ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ICC Test Team of The Year નું એલાન, બુમરાહ સહિત આ 2 ભારતીયો સામેલ!

ICC Test Team of The Yearનું થઈ જાહેરાત 11 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે ટીમ ઈન્ડિયાના 3 ખેલાડીઓને સ્થાન મળ્યું   ICC Test Team of The Year: 2024નું વર્ષ ટેસ્ટ ક્રિકેટ માટે ખૂબ સારું રહ્યું અને તેના ઘણા સારા...
05:53 PM Jan 24, 2025 IST | Hiren Dave
ICC Test Team of The Yearનું થઈ જાહેરાત 11 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે ટીમ ઈન્ડિયાના 3 ખેલાડીઓને સ્થાન મળ્યું   ICC Test Team of The Year: 2024નું વર્ષ ટેસ્ટ ક્રિકેટ માટે ખૂબ સારું રહ્યું અને તેના ઘણા સારા...
ICC test team of year

 

ICC Test Team of The Year: 2024નું વર્ષ ટેસ્ટ ક્રિકેટ માટે ખૂબ સારું રહ્યું અને તેના ઘણા સારા પરિણામો જોવા મળ્યા.ઉપરાંત, કેટલાક ખાસ ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી બધાનું ધ્યાન ખેંચ્યું અને પોતપોતાની ટીમોની સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેવી જ રીતે, ICC ટેસ્ટ ટીમ ઓફ ધ યર (ICC Test Team of The Year)માટે હવે 11 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.

 

ટીમ ઈન્ડિયાના 3 ખેલાડીઓને સ્થાન મળ્યું

ICCએ શુક્રવાર,24 જાન્યુઆરીના રોજ આ ટીમની જાહેરાત કરી હતી,જેમાં ટીમ ઈન્ડિયાના 3 ખેલાડીઓને સ્થાન મળ્યું છે.તે જ સમયે,ઓસ્ટ્રેલિયાના ફક્ત એક જ ખેલાડીને સ્થાન મળ્યું છે પરંતુ આ ખેલાડી બીજું કોઈ નહીં પણ સ્ટાર પેસર પેટ કમિન્સ છે, જેને આ ટીમનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે.

આ પણ  વાંચો-અંપાયર સાથે ખેલાડીએ કરી બોલાચાલી, 15 મિનિટ સુધી બંન્ને વચ્ચે બબાલ, BCCI એ લગાવ્યો પ્રતિબંધ

યશસ્વી જયસ્વાલ સ્થાન મળ્યું

ભારત તરફથી, યુવા ઓપનર યશસ્વી જયસ્વાલને આ ટીમમાં ઓપનિંગમાં સ્થાન મળ્યું છે, જ્યારે ઇંગ્લેન્ડનો બેન ડકેટ બીજા ઓપનર તરીકે તેની સાથે છે. જયસ્વાલ માટે ગયા વર્ષ ખૂબ જ સારું રહ્યું, જ્યાં તેણે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં 2 બેવડી સદી ફટકારી, જ્યારે તેણે પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર સદી પણ ફટકારી. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તે ભારતનો સૌથી સફળ બેટ્સમેન સાબિત થયો. જયસ્વાલે 2024માં 29 ટેસ્ટ ઇનિંગ્સમાં 54.74 ની સરેરાશથી 1478 રન બનાવ્યા હતા, જેમાં 2 સદી અને 9 અડધી સદીનો સમાવેશ થાય છે. જો રૂટ પછી તે આ યાદીમાં બીજા ક્રમે હતો.

આ પણ  વાંચો-Shreyas Iyer: ખેલાડી સાથે અમ્પાયરની લડાઇ, આઉટ થયા પછી પણ મેદાનમા રહ્યો!

બુમરાહે સૌથી વધુ 71 વિકેટ લીધી હતી

જયસ્વાલ ઉપરાંત સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ આ ટીમનો ભાગ છે. ગયા વર્ષે, જાડેજાએ 18 ઇનિંગ્સમાં 1  સદી અને 3  અડધી સદી સહિત ૫૨૭ રન બનાવ્યા હતા અને ૨૧ ઇનિંગ્સમાં ૪૮ વિકેટ પણ લીધી હતી. ગયા વર્ષે ભારતનો શ્રેષ્ઠ ખેલાડી સાબિત થનાર સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ આ ટીમનો ભાગ છે. બુમરાહે 2024 માં 26 ઇનિંગ્સમાં સૌથી વધુ 71 વિકેટ લીધી હતી, જેમાં તેણે 5 વખત ઇનિંગ્સમાં 5 વિકેટ અને 4 વખત ઇનિંગ્સમાં 4 વિકેટ લેવાનો ચમત્કાર કર્યો હતો.

Tags :
Gujarat FirstHiren daveICC test team of yearIndians in test team of yearIndians included in test team yearJasprit Bumrahjasprit bumrah yashasvi JaiswalPat-Cumminsplayers in test team of yearRavindra Jadeja indiatest team of yearyashasvi Jaiswal Ravindra Jadeja
Next Article