટિક ન્યૂ યર Photos
- મેચિંગ આઉટફિટમાં સજ્જ કપલની કેમિસ્ટ્રીએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
- હાર્દિકે પોતાની સફળતાનો શ્રેય મહીકાને આપી ઠાલવ્યો પ્રેમ
- નતાશાથી અલગ થયા બાદ હાર્દિક ફરી લગ્ન કરે તેવી અટકળો તેજ
Hardik Mahika official Photos : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં પોતાની રમતની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ ભારે ચર્ચામાં છે. નતાશા સ્ટેનકોવિક સાથે છૂટાછેડા લીધા બાદ હાર્દિકે હવે તેની નવી લાઈફ પાર્ટનર મહીકા શર્મા સાથેના સંબંધો પર સત્તાવાર મહોર લગાવી દીધી છે. તાજેતરમાં આ કપલે સાથે મળીને નવા વર્ષની ઉજવણી કરી હતી, જેની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

