Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

WPL 2026 : એકતરફી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 50 રને હરાવીને કરી જીતની ધમાકેદાર શરૂઆત

WPL 2026ની ત્રીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 50 રને હરાવી સિઝનની પ્રથમ જીત નોંધાવી છે. હરમનપ્રીત કૌર (74) અને નેટ સાયવર બ્રન્ટ (70) ની તોફાની અર્ધસદીની મદદથી મુંબઈએ 195 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં દિલ્હીની ટીમ 145 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મુંબઈ તરફથી અમેલિયા કેર અને નિકોલા કેરીએ 3-3 વિકેટ ઝડપી જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
wpl 2026   એકતરફી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 50 રને હરાવીને કરી જીતની ધમાકેદાર શરૂઆત
Advertisement
  • WPL 2026 માં મુંબઇ ઈન્ડિયન્સની ધમાકેદાર જીત
  • દિલ્હીને 50 રનથી હરાવીને ટુર્નામેન્ટની પ્રથમ જીત મેળવી
  • મુંબઇ તરફથી કેપ્ટન હરમન પ્રીત કૌરની વિસ્ફોટક બેટિંગ 

મહિલા પ્રીમિયર લીગ 2026 ની ત્રીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ સામે 50 રનથી ભવ્ય વિજય મેળવ્યો છે. મુંબઈએ આપેલા 196 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હીની ટીમ 19 ઓવરમાં માત્ર 145 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ મેચમાં હારનો સામનો કર્યા બાદ કેપ્ટન હરમનપ્રીત કૌરની આગેવાનીમાં મુંબઈએ શાનદાર વાપસી કરી ટુર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીત નોંધાવી છે.

WPL 2026 : હરમનપ્રીત કૌરની વિસ્ફોટ બેટિંગ

મેચની શરૂઆતમાં હરમનપ્રીત કૌર ટોસ જીતવામાં નિષ્ફળ રહી હતી અને મુંબઈને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ મળ્યું હતું. મુંબઈની શરૂઆત ખરાબ રહી હતી કારણ કે અમેલિયા કેર શૂન્ય રને આઉટ થઈ ગઈ હતી. જોકે, નેટ સાયવર બ્રન્ટે ગુનાલન કમાલિની (16 રન) સાથે મળીને ઇનિંગને સંભાળી હતી. ત્યારબાદ મેદાન પર હરમનપ્રીત કૌર અને નેટ સાયવર બ્રન્ટનું તોફાન જોવા મળ્યું હતું. બંનેએ વિસ્ફોટક બેટિંગ કરતા મુંબઈનો સ્કોર 20 ઓવરમાં 4 વિકેટે 195 રન સુધી પહોંચાડી દીધો હતો. નેટ સાયવર બ્રન્ટે 46 બોલમાં 13 ચોગ્ગાની મદદથી 70 રન ફટકાર્યા હતા, જ્યારે કેપ્ટન હરમનપ્રીતે 42 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે અણનમ 74 રન બનાવ્યા હતા. અંતિમ ઓવરોમાં નિકોલા કેરીએ પણ 12 બોલમાં 21 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. દિલ્હી તરફથી નંદિની શર્માએ સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી.

Advertisement

Advertisement

WPL 2026 : દિલ્હી ટીમ માત્ર 145 રનમાં ઓલઆઉટ

196 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની ટીમ દબાણ હેઠળ દેખાઈ હતી. મુંબઈના બોલરોએ શરૂઆતથી જ દિલ્હીની બેટિંગ લાઇનઅપને વેરવિખેર કરી નાખી હતી. સ્ટાર બેટ્સમેન શેફાલી વર્મા (8 રન), કેપ્ટન જેમીમા રોડ્રિગ્સ (1 રન) અને લૌરા વોલ્વાડ્ટ (9 રન) સસ્તામાં આઉટ થઈ જતા દિલ્હીની જીતની આશાઓ ધૂંધળી થઈ ગઈ હતી. ચિનેલ હેનરીએ એકલા હાથે લડત આપતા 56 રન બનાવ્યા હતા, પરંતુ અન્ય કોઈ બેટ્સમેન 20 રનનો આંકડો પણ સ્પર્શી શક્યો નહીં. પરિણામે, દિલ્હીની આખી ટીમ 19 ઓવરમાં 145 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

મુંબઇમાં અમેલિયા અને નિકોલા કેરીની શાનદાર બોલિંગ

મુંબઈની જીતમાં બોલરોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. અમેલિયા કેર અને નિકોલા કેરીએ ઘાતક બોલિંગ કરતા 3-3 વિકેટ ઝડપી હતી. બેટિંગમાં કમાલ કરનાર નેટ સાયવર બ્રન્ટે બોલિંગમાં પણ ઝળકીને 2 વિકેટ લીધી હતી, જ્યારે સંસ્કૃતિ ગુપ્તા અને શબનીમ ઇસ્માઈલને 1-1 સફળતા મળી હતી. આ શાનદાર જીત સાથે મુંબઈએ પોઈન્ટ ટેબલમાં મહત્વના બે અંક મેળવ્યા છે.

આ પણ વાંચો: WPL 2026: ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્સને હરાવ્યું, ગાર્ડનરની ફિફ્ટી

Tags :
Advertisement

.

×