ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IND-PAK: કામ અટકાવીને મેચ જોવા બેસી ગયા પૂર્વ ભારતીય કેપ્ટન ધોની

ભારત-પાકિસ્તાન હાઈ વોલ્ટેજ મેચ પૂર્વ ભારતીય કેપ્ટન ધોની કામ અટકાવીન સન્ની દેઓલ મેચ જોવા બેઠા IND-PAK: ભારત-પાકિસ્તાન (IND PAK match)વચ્ચેને હાઈ વોલ્ટેજ મેચ જોવા માટે દરેક ક્રિકેટ રસિક રાહ જોઈને બેઠો હોય છે. ત્યારે જે મેચની દરેક ચાહક રાહ...
05:43 PM Feb 23, 2025 IST | Hiren Dave
ભારત-પાકિસ્તાન હાઈ વોલ્ટેજ મેચ પૂર્વ ભારતીય કેપ્ટન ધોની કામ અટકાવીન સન્ની દેઓલ મેચ જોવા બેઠા IND-PAK: ભારત-પાકિસ્તાન (IND PAK match)વચ્ચેને હાઈ વોલ્ટેજ મેચ જોવા માટે દરેક ક્રિકેટ રસિક રાહ જોઈને બેઠો હોય છે. ત્યારે જે મેચની દરેક ચાહક રાહ...
MS Dhoni

IND-PAK: ભારત-પાકિસ્તાન (IND PAK match)વચ્ચેને હાઈ વોલ્ટેજ મેચ જોવા માટે દરેક ક્રિકેટ રસિક રાહ જોઈને બેઠો હોય છે. ત્યારે જે મેચની દરેક ચાહક રાહ જોઈ રહ્યા હતા તે મેચ આજે એટલે કે 23 ફેબ્રુઆરી, રવિવારના રોજ દુબઈમાં યોજાઈ છે. 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાનની ટીમો એકબીજા સામે ટકરાઈ છે અને ચાહકોને ફરી એકવાર બંને ટીમો વચ્ચેની એક્શન જોવા મળી રહી છે.

પૂર્વ ભારતીય કેપ્ટન ધોની કામ અટકાવીને મેચ જોવા બેસી ગયા

ત્યારે હવે જો આપણે ભારત-પાકિસ્તાન મેચની વાત કરીએ તે પણ ચેમ્પિયન્સ ટ્રોફી જેવી મહત્વપૂર્ણ ટુર્નામેન્ટમાં તો ફક્ત સામાન્ય ચાહકો જ નહીં, પરંતુ સેલિબ્રિટીઓ પણ તેના પ્રભાવમાં ફસાઈ જાય છે અને આ મેચ જોવાથી પોતાને રોકી શકતા નથી. આ વખતે પણ એવું જ બન્યું, હકીકતમાં તે વધુ ખાસ હતું કારણ કે ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની (MS Dhoni)અને બોલિવૂડ સ્ટાર સની દેઓલ (Sunny Deol)કામ અટકાવીને એકસાથે મેચનો આનંદ માણતા જોવા મળ્યા છે.

આ પણ  વાંચો -IND-PAK મેચનો સોશિયલ મીડિયા પર ભારે ક્રેઝ, યૂઝર્સે શેર કર્યા મજેદાર મિમ્સ

મહેન્દ્રસિંહ ધોનીની સાથે અભિનેતા સન્ની દેઓલ પણ જોવા મળ્યા

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ માટે ચાહકો દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં એકઠા થયા છે અને આ સિવાય પણ અન્ય કરોડો ચાહકો પણ પોતપોતાના ઘરે આ મેચનો આનંદ માણી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની, જે ઘણીવાર ચાહકોની નજરથી દૂર રહે છે, તે આ મેચ જોવાથી પોતાને રોકી શક્યા નહીં અને પોતાનું કામ અટકાવીને મેચ જોવા બેસી ગયા. તમને જણાવી દઈએ કે ધોની હાલમાં મુંબઈમાં એક જાહેરાતના શૂટિંગમાં વ્યસ્ત હતા, તેમણે ત્યાં પોતાનું કામ બંધ કર્યું અને થોડીવાર માટે મેચ જોવાનું શરૂ કરી દીધું, આ દરમિયાન શૂટિંગ સાથે સંકળાયેલા ઘણા લોકો પણ તેમની સાથે મેચ જોવા બેસી ગયા.

Tags :
Champions Trophy 2025CricketGambhirIND PAK matchIND vs PAKIndiaMS DhoniPakistanRanaSportsSunny Deol
Next Article