ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવા કવાયત તેજ, 128 વર્ષ બાદ થઈ રહી છે વાપસી
- ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવા કવાયત તેજ
- ICC અધ્યક્ષ જય શાહ IOC પ્રમુખ થૉમસ બાકને મળ્યા
- 30 જાન્યુઆરીએ લુસાનેમાં મળવાની છે IOCની બેઠક
- અગાઉ બ્રિસ્બેનમાં સિંડી હુક, નિક હૉકલેને મળ્યાં હતા
- 2032ની ઓલિમ્પિકમાં ક્રિકેટને સમાવવા માટે પ્રયાસ
- 128 વર્ષ બાદ ઓલિમ્પિકમાં ક્રિકેટની થઈ રહી છે વાપસી
- 2028માં લોસ એન્જિલસ ઓલિમ્પિકમાં ક્રિકેટ સામેલ
30 જાન્યુઆરીથી લુસાનેમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) ના ખાસ સત્ર પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ના અધ્યક્ષ જય શાહે IOC ના અધ્યક્ષ થોમસ બાક સાથે મુલાકાત કરી. 2028માં લોસ એન્જલસમાં યોજાનારી ઓલિમ્પિક રમતોમાં ક્રિકેટનો સમાવેશ થઈ રહ્યો છે, જેને લઇને આ બેઠકને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી હતી. ICC દ્વારા ટ્વિટર પર આ મુલાકાતની તસવીરો શેર કરવામાં આવી હતી. ICC એ ટ્વીટ મારફતે જણાવ્યું હતું કે, "ક્રિકેટને ઓલિમ્પિક રમત તરીકે સ્વીકારવાના પ્રયાસો ચાલી રહ્યા છે."
જય શાહના પ્રયાસો
જય શાહ, જેઓ 1 ડિસેમ્બર 2024ના રોજ ICC અધ્યક્ષ બન્યા હતા, તેઓ સતત ઓલિમ્પિકમાં ક્રિકેટના સમાવેશ માટે પ્રયત્નશીલ છે. અગાઉ તેમણે 2032ના બ્રિસ્બેન ઓલિમ્પિક માટે પણ આયોજન સમિતિના વડા સિન્ડી હૂક અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના CEO નિક હોકલી સાથે મળી ચર્ચા કરી હતી. શાહ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન બ્રિસ્બેનમાં હતા જ્યાં તેમણે 2032ના બ્રિસ્બેન ઓલિમ્પિક ગેમ્સ માટે આયોજન સમિતિના વડા સિન્ડી હૂક અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના CEO નિક હોકલી સાથે પણ મુલાકાત કરી અને 2032ના ઓલિમ્પિક અંગેની તેમની ચિંતાઓ અંગે ચર્ચા કરી. જેથી તેમને ક્રિકેટનો સમાવેશ કરવા માટે મનાવી શકાય.
1900 પછી ક્રિકેટની ઓલિમ્પિકમાં વાપસી
લોસ એન્જલસ ઓલિમ્પિક 2028 દ્વારા 128 વર્ષ પછી ક્રિકેટ ફરીથી ઓલિમ્પિક રમતોમાં પ્રવેશ કરશે. આ પહેલા ક્રિકેટ છેલ્લે 1900માં પેરિસ ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવ્યું હતું. ICC અને IOC વચ્ચેની આ બેઠક ક્રિકેટના ભાવિ ઓલિમ્પિક યુગ માટે મહત્વપૂર્ણ છે, અને ક્રિકેટ ચાહકો માટે આ નોંધપાત્ર ક્ષણ બની શકે છે.
આ પણ વાંચો : IND vs ENG : પહેલી T20I મેચમાં વરસાદની સંભાવના કેટલી? જાણો કેવું રહેશે Weather