ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Champions Trophy 2025 : ટીમ ઈન્ડિયાની નવી જર્સી પર લખાયું 'Pakistan' નું નામ, જાણો કારણ

ટીમ ઈન્ડિયાની ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટેની નવી જર્સી રિલીઝ કરવામાં આવી છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. જણાવી દઇએ કે, Champions Trophy 2025 આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે.
02:37 PM Feb 18, 2025 IST | Hardik Shah
ટીમ ઈન્ડિયાની ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટેની નવી જર્સી રિલીઝ કરવામાં આવી છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. જણાવી દઇએ કે, Champions Trophy 2025 આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે.
ICC Champions Trophy 2025 name Pakistan written Team India new jersey

Champions Trophy 2025 : ટીમ ઈન્ડિયાની ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટેની નવી જર્સી રિલીઝ કરવામાં આવી છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. જણાવી દઇએ કે, Champions Trophy 2025 આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે. જેમાં પહેલી મેચ 19 ફેબ્રુઆરીએ કરાચીના નેશનલ સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ (PAK vs NZ) વચ્ચે રમાશે. ભારતીય ટીમ પોતાનું અભિયાન 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામેની મેચથી શરૂ કરશે. ટુર્નામેન્ટ માટે બધી જ ટીમો ખૂબ જોરશોરથી તૈયારીમાં લાગી છે, જેમાં ભારતીય ટીમ પણ દુબઈમાં સખત મહેનત કરી રહી છે.

ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (Champions Trophy 2025) શરૂ થવાના એક દિવસ પહેલા, BCCI એ ટીમ ઈન્ડિયાની નવી જર્સીનો પહેલો લુક જાહેર કર્યો, જે ચાહકો માટે ચર્ચાનો વિષય બની ગયો છે. આ જર્સી પર યજમાન દેશ પાકિસ્તાનનું નામ લખેલું જોવા મળ્યું, જેનાથી અનેક પ્રશંસકો આશ્ચર્યચકિત થયા છે. BCCI એ સોશિયલ મીડિયા પર કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર સહિત તમામ 15 ખેલાડીઓની તસવીરો શેર કરી, જેમાં તેઓ નવી જર્સી પહેરીને ફોટોશૂટ કરાવતા જોવા મળ્યા. આ અનોખી જર્સી પરની ચર્ચા સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ICC દ્વારા આયોજિત ટૂર્નામેન્ટમાં દરેક ટીમની જર્સી પર વર્લ્ડ કપ અથવા ચેમ્પિયન્સ ટ્રોફીના વિજેતા દેશોના નામો લખવામાં આવે છે. 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાવાની છે, અને પાકિસ્તાન 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીનો વિજેતા છે. આ જ કારણ છે કે ભારતની નવી જર્સી પર પાકિસ્તાનનું નામ જોવા મળ્યું. આવી જ પદ્ધતિ પહેલા પણ અન્ય ICC ટૂર્નામેન્ટમાં અપનાવવામાં આવી છે.

જર્સી પર જોવા મળ્યું યજમાન દેશનું નામ

ભલે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 હાઇબ્રિડ મોડેલ હેઠળ રમાઈ રહી હોય, પણ ટુર્નામેન્ટનું આયોજન પાકિસ્તાન પાસે છે, જેના કારણે દરેક ટીમની જર્સી પર યજમાન દેશનું નામ લખવું ફરજિયાત છે. નિયમન મુજબ, ચેમ્પિયન્સ ટ્રોફી માટે લૉન્ચ થનાર દરેક ટીમની જર્સી પર "Pakistan" લખેલું હશે. અગાઉ એવી અટકળો હતી કે ભારતીય ટીમની જર્સી પર પાકિસ્તાનનું નામ નહી દેખાય, પરંતુ હવે નવા ડિઝાઇન સાથે જર્સી જાહેર થતા આ મુદ્દો વધુ ચર્ચાઈ રહ્યો છે. આ મામલે પાકિસ્તાનમાંથી પણ મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

ચેમ્પિયન્સ ટ્રોફી, 2025 માટે ટીમ ઈન્ડિયા

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી.

આ પણ વાંચો :  પાકિસ્તાને Champions Trophy 2025 પહેલા જ પોતાનો ઉડાવ્યો મજાક!

Tags :
BCCIBCCI Jersey LaunchCHAMPIONS TROPHYChampions Trophy 2025CricketGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahICCICC Hybrid Model TournamentICC Tournament RulesIND Vs BANIND vs PAKindia cricket new jerseyIndia Jersey ControversyIndia new jerseyIndia New Jersey 2025india vs Bangladesh matchNew JerseyPAK vs NZPAK vs NZ Champions TrophyPakistanPakistan Hosting Champions TrophyPakistan Name on India Jerseyrohit sharmaRohit Sharma CaptainSocial Media ReactionsTeam IndiaTeam India Jerseyteam india new jerseyTeam India Squad 2025Virat KohliVirat Kohli Champions Trophy
Next Article