ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ICC Champions Trophy 2025 : અફઘાનિસ્તાનને નડ્યો વરસાદ! હવે દુઆ કરશે કે આજે ઈંગ્લેન્ડ જીતે

ICC Champions Trophy 2025ની 10મી મેચમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો, પરંતુ વરસાદે આ રમતને અધવચ્ચે જ રોકી દીધી. આ મેચ 28 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી.
08:43 AM Mar 01, 2025 IST | Hardik Shah
ICC Champions Trophy 2025ની 10મી મેચમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો, પરંતુ વરસાદે આ રમતને અધવચ્ચે જ રોકી દીધી. આ મેચ 28 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી.
ICC Champions Trophy 2025 Afghanistan vs Australia rain

AFG vs AUS : ICC Champions Trophy 2025ની 10મી મેચમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો, પરંતુ વરસાદે આ રમતને અધવચ્ચે જ રોકી દીધી. આ મેચ 28 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયા સામે 274 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. જવાબમાં, ઓસ્ટ્રેલિયાએ 12.5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 109 રન બનાવ્યા હતા, પરંતુ ત્યારબાદ વરસાદ અને ભીના આઉટફિલ્ડે રમતને આગળ વધવા દીધી નહીં. આખરે મેચ રદ થતાં બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યો, જેના પરિણામે ઓસ્ટ્રેલિયા 4 પોઈન્ટ સાથે સેમિફાઈનલમાં પ્રવેશી ગયું.

અફઘાનિસ્તાનની સેમિફાઈનલની આશા ઝાંખી

અફઘાનિસ્તાન માટે આ પરિણામ નિરાશાજનક રહ્યું, કારણ કે તેમના હવે 3 મેચ બાદ માત્ર 3 પોઈન્ટ છે. જોકે, તેમની સેમિફાઈનલમાં પહોંચવાની શક્યતા હજું પણ જીવંત છે. જોકે, અફઘાન ટીમ માટે એકમાત્ર આશા એ છે કે 1 માર્ચ, શનિવારે ઈંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકાને મોટા માર્જિનથી હરાવે. જો આવું થશે તો અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા બંનેના 3-3 પોઈન્ટ થશે, અને સેમિફાઈનલની ટીમ નેટ રન રેટના આધારે નક્કી થશે. જોકે, દક્ષિણ આફ્રિકાનો નેટ રન રેટ ( 2.140) ખૂબ જ મજબૂત છે, જ્યારે અફઘાનિસ્તાનનો નેટ રન રેટ (-0.990) નબળો છે. આવી સ્થિતિમાં, અફઘાન ટીમની આગળ વધવાની શક્યતા લગભગ ખતમ થઈ ગઈ છે.

ગ્રુપ Bની સ્થિતિ: ઓસ્ટ્રેલિયા ટોચ પર

Champions Trophy ના ગ્રુપ B માં ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયા 4 પોઈન્ટ સાથે ગ્રુપમાં ટોચ પર છે, જેમાં એક જીત અને બે અનિર્ણિત મેચનો સમાવેશ થાય છે. દક્ષિણ આફ્રિકા 2 મેચમાં 3 પોઈન્ટ (એક જીત અને એક અનિર્ણિત) સાથે બીજા સ્થાને છે. અફઘાનિસ્તાન 3 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે, જ્યારે ઈંગ્લેન્ડ એકપણ પોઈન્ટ વિના ચોથા સ્થાને છે અને સેમિફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે. ગ્રુપ A માંથી ભારત અને ન્યૂઝીલેન્ડ પહેલેથી જ સેમિફાઈનલમાં પોતાની જગ્યા નિશ્ચિત કરી ચૂક્યા છે.

ઓસ્ટ્રેલિયાની બેટિંગ: હેડની શાનદાર ફિફ્ટી

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે શાનદાર શરૂઆત કરી હતી. ઓપનર્સ ટ્રેવિસ હેડ અને મેથ્યુ શોર્ટે 4.3 ઓવરમાં 44 રનની ભાગીદારી કરી. અઝમતુલ્લાહ ઉમરઝાઈએ શોર્ટને આઉટ કરીને આ જોડી તોડી, જેણે 15 બોલમાં 20 રન (3 ચોગ્ગા, 1 છગ્ગો) બનાવ્યા. ત્યારબાદ સ્ટીવ સ્મિથ અને હેડે શાનદાર રમત બતાવી અને 65 રનની ભાગીદારી કરી. હેડે માત્ર 34 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, પરંતુ વરસાદે મેચ અટકાવી ત્યારે તે 40 બોલમાં 59 રન (9 ચોગ્ગા, 1 છગ્ગો) અને સ્મિથ 22 બોલમાં 19 રન (2 ચોગ્ગા) બનાવીને અણનમ હતા.

અફઘાનિસ્તાનની ઇનિંગ્સ: અટલ અને ઉમરઝાઈનું યોગદાન

ટોસ જીતીને બેટિંગ માટે ઉતરેલી અફઘાન ટીમે 50 ઓવરમાં 273 રન બનાવ્યા. શરૂઆત નિરાશાજનક રહી જ્યારે રહેમાનુલ્લાહ ગુરબાઝ પહેલી જ ઓવરમાં શૂન્ય પર સ્પેન્સર જોહ્ન્સનનો શિકાર બન્યો. ત્યારબાદ સિદીકુલ્લાહ અટલ અને ઈબ્રાહિમ ઝદરાને 67 રનની ભાગીદારી કરી. ઝદરાન (22) એડમ ઝામ્પાના બોલ પર આઉટ થયો, જ્યારે રહેમત શાહ (12) ગ્લેન મેક્સવેલના બોલ પર કેચ આઉટ થયો. અટલે પછી હશમતુલ્લાહ શાહિદી સાથે 68 રન જોડ્યા અને 95 બોલમાં 85 રન (6 ચોગ્ગા, 3 છગ્ગા) બનાવીને સ્પેન્સર જોહ્ન્સનનો શિકાર બન્યો. શાહિદી (20) ઝામ્પાના બોલ પર આઉટ થયો, જ્યારે મોહમ્મદ નબી (1) રન આઉટ થયો અને ગુલબદ્દીન નાયબ (4) નાથન એલિસનો શિકાર બન્યો. અઝમતુલ્લાહ ઉમરઝાઈ અને રાશિદ ખાને 36 રનની ભાગીદારી કરી. રાશિદ (19) બેન દ્વારશુઈસના બોલ પર આઉટ થયો, પરંતુ ઉમરઝાઈએ 63 બોલમાં 67 રન (1 ચોગ્ગો, 5 છગ્ગા) ફટકારીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી. છેલ્લી ઓવરમાં ઉમરઝાઈ અને નૂર અહમદ દ્વારશુઈસના શિકાર બન્યા. ઓસ્ટ્રેલિયા તરફથી દ્વારશુઈસે 3, જોહ્ન્સન અને ઝામ્પાએ 2-2, જ્યારે એલિસ અને મેક્સવેલે 1-1 વિકેટ ઝડપી.

આ પણ વાંચો :  AFG vs AUS : લાહોરમાં મેઘરાજા બગાડી શકે છે મેચ! જો વરસાદ પડ્યો તો શું થશે? જાણો

Tags :
AFG vs AUSAfghanistan vs South Africa qualificationAfghanistan's semifinal hopesAustralia enters semifinalsaustralia vs afghanistanAzmatullah Omarzai inningsBen Dwarshuis wicketsEngland vs South Africa crucial matchGroup B standingsGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahICC CHAMPIONS TROPHY 2025Lahore Gaddafi StadiumNet Run Rate battleRain-affected matchSpencer Johnson bowlingTravis Head fifty
Next Article