ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ICC WORLD CUP 2023 : વર્લ્ડ કપના અંતિમ મહા મુકાબલા માટે ઓસ્ટ્રેલિયાની ટીમનું અમદાવાદ ખાતે આગમન

વિશ્વકપના અંતિમ મહા મુકાબલાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. અમદાવાદ શહેર અને વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વકપના આ મહા-ફીનાલેનું સાક્ષી બનવા માટે તૈયાર છે. આ અંતિમ મહા મુકાબલામાં રોહિત શર્માની ભારતીય ટીમ અને પેટ...
06:41 PM Nov 17, 2023 IST | Harsh Bhatt
વિશ્વકપના અંતિમ મહા મુકાબલાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. અમદાવાદ શહેર અને વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વકપના આ મહા-ફીનાલેનું સાક્ષી બનવા માટે તૈયાર છે. આ અંતિમ મહા મુકાબલામાં રોહિત શર્માની ભારતીય ટીમ અને પેટ...

વિશ્વકપના અંતિમ મહા મુકાબલાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. અમદાવાદ શહેર અને વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વકપના આ મહા-ફીનાલેનું સાક્ષી બનવા માટે તૈયાર છે. આ અંતિમ મહા મુકાબલામાં રોહિત શર્માની ભારતીય ટીમ અને પેટ કમિંસની ટીમ ઓસ્ટ્રેલિયા એક બીજા સાથે ટકરાશે.

ત્યારે, ઓસ્ટ્રેલિયાની ટીમનું અમદાવાદ ખાતે આગમન થઈ ગયું છે.  વિશ્વકપની ફાઈનલની જંગને લઈને ટીમ ઓસ્ટ્રેલિયા અમદાવાદ આવી પહોંચી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ, ઓસ્ટ્રેલિયાની ટીમ તાજ સ્કાયલાઈન હોટલ ખાતે રોકાણ કરવાની છે. આવતીકાલે ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા ટીમ બંને અમદાવાદ ખાતે ફાઇનલ જંગની તૈયારી માટે પ્રેક્ટિસ કરશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ ગઇકાલે અમદાવાદ આવી પહોંચી હતી. હવે રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાવનાર જંગ ઉપર વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓની નજર રહેશે.

આ પણ વાંચો -- world cup 2023 : લીગ મેચથી લઈને ફાઈનલ સુધી વિજેતા ટીમને મળશે આટલું ઈનામ

Tags :
AhmedabadfinalIndia vs AustraliamatchTEAM AUSTRALIAworld cup 2023
Next Article