Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vinesh Phogat ના સપોર્ટમાં ઉતર્યા સચિન તેંડુલકર, નિયમોને ટાંકીને કહ્યું આ શું બકવાસ છે...

સમગ્ર દેશ વિનેશના સમર્થનમાં સચિન તેંડુલકરે વિનેશના સમર્થનમાં X પર પોસ્ટ લખી સચિન તેંડુલકરનું માનવું છે કે વિનેશને સિલ્વર મેડલ મળવો જોઈએ Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ (Vinesh Phogat) નો વિવાદ ચર્ચાનો વિષય...
vinesh phogat ના સપોર્ટમાં ઉતર્યા સચિન તેંડુલકર  નિયમોને ટાંકીને કહ્યું આ શું બકવાસ છે
Advertisement
  • સમગ્ર દેશ વિનેશના સમર્થનમાં
  • સચિન તેંડુલકરે વિનેશના સમર્થનમાં X પર પોસ્ટ લખી
  • સચિન તેંડુલકરનું માનવું છે કે વિનેશને સિલ્વર મેડલ મળવો જોઈએ

Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ (Vinesh Phogat) નો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. 100 ગ્રામ વજન વધુ હોવાના કારણે ગોલ્ડ મેડલ મેચ પહેલા તેમને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા. આ નિર્ણય સામે વિનેશે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં અપીલ કરી છે. આ અપીલ પર નિર્ણય હવે ઓલિમ્પિકના સમાપન પહેલા આવશે.

વિનેશ ફોગાટને લઇને સચિન તેડુંલકરે કર્યું ટ્વીટ

વિનેશનું માનવું છે કે તેમને સંયુક્ત સિલ્વર મેડલ (Silver Medal) આપવામાં આવવો જોઈએ. આ મુશ્કેલ સમયમાં સમગ્ર દેશ વિનેશ (Vinesh) ના સમર્થનમાં ઉભો છે. ભારતના ક્રિકેટના જાદુગર સચિન તેંડુલકર પણ વિનેશના સમર્થનમાં આગળ આવ્યા છે. સચિન તેંડુલકરે X પર લખ્યું છે કે, 'દરેક રમતના કેટલાક નિયમો હોય છે. આ નિયમોના સંદર્ભમાં જોવાની જરૂર છે. તે પણ શક્ય છે કે તેને ફરી એકવાર તક મળી શકે. આ પહેલા પણ વજનના આધારે ખેલાડીઓને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ આ માટે સિલ્વર મેડલ છીનવવો સમજની બહાર છે.

Advertisement

Advertisement

સચિન તેંડુલકરે ઉદાહરણ આપતા કહ્યું કે, 'જો કોઈ ખેલાડી ડ્રગ્સ લે છે અને તેને ગેરલાયક ઠેરવવામાં આવે છે, તો તે સમજી શકાય તેવું છે. આવા સંજોગોમાં ખેલાડીઓને મેડલ ન મળવા જોઈએ અને છેલ્લું સ્થાન મળવું જોઈએ. આ સાથે જ વિનેશે ટોચના બે કુસ્તીબાજોને હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. અને તેથી તેમને સિલ્વર મેડલ મળવો જોઇએ. સચિન તેંડુલકરનું માનવું છે કે વિનેશ ફોગાટ ભારત માટે ગૌરવનું પ્રતીક છે અને તેમને ન્યાય મળવો જોઈએ. સમગ્ર દેશ હવે CASના નિર્ણયની રાહ જોઈ રહ્યો છે.

ઓલિમ્પિકના અંત પહેલા નિર્ણય આવી શકે

આ સમાચારે સમગ્ર દેશમાં વિનેશ ફોગાટ પ્રત્યેની સહાનુભૂતિ વધારી છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે વિનેશને ન્યાય મળે અને તેમને સિલ્વર મેડલ મળે. વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024માં ગેરલાયક ઠરવાના મામલે અપીલ કરી છે. 'કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ' (CAS) એ આ અંગે એક મહત્વપૂર્ણ અપડેટ આપી છે. CASએ કહ્યું છે કે ઓલિમ્પિક ખતમ થાય તે પહેલા આ મામલે નિર્ણય લેવામાં આવશે. આ મામલે શુક્રવારે સુનાવણી થશે, પરંતુ નિર્ણય માટે હજુ થોડા દિવસો રાહ જોવી પડી શકે છે.

આ પણ વાંચો: અર્શદ નદીમને પોતાના દીકરા સમાન ગણાવી નીરજની માતાએ જીત્યું સૌ કોઇનું દિલ

Tags :
Advertisement

.

×