ICC Chairman: ICC ચેરમેન જયભાઈ શાહનું મોટું નિવેદન, 2036 ઓલિમ્પિક ગુજરાતમાં યોજવાનો ભારતનો લક્ષ્ય, 100 મેડલનો સંકલ્પ
- ICC Chairman: ICC ચેરમેન જયભાઈ શાહનું મોટું નિવેદન
- વર્ષ 2036માં યોજાનારી ઓલિમ્પિક ગુજરાતમાં થશે
- ભારત 100 મેડલ હાંસલ કરે તેવો લક્ષ્ય
ICC Chairman: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (International Cricket Council) (ICC) ના ચેરમેન જયભાઈ શાહે વર્ષ 20236 માં આયોજિત ઓલિમ્પિક ગેમ્સ (Olympic Games) ને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ભારત 2030માં કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) નું સફળ આયોજન કર્યા બાદ, વર્ષ 2036 ઓલિમ્પિક ગેમ્સ ગુજરાતમાં યોજવાનો લક્ષ્ય રાખે છે. આ નિવેદન તેમણે સુરતમાં આયોજિત ‘રન ફોર ગર્લ ચાઇલ્ડ’ (Run for Girl Child) મેરેથોન દરમિયાન આપ્યું હતું.
જયભાઈ શાહે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં રમતગમતના માળખાને મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતમાં લાવવામાં PM મોદીની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. એ જ દિશામાં આગળ વધીને વર્ષ 2036 ઓલિમ્પિકનું આયોજન કરવાનો ભારતનો સંકલ્પ છે. સાથે જ તેમણે 2036 ઓલિમ્પિકમાં ભારત માટે ઓછામાં ઓછા 100 મેડલ જીતવાનું લક્ષ્ય જાહેર કર્યું હતું.
ICC Chairman: અમદાવાદને 2030 CWG યજમાની
જયભાઈ શાહે જણાવ્યું કે, અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની એ મળવી ભારત માટે ગૌરવની વાત છે. આ ભારત દ્વારા બીજી વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન હશે. અગાઉ 2010માં નવી દિલ્હીમાં CWG યોજાઈ હતી. તેમણે કહ્યું કે વર્ષ 2024 પેરિસ ઓલિમ્પિકમાં ભારતે 8 મેડલ જીત્યા હતા. પરંતુ 2036 સુધીમાં દેશે મેડલ ટેલી (Medal tally) ને ઐતિહાસિક ઊંચાઈએ પહોંચાડવી જોઈએ.
ICC Chairman: ગુજરાત અને મહિલા ખેલાડીઓ પર વિશેષ વિશ્વાસ
જયભાઈ શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, 2036 ઓલિમ્પિકમાં ગુજરાતના ખેલાડીઓ ઓછામાં ઓછા 10 મેડલ જીતશે. જેમાંથી બે મેડલ ગુજરાતની મહિલા ખેલાડીઓ તરફથી આવશે. તેમણે દેશમાં મહિલા રમતગમતના વધતા પ્રભાવની પ્રશંસા કરી અને જણાવ્યું કે રમતગમતમાં મહિલાઓની ભાગીદારી સતત વધી રહી છે.
સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌર યુવા આદર્શ
ભારતીય ક્રિકેટ અંગે બોલતા જયભાઈ શાહે પુરુષ ટીમના 2024 T20 વર્લ્ડ કપ અને 2025 ચેમ્પિયન્સ ટ્રોફીના પ્રદર્શનની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, હવે માતાપિતા માત્ર પુત્રોને વિરાટ કોહલી (Virat Kohli) જેવા બનતા જોવા માંગતા નથી. પરંતુ પુત્રીઓને પણ સ્મૃતિ મંધાના (Smriti Mandhana) અને હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) જેવી ક્રિકેટર બનતી જોવા ઇચ્છે છે. આ ભારતીય મહિલા રમતગમત માટે પ્રેરણાદાયક બદલાવ છે.
આ પણ વાંચો-----Jamnagar : ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડીઓ Vantara ના મહેમાન બન્યા
આ પણ વાંચો-----T20 World Cup : બાંગ્લાદેશની ટીમ ભારતમાં રમવા નહીં આવે


