ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હરમનપ્રીત કૌરનો મોટો રેકોર્ડ: વર્લ્ડ કપમાં 1000 રન પૂરા કરનારી બીજી ભારતીય બની!

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ઇંગ્લેન્ડ સામેની ODI વર્લ્ડ કપ મેચમાં મોટો રેકોર્ડ બનાવ્યો છે. તે મિથાલી રાજ બાદ આ ટૂર્નામેન્ટમાં 1000 રન પૂરા કરનારી બીજી ભારતીય ખેલાડી બની છે. 31 મેચોમાં આ સિદ્ધિ હાંસલ કરનાર કૌર વિશ્વની માત્ર સાતમી ખેલાડી છે, જેણે આ મેચમાં 70 રન ની મહત્ત્વની ઇનિંગ્સ રમી.
06:35 PM Oct 20, 2025 IST | Mihir Solanki
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ઇંગ્લેન્ડ સામેની ODI વર્લ્ડ કપ મેચમાં મોટો રેકોર્ડ બનાવ્યો છે. તે મિથાલી રાજ બાદ આ ટૂર્નામેન્ટમાં 1000 રન પૂરા કરનારી બીજી ભારતીય ખેલાડી બની છે. 31 મેચોમાં આ સિદ્ધિ હાંસલ કરનાર કૌર વિશ્વની માત્ર સાતમી ખેલાડી છે, જેણે આ મેચમાં 70 રન ની મહત્ત્વની ઇનિંગ્સ રમી.
Harmanpreet Kaur 1000 Runs

Harmanpreet Kaur 1000 Runs : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. રવિવાર, 19 ઑક્ટોબરે ઈંગ્લેન્ડ સામેની ICC મહિલા વિશ્વ કપ 2025ની મહત્વની મેચ દરમિયાન, હરમનપ્રીત કૌરે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. જોકે, હરમનપ્રીત કૌરની કપ્તાની હેઠળ ભારતીય ટીમને છેલ્લા ત્રણ મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો છે.

હરમનપ્રીત કૌરે બનાવ્યો મોટો રેકોર્ડ – Mithali Raj Harmanpreet Kaur Record

ઈન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારત 289 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરી રહ્યું હતું. આ સમયે હરમનપ્રીત કૌરે વાઇસ-કેપ્ટન સ્મૃતિ મંધાના સાથે મળીને ટીમને મજબૂત સ્થિતિમાં લાવવા માટે એક શાનદાર ઇનિંગ રમી. પોતાની આ લડાયક બેટિંગ દરમિયાન હરમનપ્રીત કૌરે મહિલા વન-ડે વિશ્વ કપના ઇતિહાસમાં 1000 રન પૂરા કરનારી બીજી ભારતીય ખેલાડી બનીને આ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો.

મિથાલી રાજના વિશિષ્ટ ક્લબમાં કૌરનું સ્થાન – Women's World Cup Records

હરમનપ્રીત કૌર હવે આ વિશેષ ક્લબમાં પૂર્વ ભારતીય કેપ્ટન અને મહાન ખેલાડી મિતાલી રાજ સાથે જોડાઈ ગઈ છે. મિતાલી રાજે પોતાના કરિયરમાં વિશ્વ કપમાં 1321 રન બનાવ્યા હતા અને તે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારાઓની યાદીમાં બીજા સ્થાને છે. કૌરને આ રેકોર્ડ સુધી પહોંચવા માટે મેચમાં 53 રનની જરૂર હતી. તેમણે 28મી ઓવરમાં ચાર્લી ડીનની બોલિંગ પર મિડ-વિકેટ તરફ બે રન લઈને આ સિદ્ધિ મેળવી.

બની દુનિયાની સાતમી ખેલાડી (Harmanpreet Kaur ODI Statistics)

જોકે કૌર આ મુકામ સુધી પહોંચનારી બીજી ભારતીય છે, પરંતુ તે વિશ્વ કપના ઇતિહાસમાં 1000 રન બનાવનારી દુનિયાની માત્ર સાતમી ખેલાડી છે. ન્યૂઝીલેન્ડની ભૂતપૂર્વ બેટ્સમેન ડેબી હૉકલી 1501 રન સાથે આ યાદીમાં ટોચ પર છે. કૌરે 31 મેચોમાં આ મુકામ હાંસલ કર્યો અને આ રેકોર્ડ-બ્રેકિંગ યાદીમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. ઇંગ્લેન્ડ સામે કૌરે મંધાના સાથે મળીને ત્રીજી વિકેટ માટે 125 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી, જેણે શરૂઆતી ઝટકાઓ પછી ભારતીય ઇનિંગ્સને સંભાળી. જોકે, કમનસીબે, તે 31મી ઓવરમાં 70 રન બનાવીને આઉટ થઈ ગઈ.

 1000 રન બનાવનાર ખેલાડીઓ (ICC Women's World Cup 2025)

આ પણ વાંચો : Dodda Ganesh નો રોષ છલકાયો, લખ્યું, 'આ ક્રિકેટરને છઠ્ઠા નંબર પર મોકલવો ગંભીર ગુનો...!'

Tags :
Cricket Recordengland womenHarmanpreet KaurHolkar StadiumICC Women's world CupIndian Women's CricketMithali RajODI CricketTeam India Captain
Next Article