ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રોહિત શર્મા નંબર 1, કોહલી બીજા ક્રમે! ICC રેન્કિંગમાં ભારતીય ક્રિકેટરોનો દબદબો

ICCની નવી ODI રેન્કિંગમાં ભારતીય ક્રિકેટરોનો દબદબો જોવા મળ્યો છે. સતત રન બનાવવાથી વિરાટ કોહલી બે સ્થાનની છલાંગ સાથે બીજા સ્થાને પહોંચ્યા છે, જ્યારે રોહિત શર્મા પહેલા સ્થાને જળવાઈ રહ્યા છે. બોલિંગમાં કુલદીપ યાદવને મોટો ફાયદો થયો છે અને તે ત્રણ સ્થાનના સુધારા સાથે ત્રીજા સ્થાને આવ્યા છે. T20 રેન્કિંગમાં અભિષેક શર્મા બેટ્સમેનોમાં અને વરુણ ચક્રવર્તી બોલરોમાં પ્રથમ સ્થાને છે. આ અપડેટમાં ભારતે ટોચના ક્રમે વર્ચસ્વ જમાવ્યું છે.
03:48 PM Dec 10, 2025 IST | Mihirr Solanki
ICCની નવી ODI રેન્કિંગમાં ભારતીય ક્રિકેટરોનો દબદબો જોવા મળ્યો છે. સતત રન બનાવવાથી વિરાટ કોહલી બે સ્થાનની છલાંગ સાથે બીજા સ્થાને પહોંચ્યા છે, જ્યારે રોહિત શર્મા પહેલા સ્થાને જળવાઈ રહ્યા છે. બોલિંગમાં કુલદીપ યાદવને મોટો ફાયદો થયો છે અને તે ત્રણ સ્થાનના સુધારા સાથે ત્રીજા સ્થાને આવ્યા છે. T20 રેન્કિંગમાં અભિષેક શર્મા બેટ્સમેનોમાં અને વરુણ ચક્રવર્તી બોલરોમાં પ્રથમ સ્થાને છે. આ અપડેટમાં ભારતે ટોચના ક્રમે વર્ચસ્વ જમાવ્યું છે.

VIRAT ROHIT ICC RANKING : આઈસીસી (ICC) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની વન-ડે રેન્કિંગમાં ભારતીય ક્રિકેટરોએ પોતાનો પ્રભાવ જાળવી રાખ્યો છે. વિરાટ કોહલીને છેલ્લી ત્રણ મેચોમાં સતત રન બનાવવાનો જબરદસ્ત ફાયદો થયો છે. આ મોટી છલાંગ સાથે તે બેટ્સમેનોની રેન્કિંગમાં બે સ્થાનના સુધારા સાથે બીજા સ્થાને પહોંચી ગયા છે. તેમના ઉપરાંત, રોહિત શર્મા પણ ટોચના સ્થાને એટલે કે પહેલા ક્રમે જળવાઈ રહ્યા છે. ટોચના બે સ્થાનો પર આ બંને દિગ્ગજ ભારતીય બેટ્સમેનોનું વર્ચસ્વ જોવા મળ્યું છે, જે વિશ્વ ક્રિકેટમાં ચર્ચાનો વિષય બન્યું છે.

VIRAT ROHIT ICC RANKING : વન-ડે બેટિંગ રેન્કિંગ

રોહિત શર્મા હાલમાં 781 રેટિંગ પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાન પર છે, જ્યારે વિરાટ કોહલી 773 રેટિંગ પોઈન્ટ્સ સાથે બીજા ક્રમે છે. આ બંને વચ્ચેનું અંતર અત્યંત ઓછું હોવાથી, આગામી સિરીઝમાં કોહલી રોહિત શર્માને પણ પાછળ છોડીને પ્રથમ સ્થાન હાંસલ કરી શકે છે.

શુભમન ગિલની રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી અને તે પોતાનું પાંચમું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા છે. કોહલીએ ડેરિલ મિચેલ અને ઈબ્રાહિમ ઝાહરાનને પાછળ ધકેલ્યા છે. જોકે, અન્ય એક ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યરને નુકસાન થયું છે. અય્યર એક સ્થાન નીચે ઉતરીને દસમા નંબર પર આવી ગયા છે.

બોલરોની રેન્કિંગમાં કુલદીપનો ઉછાળો

એક દિવસીય ક્રિકેટમાં બોલરોની રેન્કિંગમાં પણ ભારતીયોની ધાક જોવા મળી છે. સ્પિનર ​​કુલદીપ યાદવને ત્રણ સ્થાનનો મોટો ફાયદો થયો છે અને તે હવે ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. અફઘાનિસ્તાનના રાશિદ ખાન હજુ પણ પ્રથમ સ્થાન પર ટકી રહ્યા છે. બીજી તરફ, ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની રેન્કિંગમાં બે સ્થાનનો ઘટાડો થયો છે અને તે 16મા સ્થાને છે.

T20 રેન્કિંગમાં ઓલરાઉન્ડર અભિષેક શર્મા પહેલા સ્થાને

ટી20 રેન્કિંગની વાત કરીએ તો, ઓલરાઉન્ડર અભિષેક શર્મા બેટ્સમેનોની યાદીમાં મજબૂતીથી પહેલા સ્થાન પર જળવાઈ રહ્યા છે. જોકે, બેટ્સમેન તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવને એક-એક સ્થાનનું નુકસાન થયું છે. તિલક વર્મા હવે છઠ્ઠા સ્થાને છે જ્યારે સૂર્યકુમાર યાદવ દસમા સ્થાને છે. ટી20 બોલિંગ રેન્કિંગમાં વરુણ ચક્રવર્તીએ પહેલું સ્થાન હાંસલ કર્યું છે.

સાઉથ આફ્રિકા સામેની શ્રેણીમાં ભારતીય ટીમના આ બંને દિગ્ગજ બેટ્સમેનોના પ્રદર્શનને કારણે વન-ડે રેન્કિંગમાં ભારતીયોનો દબદબો જોવા મળ્યો છે, જેની ચર્ચા સોશિયલ મીડિયા પર જોરશોરથી ચાલી રહી છે.

આ પણ વાંચો : લગ્ન તૂટ્યા બાદ સ્મૃતિ મંધાનાની નવી પોસ્ટ: "શાંતિ એટલે મૌન નહીં, પણ નિયંત્રણ"

Tags :
Cricket NewsICC RankingIndian Cricket TeamKuldeep YadavODI RankingRavindra Jadejarohit sharmaShubman GillVirat Kohli
Next Article