ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ibrahim Zadran ની ઐતિહાસિક સદી,વિરાટ કોહલીને છોડ્યો પાછળ

ચેમ્પિયન્સ ટ્રોફીમાં અફઘાનિસ્તાનનું શાનદાર પ્રદર્શન ઈબ્રાહિમ ઝદરાને બનાવ્યા ઐતિહાસિક રેકોર્ડ પાકિસ્તાની ધરતી પર સૌથી વધુ વ્યક્તિગત સ્કોર   Ibrahim Zadran:અફઘાનિસ્તાનના ઈબ્રાહિમ ઝદરાને (Ibrahim Zadran Century)ચેમ્પિયન્સ ટ્રોફીમાં રેકોર્ડની ધૂમ મચાવી છે. તેને ઈંગ્લેન્ડ સામેની મેચમાં 177 રનની ઐતિહાસિક ઈનિંગ રમી...
09:14 PM Feb 26, 2025 IST | Hiren Dave
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અફઘાનિસ્તાનનું શાનદાર પ્રદર્શન ઈબ્રાહિમ ઝદરાને બનાવ્યા ઐતિહાસિક રેકોર્ડ પાકિસ્તાની ધરતી પર સૌથી વધુ વ્યક્તિગત સ્કોર   Ibrahim Zadran:અફઘાનિસ્તાનના ઈબ્રાહિમ ઝદરાને (Ibrahim Zadran Century)ચેમ્પિયન્સ ટ્રોફીમાં રેકોર્ડની ધૂમ મચાવી છે. તેને ઈંગ્લેન્ડ સામેની મેચમાં 177 રનની ઐતિહાસિક ઈનિંગ રમી...
Ibrahim Zadran Century

 

Ibrahim Zadran:અફઘાનિસ્તાનના ઈબ્રાહિમ ઝદરાને (Ibrahim Zadran Century)ચેમ્પિયન્સ ટ્રોફીમાં રેકોર્ડની ધૂમ મચાવી છે. તેને ઈંગ્લેન્ડ સામેની મેચમાં 177 રનની ઐતિહાસિક ઈનિંગ રમી હતી, જે દરમિયાન તેને 12 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા.આ ઈનિંગની મદદથી, અફઘાન ટીમે ઈંગ્લેન્ડ (AFG vs ENG)સામેની મેચમાં 325 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. તમને જણાવી દઈએ કે ઈબ્રાહિમ ઝદરાને આ મેચમાં ક્યા રેકોર્ડ બનાવ્યા છે.

 

ઈબ્રાહિમ ઝદરાને બનાવ્યા ઐતિહાસિક રેકોર્ડ

ઈબ્રાહિમે પોતાની ટીમ માટે 177 રનની ઈનિંગ રમી. આ સાથે, તેને માત્ર 35 ODI મેચોમાં તેની છઠ્ઠી સદી ફટકારી. આ પહેલા 7 વધુ બેટ્સમેનોએ આ સિદ્ધિ મેળવી હતી. ભારતીય ટીમના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પોતાની પહેલી 35 વનડેમાં ફક્ત 4 સદી ફટકારી શક્યો હતો.

આ પણ  વાંચો - Virat Kohli ને જાદુઈ સદીનું મળ્યું ઈનામ, ICC એ આપ્યા ખુશીના સમાચાર

ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર

ઈબ્રાહિમ ઝદરાને ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવ્યો છે. આ પહેલા આ રેકોર્ડ ઈંગ્લેન્ડના બેન ડકેટના નામે હતો, જેને ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઓસ્ટ્રેલિયા સામે 165 રન બનાવ્યા હતા. ઝદરાને હવે ઈંગ્લેન્ડ સામે 177 રન બનાવ્યા છે.

આ પણ  વાંચો - Harbhajan Singhએ નોંધાવી FIR,શાબ્દિક યુદ્ધ બાદ રેકોર્ડ કર્યો કોલ

અફઘાનિસ્તાન માટે સૌથી વધુ વ્યક્તિગત સ્કોર

અફઘાનિસ્તાન માટે વનડે ક્રિકેટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ અગાઉ ઈબ્રાહિમ ઝદરાનના નામે હતો. તેને વર્ષ 2022 માં શ્રીલંકા સામે 162 રન બનાવ્યા હતા. હવે ઈંગ્લેન્ડ સામે 177 રનની ઈનિંગ રમીને તેને પોતાનો જ રેકોર્ડ સુધાર્યો છે.

આ પણ  વાંચો - AFG vs ENG : ટુર્નામેન્ટમાં ટકી રહેવા આજે બંને ટીમો ઉતરશે મેદાને, રાશિદ ઇતિહાસ રચવાની નજીક

પાકિસ્તાની ધરતી પર સૌથી વધુ વ્યક્તિગત સ્કોર

ઈબ્રાહિમ ઝદરાન હવે પાકિસ્તાનની ધરતી પર સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં જોડાઈ ગયો છે. તેની આગળ ગેરી કર્સ્ટન (188), વિવ રિચાર્ડ્સ (181) અને ફખર ઝમાન (180) છે. આ લિસ્ટમાં ઈબ્રાહિમ ઝદરાન ચોથા સ્થાને છે.

આ પણ  વાંચો - IPL રમતી વખતે ટીમ ઈન્ડિયા કરશે આ કામ! BCCIનો મોટો નિર્ણય!

અફઘાનિસ્તાન માટે સૌથી વધુ સદીઓ

અફઘાનિસ્તાન માટે સૌથી વધુ વનડે સદી ફટકારવાના મામલે ઈબ્રાહિમ ઝદરાન હવે બીજા સ્થાને આવી ગયો છે. ઈબ્રાહિમ ઝદરાને અત્યાર સુધીમાં 6 ODI સદી ફટકારી છે. આ લિસ્ટમાં ટોપ પર રહેમાનુલ્લાહ ગુરબાઝ છે, જેને પોતાની ODI કારકિર્દીમાં 8 સદી ફટકારી છે.

 

અફઘાનિસ્તાન માટે બેસ્ટ ODI એવરેજ

ઈબ્રાહિમ ઝદરાન 177 રન બનાવ્યા બાદ 50 થી વધુની એવરેજ ધરાવતો પ્રથમ અફઘાનિસ્તાન ખેલાડી બન્યો. ઈંગ્લેન્ડ સામેની મેચ પહેલા, તેની એવરેજ 47 ની આસપાસ હતી. અત્યાર સુધીમાં તેને 35 વનડે ઈનિંગ્સમાં 51.06ની સરેરાશથી 1634 રન બનાવ્યા છે.

Tags :
AFG vs ENGChampions Trophy 2025CricketCricket NewsIbrahim Zadran AFG vs ENGIbrahim Zadran CenturyJoe Rootjofra archerJos ButtlerLatest Cricket NewsShrutiHaasan
Next Article