ICC Women's World Cup 2025 : હરમનપ્રીત કૌરે ટ્રોફી લેતા પહેલા જય શાહના પગ સ્પર્શ કર્યા! Video
- ICC Women's World Cup 2025
- હરમનપ્રીતે ટ્રોફી લેતા પહેલા જય શાહના પગ સ્પર્શ કર્યા
- હરમનપ્રીતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ
- વર્લ્ડ કપ વિજય બાદ હરમનપ્રીતનો ભાંગડા ડાન્સ વાયરલ
- હરમનપ્રીત કૌરની સાદગી જોઈ સૌ થયા પ્રભાવિત
- જય શાહ પાસેથી ટ્રોફી લેતા હરમનપ્રીતનો વીડિયો ચર્ચામાં
- હરમનપ્રીત કૌરનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે
ICC Women's World Cup 2025 : 2 નવેમ્બરની સાંજ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં તમામ દેશવાસીઓને હંમેશા યાદ રહેશે. ભારતની મહિલા ક્રિકેટ ટીમે પહેલીવાર વનડે વર્લ્ડ કપ જીતવાનો ગૌરવ મેળવ્યો છે. 2005 અને 2017માં ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી પરંતુ જીત હાથમાંથી નીકળી ગઈ હતી. આ વખતે ખેલાડીઓએ અદભૂત પ્રદર્શન કરીને દેશને ગર્વનો અનુભવ કરાવ્યો છે અને મહિલા ક્રિકેટના નવા યુગની શરૂઆત કરી છે.
હરમનપ્રીત કૌરે ખુશીમાં ભાંગડા કર્યા
વુમન્સ વર્લ્ડ કપ (Women's World Cup) જીત બાદ પ્રેઝન્ટેશન સમારોહ દરમિયાન ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરનો આનંદ જોઈને દરેક લોકો ગર્વ અનુભવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં હરમનપ્રીત કૌર ભાંગડા કરતા કરતા ICC ચેરમેન જય શાહ પાસેથી ટ્રોફી સ્વીકારવા પહોંચી રહી છે. તેમની ખુશી, આત્મવિશ્વાસ અને દેશ માટેની ભાવના દરેકના ચહેરા પર સ્મિત લાવી ગઈ. આ પળ માત્ર ટ્રોફી જીતની નહોતી, પરંતુ મહિલા ક્રિકેટના નવા યુગની શરૂઆતની સાક્ષી બની.
કૌરે જીત્યું સૌનું દિલ (Women's World Cup)
વુમન્સ વર્લ્ડ કપ જીત બાદ પ્રેઝન્ટેશન સમારોહમાં હરમનપ્રીત કૌરે સૌનું ધ્યાન ખેંચી લીધું. ભાંગડા કરતા કરતા જ્યારે તે ICC ચેરમેન જય શાહ પાસે ટ્રોફી લેવા પહોંચી, ત્યારે એક અનોખી ઘટના બની. ટ્રોફી સ્વીકારતા પહેલા હરમનપ્રીતે શાહના પગ સ્પર્શ કરીને પોતાના સંસ્કાર અને નમ્રતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. જય શાહે તરત જ તેને રોકવાનો પ્રયાસ કર્યો, પણ તે ક્ષણ સૌના દિલમાં વસી ગઈ. આ નજારો માત્ર વિજયનો નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને આદરની જીવંત અભિવ્યક્તિ બની ગયો.
જય શાહે મહિલા ટીમને ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઐતિહાસિક જીત બાદ ICC ચેરમેન જય શાહે ટીમ ઇન્ડિયાને વ્યક્તિગત રીતે ટ્રોફી અર્પણ કરી અને પોતાની X હેન્ડલ પર અભિનંદનનો સંદેશ આપ્યો. તેમણે હરમનપ્રીત કૌર અને તેમની ટીમની અદભૂત સિદ્ધિની પ્રશંસા કરી.
ઉલ્લેખનીય છે કે, નવી મુંબઈમાં યોજાયેલી ફાઇનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને પ્રથમ વખત મહિલા ODI વર્લ્ડ કપ 2025 (Women's ODI World Cup 2025) નો ખિતાબ જીત્યો. આ જીતે ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં નવી સિદ્ધિ લખી છે.
આ પણ વાંચો : ઇતિહાસ રચ્યા બાદ મહિલા ટીમ બની માલામાલ: ટ્રોફી સાથે ખેલાડીઓને કેટલી રકમ મળશે?