ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ICC એ શ્રીલંકાના સ્ટાર ક્રિકેટર પર મૂક્યો 5 વર્ષનો પ્રતિબંધ, જાણો કયા કારણે કરાઈ કાર્યવાહી

ICC એ શ્રીલંકાના સ્ટાર ક્રિકેટર પર મૂક્યો 5 વર્ષનો પ્રતિબંધ મેચ ફિક્સિંગ સંડોવણીના આરોપસર ICC મોટી કાર્યવાહી ICC ભ્રષ્ટાચાર વિરોધી ટ્રિબ્યુનલ દ્વારા કરવામાં આવી હતી ICC : શ્રીલંકાના પૂર્વ સ્થાનિક ક્રિકેટર (Sri Lankan crickete)સલિયા સામન પર કાર્યવાહી કરવામાં આવી...
10:25 PM Aug 15, 2025 IST | Hiren Dave
ICC એ શ્રીલંકાના સ્ટાર ક્રિકેટર પર મૂક્યો 5 વર્ષનો પ્રતિબંધ મેચ ફિક્સિંગ સંડોવણીના આરોપસર ICC મોટી કાર્યવાહી ICC ભ્રષ્ટાચાર વિરોધી ટ્રિબ્યુનલ દ્વારા કરવામાં આવી હતી ICC : શ્રીલંકાના પૂર્વ સ્થાનિક ક્રિકેટર (Sri Lankan crickete)સલિયા સામન પર કાર્યવાહી કરવામાં આવી...
Sri Lankan cricketer

ICC : શ્રીલંકાના પૂર્વ સ્થાનિક ક્રિકેટર (Sri Lankan crickete)સલિયા સામન પર કાર્યવાહી કરવામાં આવી છે. મેચ ફિક્સિંગ સંડોવણીના આરોપસર ICC (International Cricket Council) દ્વારા સલિયા પર પાંચ વર્ષ માટે ક્રિકેટમાંથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સલિયા સામને 2021 માં યોજાયેલી અબુ ધાબી T10 લીગ દરમિયાન અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB) ના એન્ટી કરપ્શન સંહિતા સંબંધિત જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું હતું. જેના કારણે સલિયા સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.

મેચ ફિક્સિંગ સંડોવણીના આરોપસર કરાયો આ નિર્ણય

અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB) ના ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાના ઉલ્લંઘનની તપાસ સ્વતંત્ર આઈસીસી ભ્રષ્ટાચાર વિરોધી ટ્રિબ્યુનલ દ્વારા કરવામાં આવી હતી. સુનાવણી પછી ટ્રિબ્યુનલે જાણ્યું કે સલિયા સામને માત્ર મેચને પ્રભાવિત કરવાની કોશિશ કરવા ઉપરાંત ખેલાડીઓને ભ્રષ્ટ આચરણમાં સામેલ કરવા પુરસ્કારો પણ આપ્યા હતા.

આ પણ  વાંચો -'ધોનીએ બહાર કર્યા પછી નિવૃત્તિનો હતો વિચાર પણ..!' Virender Sehwag નું ચોંકાવનારું નિવેદન

ભ્રષ્ટાચાર વિરોધી અધિકારીની નિમણૂક કરી હતી

ICC એ આ ટુર્નામેન્ટ માટે એક ભ્રષ્ટાચાર વિરોધી અધિકારીની નિમણૂક કરી હતી. જેમણે સમયસર આ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા. સપ્ટેમ્બર 2023 માં સલિયા સહિત આઠ લોકો સામે આરોપો ઘડવામાં આવ્યા હતા. તેમના પર એ જ તારીખ (13 સપ્ટેમ્બર 2023) થી પ્રતિબંધ અમલ ગણાશે, જ્યારે અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

આ પણ  વાંચો -Arjun Tendulkar : સચિન તેંડુલકરના દીકરા અર્જુનની થઈ સગાઈ

સલિયા સમન સહિત 8 લોકો પર નીચેના આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા

ઘરેલુ ક્રિકેટમાં સમનની કારકિર્દી

સલિયા સમાન વિશે વાત કરીએ તો, તેને શ્રીલંકાના ઘરેલુ ક્રિકેટમાં એક મહત્વપૂર્ણ ખેલાડી માનવામાં આવે છે, જેમાં તેણે 101 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, આ ઉપરાંત સમને 77 લિસ્ટ-એ અને 47 ટી20 મેચ પણ રમી છે. સલિયા સમાને માર્ચ 2021 માં શ્રીલંકામાં આયોજિત ટી20 ટુર્નામેન્ટમાં વ્યાવસાયિક ક્રિકેટમાં તેની છેલ્લી મેચ રમી હતી.

Tags :
Gujrata FirstICCInternational Cricket Councilsaliya samanSri Lanka cricket team
Next Article