ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IND vs AUS 3rd ODI : હર્ષિત રાણાની આક્રમક બોલિંગ! ઓસ્ટ્રેલિયા 236 રનમાં ઓલઆઉટ

IND vs AUS 3rd ODI : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની વનડે શ્રેણી ચાલી રહી છે. યજમાન ઓસ્ટ્રેલિયા પહેલા 2 વનડે જીતીને શ્રેણી જીતી ચૂક્યું છે. હવે, બંને ટીમો ત્રીજી વનડેમાં આમને-સામને છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયા 236 રનમાં ઓલઆઉટ થઈ ગયું છે. ટીમ ઈન્ડિયા તરફથી હર્ષિત રાણાએ 4 વિકેટ લીધી છે.
12:46 PM Oct 25, 2025 IST | Hardik Shah
IND vs AUS 3rd ODI : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની વનડે શ્રેણી ચાલી રહી છે. યજમાન ઓસ્ટ્રેલિયા પહેલા 2 વનડે જીતીને શ્રેણી જીતી ચૂક્યું છે. હવે, બંને ટીમો ત્રીજી વનડેમાં આમને-સામને છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયા 236 રનમાં ઓલઆઉટ થઈ ગયું છે. ટીમ ઈન્ડિયા તરફથી હર્ષિત રાણાએ 4 વિકેટ લીધી છે.
IND_vs_AUS_3rd_ODI_Harshit_Rana_Gujarat_First

IND vs AUS 3rd ODI : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી 3 મેચની વનડે શ્રેણીની અંતિમ અને ત્રીજી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પર રમાઈ રહી છે. યજમાન ઓસ્ટ્રેલિયા પહેલેથી જ શ્રેણી 2-0થી જીતી ચૂક્યું છે, ત્યારે ભારતીય ટીમ સામે આ મેચ જીતીને 'ક્લીન સ્વીપ' ટાળવા અને પોતાનું ગૌરવ બચાવવાનો મોટો પડકાર છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિશેલ માર્શે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ભારતીય બોલરોની શાનદાર રમત સામે આખી ટીમ માત્ર 236 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારતીય બોલરોનું શાનદાર પ્રદર્શન

આ મેચમાં ભારતીય ટીમે પ્લેઇંગ ઇલેવનમાં 2 ફેરફાર કર્યા હતા, જેમાં સ્પિનર ​​કુલદીપ યાદવ અને ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જ્યારે નીતિશ કુમાર રેડ્ડી અને અર્શદીપ સિંહને બહાર બેસવું પડ્યું હતું. આ ફેરફારો ટીમ માટે ફળદાયી સાબિત થયા હતા. ઓસ્ટ્રેલિયાએ ટ્રેવિસ હેડ અને કેપ્ટન મિશેલ માર્શની મદદથી પ્રથમ વિકેટ માટે 61 રન જોડીને સારી શરૂઆત કરી હતી. મોહમ્મદ સિરાજે ટ્રેવિસ હેડ (29 રન) ને આઉટ કરીને આ ભાગીદારી તોડી. ત્યારબાદ અક્ષર પટેલે મિશેલ માર્શ (41 રન) ને બોલ્ડ કરીને બીજો ઝટકો આપ્યો.

વળી ઇન-ફોર્મ મેથ્યુ શોર્ટ (30 રન) ને વોશિંગ્ટન સુંદરે આઉટ કર્યો. એલેક્સ કેરી અને મેથ્યુ રેનશોએ 59 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી, પરંતુ કેરી (24 રન) હર્ષિત રાણાનો શિકાર બન્યો. મેથ્યુ રેનશોએ 58 બોલમાં 55 રન બનાવીને ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સને સ્થિરતા આપી, પરંતુ વોશિંગ્ટન સુંદરે તેને આઉટ કરીને ભારતને મોટી સફળતા અપાવી. યુવા ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ અંતિમ ઓવરોમાં તરખાટ મચાવીને મિશેલ ઓવેન (1 રન), નાથન એલિસ, અને અન્ય બેટ્સમેનો સહિત કુલ 4 વિકેટ ઝડપી હતી. અન્ય બોલરોમાં કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણાને પણ સફળતા મળી.

ભારત સામે ગૌરવ બચાવવાનો પડકાર

ભારતીય ટીમ માટે આ શ્રેણી અત્યાર સુધી નિરાશાજનક રહી છે. પર્થમાં પ્રથમ વનડે 7 વિકેટથી હાર્યા બાદ એડિલેડમાં પણ 2 વિકેટથી પરાજય થયો હતો. હવે આ મેચમાં 237 રનનો લક્ષ્યાંક હાંસલ કરીને ભારતે પોતાની વનડે રેન્કિંગ અને સન્માન બંનેને બચાવવાનો પ્રયાસ કરવો પડશે.

SCG પર ભારતનો નબળો રેકોર્ડ

જોકે, ભારતીય ટીમે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમતી વખતે ખાસ સાવચેત રહેવું પડશે. ભારતનો આ મેદાન પરનો રેકોર્ડ ખાસ પ્રભાવશાળી નથી. ભારતે અહીં રમાયેલી 22 વનડે મેચોમાંથી માત્ર 5 માં જ જીત મેળવી છે, જ્યારે 16 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અહીં રમાયેલી 19 મેચોમાં ભારતે ફક્ત 2 જ જીતી છે, જે આજના પડકારની ગંભીરતા દર્શાવે છે.

આ પણ વાંચો :  IND vs AUS 3rd ODI : આજે સન્માન બચાવવા મેદાનમાં ઉતરશે Tema India, Rohit-Kohli ની અંતિમ મેચ..!

Tags :
2027 World Cup PreparationAustralia playing XIClean Sweep ChallengeGautam Gambhir Coach IndiaGujarat FirstIND VS AUSIND vs AUS 3rd ODIIndia playing XIIndia vs AustraliaIndia vs Australia 2025India vs Australia Series DeciderKuldeep Yadav ComebackMitchell Marsh Captain Australiarohit sharmaRohit Sharma Last ODI in AustraliaShubman Gill captainSydney cricket groundTema IndiaVirat KohliVirat Kohli Last ODI in Australia
Next Article