ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટીમ ઓફ ધ ટુર્નામેન્ટની કરી જાહેરાત,જાણો કોને મળ્યું સ્થાન

ICC Champions Trophy ટુર્નામેન્ટની કરી જાહેરાત ઈંગ્લેન્ડના એક પણ ઈલેવનમાં સ્થાન મળ્યું નથી ચેમ્પિયન્સ ટ્રોફીમાં 5 ભારતીયોનો સ્થાન મળ્યું ICC Champions Trophy : ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની બેસ્ટ ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં 12મા બેસ્ટ ખેલાડીનો પણ સમાવેશ...
08:02 PM Mar 10, 2025 IST | Hiren Dave
ICC Champions Trophy ટુર્નામેન્ટની કરી જાહેરાત ઈંગ્લેન્ડના એક પણ ઈલેવનમાં સ્થાન મળ્યું નથી ચેમ્પિયન્સ ટ્રોફીમાં 5 ભારતીયોનો સ્થાન મળ્યું ICC Champions Trophy : ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની બેસ્ટ ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં 12મા બેસ્ટ ખેલાડીનો પણ સમાવેશ...
ICC Champions Trophy Team of the Tournament

ICC Champions Trophy : ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની બેસ્ટ ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં 12મા બેસ્ટ ખેલાડીનો પણ સમાવેશ થાય છે. સૌથી રસપ્રદ વાત એ છે કે પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવી મોટી ટીમોના એક પણ ખેલાડીને બેસ્ટ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું નથી.ચેમ્પિયન્સ ટ્રોફીના બેસ્ટ 11 ખેલાડીઓમાં પાંચ ભારતીયોનો સમાવેશ થાય છે. ચેમ્પિયન્સ ટ્રોફીની બેસ્ટ (ICC Champions Trophy Team of the Tournament)પ્લેઈંગ ઈલેવનમાં ન્યુઝીલેન્ડના ચાર અને અફઘાનિસ્તાનના બે ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

 

ભારતના 5 ખેલાડીઓનો સમાવેશ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની બેસ્ટ ટીમમાં સામેલ પાંચ ભારતીય ખેલાડીઓના નામ Virat Kohli, Shreyas Iyer, KL Rahul, Mohammed Shami અને Varun Chakravarthy છે. 12મા ખેલાડી તરીકે એક ભારતીય ( Axar Patel ) ને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ સમગ્ર ટુર્નામેન્ટમાં વિરાટ કોહલીએ 218 રન બનાવ્યા હતા, જ્યારે શ્રેયસ ઐયરે 243 રન બનાવ્યા હતા. ઐયર 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ હતો. મોહમ્મદ શમી અને વરુણ ચક્રવર્તી બંનેએ 9-9 વિકેટ લઈને ભારતને વિજેતા બનાવવામાં મોટો ફાળો આપ્યો.

આ પણ  વાંચો -Ravindra Jadeja એ નિવૃત્તિ પર તોડ્યું મૌન! ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ

ન્યુઝીલેન્ડના 4 ખેલાડીઓ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ અને ગોલ્ડન બેટ એવોર્ડ જીતનાર રચિન રવિન્દ્રને ઓપનિંગ બેટ્સમેનનું સ્થાન મળ્યું. તેને ટુર્નામેન્ટમાં 263 રન બનાવ્યા અને 3 વિકેટ પણ લીધી. તેમના સિવાય મેટ હેનરીને પણ સ્થાન મળ્યું, જેને ગોલ્ડન બોલ એવોર્ડ જીત્યો. હેનરીએ ટુર્નામેન્ટમાં કુલ 10 વિકેટ લીધી. તેના સિવાય ગ્લેન ફિલિપ્સ અને મિચેલ સેન્ટનરને પણ બેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. સેન્ટનરને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

આ પણ  વાંચો -IPL માં તમાકુ-દારૂની જાહેરાતો પર પ્રતિબંધની ઉઠી માગ

ચેમ્પિયન્સ ટ્રોફીની બેસ્ટ પ્લેઈંગ ઈલેવન

રચિન રવિન્દ્ર, ઈબ્રાહિમ ઝદરાન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, અઝમતુલ્લાહ ઉમરઝાઈ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), મોહમ્મદ શમી, મેટ હેનરી, વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ (12મો ખેલાડી)

Tags :
Axar PatelAzmatullah UmarzaiGlenn Phillipsibrahim zadranICC Champions TrophyICC Champions Trophy Team of the TournamentIND vs NZkl rahulMatt HenryMitchell SantnerMohammed ShamiRachin Ravindrarohit sharmashreyas iyerTeam IndiaVarun ChakrabortyVirat Kohli
Next Article