Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતીય મહિલા ટીમે જીતેલો વર્લ્ડ કપ ટ્રોફી ICC પાછી લેશે; આ છે મોટું કારણ

ભારતે પ્રથમ વખત મહિલા વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે, પરંતુ ICC ટ્રોફી કાયમ માટે ભારત પાસે નહીં રહે. ICC 1999ના નિયમ મુજબ અસલી, અમૂલ્ય ટ્રોફીને 'વિરાસત' તરીકે દુબઈમાં સુરક્ષિત રાખશે, જ્યાં તેના બેઝ પર નવા વિજેતાનું નામ અંકિત કરાશે. વિજેતા ટીમને ટ્રોફીના બદલે તેની કાયમી હૂબહૂ નકલ (Replica) સોંપવામાં આવશે.
ભારતીય મહિલા ટીમે જીતેલો વર્લ્ડ કપ ટ્રોફી icc પાછી લેશે  આ છે મોટું કારણ
Advertisement
  • મહિલા વર્લ્ડ કપ ટ્રોફી ભારત પાસેથી ICC પાછી લેશે! (ICC Trophy Rules)
  • જીતેલી અસલી ટ્રોફી ભારત પાસે કાયમી નહીં રહે.
  • 'વિરાસત' સુરક્ષિત રાખવા માટે ટ્રોફી પાછી લેવાય છે.
  • સોના-ચાંદીની ટ્રોફી ICC દુબઈના હાઈ-સિક્યોરિટી વૉલ્ટમાં રાખશે.
  • ટ્રોફીના બેઝ પર નવા વિજેતાનું નામ ઉમેરાશે.
  • BCCIને અસલી ટ્રોફીના બદલે કાયમી રેપ્લિકા (નકલ) મળશે.

ICC Trophy Rules : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે જે જોશ અને જુસ્સા સાથે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે, તેનાથી સમગ્ર દેશ ખુશીથી ઝૂમી ઉઠ્યો છે. પ્રથમ વખત ભારતે મહિલા વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કરીને કરોડો દેશવાસીઓને ગર્વની અને આનંદની ક્ષણ આપી છે. પરંતુ, શું તમે જાણો છો કે ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) હવે આ ટ્રોફી ભારતીય ટીમ પાસેથી પાછી લેવાની છે? ટીમ પાસે આ ટ્રોફી કાયમી ધોરણે નહીં રહે.

આ નિયમ પાછળ એક ખાસ કારણ છે, જેના વિશે કદાચ બહુ ઓછા લોકો જાણે છે.

Advertisement

ICC ટ્રોફી પાછી લેવાનું મુખ્ય કારણ શું છે? – ICC Trophy History

આ કોઈ અપમાન કે વિવાદનો વિષય નથી, પરંતુ એક સ્થાપિત પ્રક્રિયા છે જેને ICC દુનિયાની તમામ મોટી ટુર્ર્નામેન્ટ્સમાં લાગુ કરે છે. આ નિયમ 26 વર્ષ પહેલા, એટલે કે 1999ના વર્લ્ડ કપ પછી બનાવવામાં આવ્યો હતો. આ નિયમ મુજબ, વિજેતા ટીમને આપેલી અસલી ટ્રોફી (Permanent Trophy) પાછી લઈ લેવામાં આવે છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

આ પ્રક્રિયાના મુખ્ય કારણો આ પ્રમાણે છે:

  • 'વિરાસત'નું સંરક્ષણ: ICC એ 1999 વર્લ્ડ કપથી એક જ કાયમી ટ્રોફીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આ 'વિરાસત'ને સુરક્ષિત રાખવા માટે જ આ નિયમ બનાવવામાં આવ્યો છે.
  • સુરક્ષા અને મૂલ્ય: અસલી વર્લ્ડ કપ ટ્રોફી એક અમૂલ્ય અને ઐતિહાસિક ધરોહર છે. તે ચાંદી અને સોના જેવી કિંમતી ધાતુઓમાંથી બનેલી હોય છે, તેથી તેનું મૂલ્ય ઘણું વધારે હોય છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ICC તેને તેના મુખ્યાલય (દુબઈ)માં હાઈ-સિક્યોરિટી વૉલ્ટમાં સુરક્ષિત રાખે છે.
  • નવા વિજેતાના નામનું અંકન: વર્લ્ડ કપની ટ્રોફી એક એવી 'વિરાસત' છે જે દર ચાર વર્ષે વિજેતા ટીમને સોંપવામાં આવે છે. અસલી ટ્રોફીના બેઝ (Base) પર અગાઉના તમામ વર્લ્ડ કપ વિજેતાઓના નામ કોતરેલા હોય છે. દર વખતે નવા વિજેતાનું નામ ઉમેરવા માટે ICC તેને પોતાની પાસે રાખે છે.

અસલી ટ્રોફી પાછી લેવાયા પછી વિજેતા ટીમ પાસે શું રહે છે? – World Cup Replica

ટ્રોફી પાછી લેવાનો અર્થ એ નથી કે ટીમના વિજયનું કોઈ પ્રતીક તેમની પાસે નહીં રહે. વિજેતા ટીમને અસલી ટ્રોફીના બદલામાં, તેની બિલકુલ હૂબહૂ નકલ (Replica) સોંપી દેવામાં આવે છે.

આ રેપ્લિકા દેખાવમાં અને વજનમાં અસલી જેવી જ હોય છે, જેને વિજેતા દેશનું ક્રિકેટ બોર્ડ (BCCI) કાયમ માટે પોતાના સંગ્રહાલયમાં રાખી શકે છે.

રેપ્લિકા ટ્રોફી પર સામાન્ય રીતે અગાઉના તમામ વિજેતાઓના નામ કોતરેલા હોતા નથી, અથવા ક્યારેક માત્ર તે જ ટુર્નામેન્ટના વિજેતાનું નામ હોય છે, જ્યારે અસલી ટ્રોફી પર દરેક વિજેતાનું નામ અંકિત હોય છે.

ટીમ ઇન્ડિયાના ગૌરવની નિશાની – BCCI Trophy Cabinet

ભારતીય મહિલા ટીમે ફાઇનલમાં જીત્યા પછી જે ટ્રોફી સાથે જશ્ન મનાવ્યો, તે પણ થોડા દિવસો માટે જ તેમની પાસે રહેશે. પુરસ્કાર સમારોહમાં આપવામાં આવેલી ટ્રોફી મુખ્યત્વે એવોર્ડ સેરેમની અને ફોટોશૂટ માટે હોય છે.

નિયમ અનુસાર, BCCIને પણ ICC તરફથી મહિલા વર્લ્ડ કપની એક શાનદાર અને કાયમી રેપ્લિકા ટ્રોફી મળશે, જે હંમેશા માટે ભારતના ગૌરવશાળી ઇતિહાસનો અભિન્ન હિસ્સો બનીને રહેશે.

આ પણ વાંચો : ICC Women's World Cup 2025 : હરમનપ્રીત કૌરે ટ્રોફી લેતા પહેલા જય શાહના પગ સ્પર્શ કર્યા! Video

Tags :
Advertisement

.

×