Hong Kong Sixes માં ઘટી અઘટિત ઘટના! અમ્પાયરને બોલ વાગતા ના બનવાનું બન્યું! જુઓ VIDEO
હોંગકોંગ સિક્સેસ 2026માં ભારત અને યુએઈ વચ્ચેની મેચ માત્ર હારજીતને કારણે નહીં, પરંતુ મેદાન પર બનેલી એક ચોંકાવનારી ઘટનાને કારણે ચર્ચામાં આવી છે. ટી. નટરાજનની ઓવર દરમિયાન બેટ્સમેને ફટકારેલો શોટ અણધાર્યા અકસ્માતનું કારણ બન્યો હતો. એક જ ક્ષણમાં મેદાનનું વાતાવરણ બદલાઈ ગયું અને અધિકારીઓ મદદ માટે દોડી આવ્યા. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં ક્રિકેટપ્રેમીઓમાં ચિંતા ફેલાઈ છે. આખરે બોલ ક્યાં વાગ્યો અને ત્યારબાદ શું થયું તે અંગે અનેક સવાલો ઊભા થયા છે.
Advertisement
Hong Kong Sixes 2026 : હોંગકોંગ સિક્સેસ 2026 (Hong Kong Sixes 2026) ટુર્નામેન્ટમાં ભારત અને યુએઈ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભારતીય બોલર ટી. નટરાજન (T Natarajan)ની બોલિંગમાં યુએઈના બેટ્સમેને ફટકારેલી સિક્સરનો બોલ બાઉન્ડ્રી બહાર ઊભેલા અમ્પાયરના માથામાં વાગ્યો હતો. બોલ વાગતાં જ અમ્પાયર જમીન પર ઢળી પડ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

