Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

T20 World Cup : India Vs Pakistan ની મેચ પર હવામાનનું સંકટ

T20 World Cup આજે કોલંબોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ જામશે, હવામાનની આગાહી અને વરસાદના ટકાવારીને ધ્યાનમાં લેતા, એવું લાગે છે કે, મેચ મોડી શરૂ થઇ શકે છે. જો કે, હાલમાં મેચ સમયસર થવાની શક્યતા ઓછી છે. ભીના મેદાનને કારણે પણ મેચ મોડી પડી શકે છે
t20 world cup   india vs pakistan ની મેચ પર હવામાનનું સંકટ
Advertisement
  • T20 World Cup આજે કોલંબોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ જામશે
  • કોલંબોમાં મેચના 24 કલાક પહેલા ભારે વરસાદ પડતા ચિંતા વધી
  • મેચના દિવસે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે
  • મેચમાં અંતિમ ઘડીએ ફિયાસ્કો થવાની શક્યતાઓ નકારી શકાય નહીં

T20 World Cup : ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ 2026 ની મેચ થોડા કલાકોમાં શરૂ થવાની છે. તે પહેલા કોલંબોના હવામાને આ મેચ પહેલા બધાનું ટેન્શન વધારી દીધું છે. મેચના 24 કલાક પહેલા કોલંબોમાં ભારે વરસાદ પડ્યો હતો, મેચના દિવસે પણ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જેને પગલે અંતિમ ઘડીએ કોઇ મોટો ફિયાસ્કો થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

મેચ દરમિયાન વરસાદ પડવાની શક્યતા નહીંવત (T20 World Cup)

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ સાંજે 7 વાગ્યે શરૂ થવાની છે. આ મેચ માટેનું ટોસ સાંજે 6:30 વાગ્યે થશે. વેધર એપ મુજબ, સાંજે 6 વાગ્યા સુધી વરસાદ પડવાની આગાહી 50 ટકા કે તેથી વધુની છે. ચાહકો માટે સારા સમાચાર એ છે કે, સાંજે 6 વાગ્યા પછી, એટલે કે મેચ દરમિયાન વરસાદ પડવાની શક્યતા ઓછી છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by ESPNcricinfo (@espncricinfo)

મેચ મોડી પડી શકે છે (T20 World Cup)

હવામાનની આગાહી અને વરસાદના ટકાવારીને ધ્યાનમાં લેતા, એવું લાગે છે કે, મેચ મોડી શરૂ થઇ શકે છે. જો કે, હાલમાં મેચ સમયસર થવાની શક્યતા ઓછી છે. ભીના મેદાનને કારણે પણ મેચ મોડી પડી શકે છે, આવી સ્થિતિમાં, આ મેચમાં થોડી ઓવર ઓછી કરવાનો નિર્ણય લેવાય તેનું માનવામાં આવી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો ------ હાર્દિક પંડ્યાના દિલ પર જ નહીં, હવે ગરદન પર પણ માહિકાનું નામ! વેલેન્ટાઈન પર આપ્યું મોટું સરપ્રાઈઝ

ઝિમ્બાબ્વેમાં અપસેટ થયો હતો (T20 World Cup)

કોલંબોની પીચ સામાન્ય રીતે ધીમા અને સ્પિન બોલ માટે અનુકૂળ માનવામાં આવે છે. જે સ્પષ્ટપણે સૂચવે છે કે, સ્પિનરો પોતાનું પ્રભુત્વ મેળવશે. આ મેચ એ જ પીચ પર રમાશે, જ્યાં ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વેએ પોતાની મેચ રમ્યું હતું. ઝિમ્બાબ્વેમાં અપસેટ થયો હતો. આજે વરસાદને કારણે વાતાવરણ વાદળછાયું રહેશે. આ સૂચવે છે કે, શરૂઆતની ઓવરોમાં ઝડપી બોલરોને પણ ફાયદો થઈ શકે છે. (T20 World Cup)

ટોસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે

પીચ થોડી સપાટ દેખાતી હતી, તેથી રનનો વરસાદ પણ થઈ શકે છે. શનિવારે, પીચ પર ઘાસ દેખાતું હતું, જે આ પીચ પર ઝડપી બોલરોને વધુ અસરકારક બનાવાની તક આપી શકે છે. બંને કેપ્ટન લક્ષ્યનો પીછો કરવાનું ટાળવા, અને બચાવ કરવા માંગશે. ઝાકળની સ્થિતી ટીમ માટે પાછળથી બોલિંગ માટે પણ સમસ્યાઓ ઊભી કરી શકે છે. આવી સ્થિતિમાં, ટોસ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. (T20 World Cup)

હાઈ-વોલ્ટેજ મેચ માટે બંને ટીમોની સ્કવોર્ડ

  • ભારત: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, અક્ષરસિંહ પટેલ, આર.
  • પાકિસ્તાનઃ સલમાન આગા (કેપ્ટન), અબરાર અહેમદ, બાબર આઝમ, ફહીમ અશરફ, ફખર ઝમાન, ખ્વાજા મોહમ્મદ નાફે (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, સલમાન મિર્ઝા, નસીમ શાહ, સાહિબજાદા ફરહાન (વિકેટકીપર), સૈમ અયુબ, શાહીન આફ્રિદી, શાદાબ ખાન, ઉસ્માન તરીક, ઉસ્માન ખાન.

આ પણ વાંચો ----- India Vs Pakistan : હાઇ વોલ્ટેજ મેચને લઇને લોકોના મનમાં અનેક સવાલ

Tags :
Advertisement

.

×