ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IND vs ENG T20: પ્રથમ T20 મેચમાં ભારતની શાનદાર જીત, અભિષેકની ધમાકેદાર ફિફ્ટી

પ્રથમ T20 મેચમાં ભારતની શાનદારજીત ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું અભિષેક શર્માએ વિસ્ફોટક બેટિંગ IND vs ENG T20:ભારતે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે (IND vs ENG T2)હરાવ્યું. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લિશ ટીમ દ્વારા આપવામાં આવેલા 133 રનના લક્ષ્યને...
10:10 PM Jan 22, 2025 IST | Hiren Dave
પ્રથમ T20 મેચમાં ભારતની શાનદારજીત ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું અભિષેક શર્માએ વિસ્ફોટક બેટિંગ IND vs ENG T20:ભારતે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે (IND vs ENG T2)હરાવ્યું. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લિશ ટીમ દ્વારા આપવામાં આવેલા 133 રનના લક્ષ્યને...
IND vs ENG 1st T20

IND vs ENG T20:ભારતે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે (IND vs ENG T2)હરાવ્યું. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લિશ ટીમ દ્વારા આપવામાં આવેલા 133 રનના લક્ષ્યને ફક્ત 12.5 ઓવરમાં સરળતાથી પ્રાપ્ત કરી લીધું. અભિષેક શર્મા(Abhishek Sharma)એ વિસ્ફોટક બેટિંગ સાથે માત્ર 34 બોલમાં 79 રન બનાવ્યા  હતા  ભારતીય ટીમે શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે.

 

 

અભિષેક શર્માનું વાવાઝોડું

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી હતી. ઈનિંગની બીજી ઓવરમાં સંજૂ સેમસને ચાર ફોર અને એક સિક્સ સાથે 22 રન ફટકાર્યા હતા. સંજૂ સેમસન 20 બોલમાં 26 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ અભિષેક શર્મા(Abhishek Sharma)એ આક્રમક બેટિંગ કરી હતી. અભિષેકે માત્ર 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. અભિષેક શર્મા 34 બોલમાં 5 ચોગ્ગા અને 8 સિક્સ સાથે 79 રન બનાવી આઉટ થયો હતો.

આ પણ  વાંચો- Champions Trophyમાં ભારતની જર્સી પર લખાશે પાકિસ્તાન? BCCIનો આશ્ચર્યજનક નિર્ણય

કેપ્ટન સૂર્યકુમાર યાદવ શૂન્ય રન બનાવી જોફ્રા આર્ચરનો શિકાર બન્યો હતો. તિલક વર્માએ 16 બોલમાં ત્રણ ચોગ્ગા સાથે અણનમ 19 રન બનાવ્યા હતા. જ્યારે હાર્દિક પંડ્યા 3 રન બનાવી અણનમ રહ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચરને બે તથા આદિલ રાશિદને એક વિકેટ મળી હતી.

આ પણ  વાંચો- IND ENG T20:ઈંગ્લેન્ડ સામે અર્શદીપે ઈતિહાસ રચ્યો, T20માં સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર

બટલર સિવાય ઈંગ્લેન્ડના બેટરો ફ્લોપ

ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન જોસ બટલરે 44 બોલમાં 8 ચોગ્ગા અને બે સિક્સ સાથે 68 રન બનાવ્યા હતા. આ સિવાય ઈંગ્લેન્ડના તમામ બેટર ફ્લોપ રહ્યાં હતા. ઓપનર ફિલ સોલ્ટ 0 અને બેન ડકેત 4 રન બનાવી આઉટ થયા હતા. હેરી બ્રૂકે 17 રનનું યોગદાન આપ્યું હતું. લિયામ લિવિંગસ્ટોન 0, જેકોબ બેથેલ 7 રન બનાવી આઉટ થયા હતા.

આ પણ  વાંચો- 15 વર્ષ પછી શમીએ આ વસ્તુને કર્યો સ્પર્શ, BCCIએ શેર કર્યો વીડિયો

ભારતીય બોલરોનો દબદબો

ભારત તરફથી વરૂણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 23 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય અર્શદીપ સિંહે 4 ઓવરમાં 17 રન આપી બે, હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 42 રન આપી બે તથા અક્ષર પટેલે 4 ઓવરમાં 22 રન આપી બે વિકેટ લીધી હતી.

Tags :
Abhishek SharmaArshdeep SinghCricketCricket Newseden gardens kolkataGujarat FirstHiren daveind vs eng 1st t20IND vs ENG Dream 11Ind vs eng live scoreIND vs ENG Pitch ReportIndia Vs EnglandJos ButtlerLatest Cricket NewsMohammed ShamiSuryakumar YadavTilak Varma
Next Article