IND vs AFG 1st ODI: ભારતે જીતી પહેલી વન-ડે, ગુરબાઝની શતક પર ફળી વળ્યું પાણી, ગિલ-રાહુલની ધમાકેદાર બેટિંગ
ધર્મશાળામાં અફઘાનિસ્તાન સામે રમાયેલી પ્રથમ વન-ડેમાં ટીમ ઈન્ડિયાએ એકતરફી વર્ચસ્વ જમાવ્યું છે. રહેમાનુલ્લાહ ગુરબાઝની સદી છતાં ભારતીય યુવા બોલરોની ધારદાર બોલિંગ સામે અફઘાન ટીમ ફિક્કી પડી ગઈ હતી. જવાબમાં કેપ્ટન ગિલની ધીરજ અને રાહુલની આક્રમક બેટિંગે ટીમને આસાન વિજય અપાવ્યો હતો.
Advertisement
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ધર્મશાળા (Dharamshala) ખાતે રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં ટીમ ઈન્ડિયાએ આક્રમક પ્રદર્શન કરતા અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવી શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. વરસાદના વિઘ્ન બાદ 25-25 ઓવરની કરવામાં આવેલી આ મેચમાં કેપ્ટન શુભમન ગિલ (Shubman Gill) ની અણનમ ઇનિંગ અને કેએલ રાહુલ (KL Rahul) ની વિસ્ફોટક બેટિંગ નિર્ણાયક સાબિત થઈ હતી.

