ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ICC Rankings : Siraj લાંબી છલાંગ લગાવી આ સ્થાન પર પહોંચ્યો, જાડેજાને થયું મોટું નુકસાન

ICC એ હવે નવી ટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું  ICC રેન્કિંગમાં સિરાજ-પ્રસિદ્ધને થયો ફાયદો શુભમન ગિલને 4 સ્થાનનું નુકસાન થયું   ICC Rankings : એન્ડરસન-તેંડુલકર ટ્રોફી પૂર્ણ થયા પછી ICC એ હવે નવી ટેસ્ટ રેન્કિંગ (ICC Rankings) જાહેર કરી છે....
06:55 PM Aug 06, 2025 IST | Hiren Dave
ICC એ હવે નવી ટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું  ICC રેન્કિંગમાં સિરાજ-પ્રસિદ્ધને થયો ફાયદો શુભમન ગિલને 4 સ્થાનનું નુકસાન થયું   ICC Rankings : એન્ડરસન-તેંડુલકર ટ્રોફી પૂર્ણ થયા પછી ICC એ હવે નવી ટેસ્ટ રેન્કિંગ (ICC Rankings) જાહેર કરી છે....
Mohammed Siraj

 

ICC Rankings : એન્ડરસન-તેંડુલકર ટ્રોફી પૂર્ણ થયા પછી ICC એ હવે નવી ટેસ્ટ રેન્કિંગ (ICC Rankings) જાહેર કરી છે. જેમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. ભારતીય સુપરસ્ટાર જસપ્રીત બુમરાહ હજુ પણ નંબર 1 પર છે.ઈંગ્લેન્ડના ગુસ એટકિન્સનને પણ ઘણો ફાયદો થયો છે. આ નવી રેન્કિંગમાં ઓવલ ટેસ્ટના હીરો મોહમ્મદ સિરાજને (Mohammed Siraj)સૌથી વધુ ફાયદો થયો છે. સુપરસ્ટાર રવિન્દ્ર જાડેજાને નવી ટેસ્ટ રેન્કિંગમાં મોટું નુકસાન થયું છે.

ICC રેન્કિંગમાં મોહમ્મદ સિરાજને થયો મોટો ફાયદો

ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે (Mohammed Siraj)કેનિંગ્ટન ઓવલ ટેસ્ટમાં કુલ 9 વિકેટ લીધી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયાને શાનદાર જીત મળી. મોહમ્મદ સિરાજ હવે નવા ICC ટેસ્ટ રેન્કિંગમાં 12 સ્થાનનો ફાયદો મેળવ્યો છે. મોહમ્મદ સિરાજ હવે 27મા સ્થાનથી 15મા સ્થાને પહોંચી ગયો છે.

આ પણ  વાંચો -ICC Test Rankings : જો રૂટ નંબર વન, યશસ્વી ટોપ-5માં! શુભમન ગિલને ફટકો

રવિન્દ્ર જાડેજાને 3 સ્થાનનું નુકસાન ICC Rankings

રવિન્દ્ર જાડેજાને 3 સ્થાનનું નુકસાન થયું છે. જેના કારણે તે હવે 14મા સ્થાનથી 17મા સ્થાને જોવા મળે છે. 2 સ્થાનના ફાયદા સાથે ઈંગ્લેન્ડના ગુસ એટકિન્સન હવે 11માં સ્થાને પહોંચી ગયો છે. ન્યુઝીલેન્ડના મેટ હેનરીએ ઝિમ્બાબ્વે સામે સારું પ્રદર્શન કર્યું હતું, જેના કારણે તે હવે 4મા સ્થાને પહોંચી ગયો છે.

પ્રસિદ્ધ કૃષ્ણાને પણ થયો મોટો લાભ

ICCના નવા ટેસ્ટ રેન્કિંગમાં ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા પણ 25 સ્થાન આગળ આવી ગયો છે. જેના કારણે તે હવે 59મા નંબરે જોવા મળે છે. 6 સ્થાનના નુકસાન સાથે ફાસ્ટ બોલર આકાશદીપ હવે 57મા ક્રમે જોવા મળે છે.સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પણ 6 સ્થાનના નુકસાન સાથે 52મા નંબરે પહોંચી ગયો છે. ઈંગ્લેન્ડનો જોશ ટંગ 14 સ્થાનના ફાયદા સાથે 46મા નંબરે પહોંચી ગયો છે. આખી સિરીઝ માટે આરામ કરનાર કુલદીપ યાદવ 28મા ક્રમે યથાવત છે.

મોહમ્મદ સિરાજ લંડનથી ઘરે પરત ફર્યા

ઇંગ્લેન્ડ પ્રવાસ પર શાનદાર પ્રદર્શન કર્યા પછી, ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ હવે દેશ પરત ફરવા લાગ્યા છે, જેમાં મોહમ્મદ સિરાજ 6 ઓગસ્ટની સવારે ઘરે પરત ફર્યા હતા જ્યાં તેઓ સીધા તેમના વતન હૈદરાબાદ પહોંચ્યા હતા. સિરાજ ઇંગ્લેન્ડ પ્રવાસ પર બે વાર એક ઇનિંગમાં 5-5 વિકેટ લેવામાં પણ સફળ રહ્યા હતા, આ ઉપરાંત તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન એજબેસ્ટન ટેસ્ટ મેચમાં 70 રનમાં 6 વિકેટ લેવાનું હતું.

Tags :
Akash Deep cricket performanceAkash Deep ICC rankingICC ODI rankings 2025ICC player rankings 2025ICC Rankings 2025ICC rankings update August 2025India fast bowlers rankingIndian bowlers ICC rankingMohammed Siraj ICC rankingMohammed Siraj top bowlerPrasiddha Krishna ICC statsPrasiddha Krishna latest rankingSiraj jumps 12 placesSiraj performance 2025
Next Article