Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Historic Record : 167 સદી, 50 હજારથી વધુ રન અને 732 વિકેટ! આ દિગ્ગજ ક્રિકેટરના રેકોર્ડ આજે પણ અતૂટ

Historic Record : ક્રિકેટના ઇતિહાસમાં ઘણા મહાન બેટ્સમેન આવ્યા છે, પરંતુ ઇંગ્લેન્ડના દિગ્ગજ વોલી હેમન્ડ (Wally Hammond)નું નામ આજે પણ વિશેષ સ્થાન ધરાવે છે. તેમણે પોતાની ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ કારકિર્દીમાં 50,551 રન અને 167 સદી ફટકારી હતી. 48 વર્ષની ઉંમર સુધી ક્રિકેટ રમનાર હેમન્ડના આ રેકોર્ડ્સ આજે પણ અતૂટ ગણાય છે અને ક્રિકેટપ્રેમીઓને આશ્ચર્યચકિત કરે છે.
historic record   167 સદી  50 હજારથી વધુ રન અને 732 વિકેટ  આ દિગ્ગજ ક્રિકેટરના રેકોર્ડ આજે પણ અતૂટ
Advertisement

Historic Record : ક્રિકેટ (Cricket)ના ઇતિહાસમાં અનેક મહાન બેટ્સમેન આવ્યા છે, પરંતુ કેટલાક ખેલાડીઓ એવા હોય છે જેમના રેકોર્ડ સમયની સાથે વધુ વિશાળ અને અતૂટ લાગવા લાગે છે. ઇંગ્લેન્ડ (England)ના દિગ્ગજ બેટ્સમેન વોલી હેમન્ડ (Wally Hammond) એવું જ એક નામ છે. તેમની ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ (First-Class Cricket) કારકિર્દીના આંકડા આજે પણ ક્રિકેટપ્રેમીઓને આશ્ચર્યમાં મૂકી દે છે. 167 સદી (Centuries) અને 50,551 રન (Runs) બનાવવાનો તેમનો રેકોર્ડ ક્રિકેટના સૌથી અનોખા સિદ્ધિઓમાં ગણાય છે.

167 સદી અને 50,551 રનનો વિરાટ રેકોર્ડ

વોલી હેમન્ડે પોતાની લાંબી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ કારકિર્દી દરમિયાન કુલ 50,551 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે 167 સદી અને 185 અડધી સદી (Half-Centuries) ફટકારી હતી. આજના યુગમાં જ્યાં ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને T20 લીગ્સમાં વ્યસ્ત રહે છે, ત્યાં આ પ્રકારના આંકડા સુધી પહોંચવું લગભગ અશક્ય માનવામાં આવે છે. તેમની બેટિંગમાં શાનદાર, ટેકનિક અને ધીરજનો અદભૂત સમન્વય જોવા મળતો હતો. લાંબા સમય સુધી ઉચ્ચ સ્તરે પ્રદર્શન જાળવવું તેમની સૌથી મોટી વિશેષતા હતી.

Advertisement

31 વર્ષ સુધી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ધાક (Historic Record)

વોલી હેમન્ડનો જન્મ 19 જૂન, 1903ના રોજ થયો હતો. તેમણે વર્ષ 1920માં ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું અને 1951 સુધી સક્રિય ક્રિકેટ રમ્યા. એટલે કે તેમણે લગભગ 31 વર્ષ સુધી ક્રિકેટના મેદાન પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું. 48 વર્ષની ઉંમર સુધી ક્રિકેટ રમવું અને સતત રન બનાવતા રહેવું એ પોતે જ એક અનોખી સિદ્ધિ છે. તેમની ફર્સ્ટ-ક્લાસ બેટિંગ એવરેજ (Batting Average) 56.10 હતી, જે તેમની મહાનતાની સાબિતી આપે છે.

Advertisement

20 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સક્રિય

વોલી હેમન્ડે 24 ડિસેમ્બર, 1927ના રોજ દક્ષિણ આફ્રિકા (South Africa) સામે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ (Test Match) રમી હતી. ત્યારબાદ તેઓ લગભગ 20 વર્ષ સુધી ઇંગ્લેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા. તેમણે માર્ચ 1947માં ન્યૂઝીલેન્ડ (New Zealand) સામે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. ટેસ્ટ ક્રિકેટમાં તેમણે કુલ 85 મેચમાં 7,249 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમના બેટમાંથી 22 સદી અને 24 અડધી સદી નીકળી હતી.

336 રનનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ સ્કોર

વોલી હેમન્ડનો ટેસ્ટ ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોર 336 રન હતો. તે સમયના ક્રિકેટમાં આટલો મોટો સ્કોર બનાવવો અસાધારણ સિદ્ધિ માનવામાં આવતી હતી. તેમની બેટિંગે ઇંગ્લેન્ડને અનેક યાદગાર જીત અપાવી હતી. ઉલ્લેખનીય છે કે, 1 જુલાઈ, 1965ના રોજ 62 વર્ષની વયે વોલી હેમન્ડનું અવસાન થયું હતું. છતાં પણ તેમના નામે નોંધાયેલા રેકોર્ડ અને ક્રિકેટમાં આપેલું યોગદાન આજે પણ જીવંત છે. 167 ફર્સ્ટ-ક્લાસ સદી અને 50 હજારથી વધુ રનનો આંકડો ક્રિકેટ ઇતિહાસના સૌથી મહાન રેકોર્ડ્સમાં સામેલ છે. ઘણા ક્રિકેટ નિષ્ણાતો માને છે કે આધુનિક ક્રિકેટના સમયમાં આ સિદ્ધિ તોડવી લગભગ અશક્ય છે.

આ પણ વાંચો : India Tour of New Zealand 2026 : ટીમ ઈન્ડિયા 41 દિવસ સુધી ન્યૂઝીલેન્ડમાં રમશે ક્રિકેટ, 12 મેચની મેગા સિરીઝનું Schedule જાહેર

Tags :
Advertisement

.

×