Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

T20 WC: ICC એ ફગાવી પાકિસ્તાનની આકરી શરતો, ભારત-પાક મેચ પર સસ્પેન્સ

શું ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માત્ર કાગળ પર રહી જશે? આઈસીસીએ પાકિસ્તાનની દ્વિપક્ષીય શ્રેણીની જીદને ઝટકો આપતા સ્પષ્ટ 'ના' કહી દીધી છે. હવે મોહસીન નકવી કયા પક્ષે જશે? એકતરફ આઈસીસીનું દબાણ છે તો બીજી તરફ પાકિસ્તાન સરકારનો સંભવિત આકરો નિર્ણય. ક્રિકેટના મેદાનમાં ખેલાતા આ પડદા પાછળના ખેલની સંપૂર્ણ વિગત જાણો અહીં.
t20 wc  icc એ ફગાવી પાકિસ્તાનની આકરી શરતો  ભારત પાક મેચ પર સસ્પેન્સ
Advertisement
  • લાહોરમાં યોજાયેલી ખાસ બેઠક રહી અનિર્ણિત (T20 WC)
  • ભારત સાથે દ્વિપક્ષીય શ્રેણીની માંગણીને ICC એ પોતાના અધિકારક્ષેત્ર બહાર ગણાવી
  • PCB અધ્યક્ષ મોહસીન નકવી ટૂંક સમયમાં મેચ અંગે કરી શકે છે મોટી જાહેરાત
  • ICC એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને નિર્ણય લેવા માટે 24 કલાકનો સમય આપ્યો

ક્રિકેટ જગતમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. રવિવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ (Gaddafi Stadium) ખાતે આઈસીસી (ICC), પીસીબી (PCB) અને બીસીબી (BCB) વચ્ચે એક અત્યંત મહત્વની બેઠક યોજાઈ હતી. 15 ફેબ્રુઆરીએ કોલંબો (Colombo) માં રમાનારી ભારત-પાકિસ્તાન મેચના બહિષ્કારના સમાચારો વચ્ચે પાકિસ્તાન અને બાંગ્લાદેશે આઈસીસી સમક્ષ અનેક આકરી શરતો મૂકી છે, જેમાંથી મોટાભાગની શરતો આઈસીસીએ ફગાવી દીધી છે.

T20 WC : મોહસીન નકવીની પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર

પીસીબી અધ્યક્ષ મોહસીન નકવી (Mohsin Naqvi) ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ભારત વિરુદ્ધની આગામી મેચ અંગે મોટી જાહેરાત કરી શકે છે. નકવીએ જણાવ્યું કે, "અમે કેટલાક મુદ્દાઓ પર આઈસીસીના પ્રતિભાવની રાહ જોઈ રહ્યા છીએ. તેમનો જવાબ મળ્યા બાદ અમે વડાપ્રધાન (Prime Minister) સાથે પરામર્શ કરીને અંતિમ નિર્ણય લઈશું." તેમણે વધુમાં ઉમેર્યું કે પાકિસ્તાને યજમાન તરીકે આઈસીસીનું સન્માન કર્યું છે, પરંતુ બાંગ્લાદેશનો વલણ વાજબી હોવાથી તેઓ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (Bangladesh Cricket Board) ને ટેકો આપી રહ્યા છે.

Advertisement

ICC એ કઈ શરતો નકારી કાઢી?

પીસીબી અને બીસીબી દ્વારા સંયુક્ત રીતે આઈસીસી સમક્ષ મુખ્યત્વે ત્રણ માંગણીઓ મૂકવામાં આવી હતી, જેને આઈસીસીએ પોતાના અધિકારક્ષેત્રની બહાર ગણાવી નકારી કાઢી છે:

Advertisement

1. દ્વિપક્ષીય શ્રેણી (Bilateral Series): ભારતને પાકિસ્તાન સાથે રમવા માટે દબાણ કરવું. 2. ત્રિકોણીય શ્રેણી (Tri-Nation Series): ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટુર્નામેન્ટ યોજવી. 3 . ભારતનો બાંગ્લાદેશ પ્રવાસ (Team India Tour of Bangladesh): આ વર્ષે ભારતીય ટીમને બાંગ્લાદેશ મોકલવી.

આઈસીસીએ સ્પષ્ટ કર્યું છે કે દ્વિપક્ષીય શ્રેણી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC Cycle) ના પ્રવાસો બે દેશો વચ્ચેનો આંતરિક મામલો છે.

બાંગ્લાદેશ માટે નાણાકીય અને વૈશ્વિક ટુર્નામેન્ટની માંગ

જોકે, કેટલીક માંગણીઓ પર સહમતિ સધાઈ છે. આઈસીસી બાંગ્લાદેશને તેનો સંપૂર્ણ આવકનો હિસ્સો આપવા સંમત થયું છે. આ ઉપરાંત, ગયા વર્ષે મહિલા ટી20 વર્લ્ડ કપ (Women's T20 World Cup) ખસેડાયા બાદ, બાંગ્લાદેશને આગામી ચક્રમાં અંડર-19 વર્લ્ડ કપ (U-19 World Cup) જેવી મોટી ટુર્નામેન્ટની યજમાની મળી શકે તેવી શક્યતા છે.

આ પણ વાંચો:  Aravalli - Modasa : U19 World Cup ના સિતારાને પોંખવા નગર ઉમટ્યું

Tags :
Advertisement

.

×