IND vs AFG ODI : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી મેચની વનડે સિરીઝની છેલ્લી મેચ આજે ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે યોજાઈ રહી છે. અફઘાનિસ્તાનની ટીમે ટોસ જીત્યો છે. જેમાં અફઘાન કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ હવે પ્રથમ બોલિંગ કરશે.
જો કે આ સિરિઝની છેલ્લી મેચ માટે બંન્ને ટીમોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. અફઘાનિસ્તાને પ્લેઈંગ ઈલેવનમાં ચાર બદલાવ કર્યા છે, જ્યારે વાત ટીમ ઈન્ડિયાની કરીએ તો ભારતે પણ ટીમમાં ત્રણ મોટા ફેરાફર કર્યાં બાદ જ મેદાનમાં ઉતરી છે. ભારતીય ટીમ મેનેજમેન્ટે હર્ષ દુબે, પ્રસિદ્ધ કૃષ્ણા અને નીતિશ રેડ્ડીને તક આપી છે, જ્યારે કેએલ રાહુલ, કુલદીપ યાદવ અને અર્શદીપ સિંહ આ મેચમાંથી બહાર છે.
IND vs AFG ODI : ત્રીજી વનડે માટે બંને ટીમો માટે પ્લેઈંગ ઈલેવન
અફઘાનિસ્તાન : રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહીમ ઝદરાન, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), દરવીશ રસુલી, મોહમ્મદ નબી, અઝમતુલ્લા ઉમરઝાઈ, રાશિદ ખાન, એએમ ગઝનફર, ઝિયા-ઉર-રહેમાન શરીફી, ફરીદ અહેમદ મલિક
ભારત: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, હર્ષ દુબે, ગુરનુર બ્રાર, પ્રસિદ્ધ કૃષ્ણા, પ્રિન્સ યાદવ
ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં કેવું પ્રદર્શન કર્યું છે?
ઉલ્લેખીનય છે કે કેપ્ટન શુભમન ગિલે ટોસ સમયે જણાવ્યું હતું કે "પિચ બેટિંગ માટે અનુકૂળ જણાય છે. આ સિરિઝમાં અમે પ્રથમ બે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ રન-ચેઝિંગમાં સુધારો કરવો જરૂરી છે."ટીમ ઈન્ડિયાએ ધર્મશાલામાં રમાયેલી પ્રથમ વનડેમાં 7 વિકેટથી વિજય મેળવ્યો હતો. જેમાં ગિલે 84 રન બનાવ્યા હતા. બીજી વનડેમાં ઈશાન કિશન અને શુભમન ગિલે સદી ફટકારીને 170 રનથી એકતરફી જીત મેળવી હતી.
આ પણ વાંચો : Yuvraj Singh : IPL માં 'સિક્સર કિંગ' યુવીની ધમાકેદાર વાપસીની તૈયારી! આ ફ્રેન્ચાઈઝી સાથે જોડાવાની સંભાવના