Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Women’s T20 World Cup માટે ટીમની પસંદગી, જાણો કોનું નસીબ ચમક્યું !

Women’s T20 World Cup માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે, ભારતીય મહિલા ટીમ હજુ સુધી T20 વર્લ્ડ કપ જીતી શકી નથી, અને આગામી આવૃત્તિમાં તે પોતાનો પહેલો ખિતાબ જીતવાનો પ્રયાસ કરશે. અગાઉ, 2020 માં, ટીમ રનર-અપ રહી હતી, ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. 2024 માં, ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાં બહાર થઈ ગઈ હતી. ભારતીય ટીમ અનેક વખત સેમિફાઇનલ્સમાં પહોંચી છે.
women’s t20 world cup માટે ટીમની પસંદગી  જાણો કોનું નસીબ ચમક્યું
Advertisement
  • Women’s T20 World Cup માટે ટીમની જાહેરાત કરવામાં આવી
  • 14 જૂનથી ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ જોડે થશે આરંભ
  • ODI વર્લ્ડ કપ અપાવનારના શિરે વર્લ્ડ ચેમ્પિયન બનાવવાની જવાબદારી

Women’s T20 World Cup : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 12 જૂનથી ઇંગ્લેન્ડમાં યોજાનાર મહિલા T20 વર્લ્ડ કપ 2026 માટે 15 સભ્યોની ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) ભારતીય ટીમનું નેતૃત્વ કરશે (Indian Women's Team Caption), જ્યારે સ્મૃતિ મંધાના ઉપ-કેપ્ટન હશે (Smriti Mandhana - Vice Captain). 2025માં દેશને પ્રથમ મહિલા ODI વર્લ્ડ કપ ટાઇટલ અપાવનાર હરમનપ્રીત ભારતને ફરીથી વિશ્વ ચેમ્પિયન બનાવવાની જવાબદારી સંભાળશે.

Women’s T20 World Cup, આ રહ્યા નામો

મહિલા ટી-20 વર્લ્ડ કપ 2026 માટેની ભારતીય ટીમ આ પ્રમાણે છે: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, ભારતી ફુલમાલી, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), શ્રી ચરાણી, અરવિંદ શર્મા, યસ્તીકા, અરવિંદ શર્મા ઠાકુર, ક્રાંતિ ગૌડ, શ્રેયંકા પાટિલ, રાધા યાદવ. તમને જણાવી દઈએ કે, મહિલા પસંદગી સમિતિએ ટીમમાં બેટ્સમેન, ઓલરાઉન્ડર અને બોલરોના સારા મિશ્રણને ધ્યાનમાં રાખીને ટીમની પસંદગી કરી છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

Advertisement

આ પણ વાંચો - મેદાન પર પારો ચડ્યો! Kyle Jamieson ને Vaibhav Suryavanshi સાથેની દુશ્મની પડી ભારે, જુઓ શું થઈ કાર્યવાહી

Women’s T20 World Cup, મેચનું શિડ્યુલ આ મુજબ રહેશે

  • 14 જૂન : ભારત Vs પાકિસ્તાન, એજબેસ્ટન
  • 17 જૂન: ભારત Vs નેધરલેન્ડ, હેડિંગ્લી
  • 21 જૂન: ભારત Vs દક્ષિણ આફ્રિકા, ઓલ્ડ ટ્રેફોર્ડ
  • 25 જૂન: ભારત Vs બાંગ્લાદેશ, ઓલ્ડ ટ્રેફોર્ડ
  • 28 જૂન: ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, લોર્ડ્સ

વર્લ્ડ કપમાં ભાગ લેનારી 13 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે, જેમાં દરેક ગ્રુપમાં છ ટીમોનો સમાવેશ થાય છે. ભારતને ગ્રુપ 1 માં સ્થાન આપવામાં આવ્યું છે. ગ્રુપ 2 માં ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, સ્કોટલેન્ડ, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝનો સમાવેશ થાય છે.

મહિલા ટીમનો ઇતિહાસ

ભારતીય મહિલા ટીમ હજુ સુધી T20 વર્લ્ડ કપ જીતી શકી નથી, અને આગામી આવૃત્તિમાં તે પોતાનો પહેલો ખિતાબ જીતવાનો પ્રયાસ કરશે. અગાઉ, 2020 માં, ટીમ રનર-અપ રહી હતી, ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. 2024 માં, ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાં બહાર થઈ ગઈ હતી. તેવી જ રીતે, ટીમ 2009, 2010, 2018 અને 2023 માં રમાયેલા વર્લ્ડ કપના કુલ 9 આવૃત્તિઓમાં સેમિફાઇનલમાં પહોંચી છે.

આ પણ વાંચો - IPL 2026 : ચીયર લીડર જોડે મસ્તી કરવાનું પરિણામ આવ્યું 'ગજબ બેઇજ્જતી'

Tags :
Advertisement

.

×