Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs AUS : હારને ડ્રો માં પરિવર્તિત કરવામાં સફળ રહી Team India

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની ત્રીજી મેચ બ્રિસ્બેનના ગાબા મેદાન પર રમાઈ હતી. મેચમાં જ્યા ટીમ ઈન્ડિયાને હારનો ડર હતો તેને ખેલાડીઓ ડ્રોમાં પરિવર્તિત કરવામાં સફળ થયા હતા. આજે મેચના પાંચમાં અને છેલ્લા દિવસે માત્ર 24 ઓવરની જ મેચ રમાઈ હતી, જેમા ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર બુમરાહે શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું હતું.
ind vs aus   હારને ડ્રો માં પરિવર્તિત કરવામાં સફળ રહી team india
Advertisement
  • ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ ડ્રો
  • છેલ્લા દિવસે માત્ર 24 ઓવર જ ફેંકી શકાઈ
  • બુમરાહ-આકાશની ભાગીદારી ટર્નિંગ પોઈન્ટ
  • આ ડ્રો બાદ 5 મેચની સિરીઝ 1-1થી બરાબર
  • 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં ચોથી ટેસ્ટ

IND vs AUS 3rd Test : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની ત્રીજી મેચ બ્રિસ્બેનના ગાબા મેદાન પર રમાઈ હતી. મેચમાં જ્યા ટીમ ઈન્ડિયાને હારનો ડર હતો તેને ખેલાડીઓ ડ્રોમાં પરિવર્તિત કરવામાં સફળ થયા હતા. આજે મેચના પાંચમાં અને છેલ્લા દિવસે માત્ર 24 ઓવરની જ મેચ રમાઈ હતી, જેમા ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર બુમરાહે શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું હતું.

મેઘરાજા એકવાર ફરી આવ્યા ટીમ ઈન્ડિયાની વ્હારે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ વરસાદને કારણે ડ્રો થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 445 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં 260 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના ટેલેન્ડર ફોલોઓન બચાવવામાં સફળ રહ્યા હતા. પ્રથમ ઇનિંગના આધારે ઓસ્ટ્રેલિયા પાસે 185 રનની લીડ મેળવી હતી. તે પછી ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 275 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે 8 રન બનાવ્યા હતા. પરંતુ ત્યારબાદ વરસાદના કારણે મેચ શરૂ થઈ શકી ન હતી અને મેચ ડ્રો થઈ હતી.

Advertisement

Advertisement

ભારતીય ટીમ બે ઓવર જ બેટિંગ કરી શકી

જો કે મેચના અંતિમ દિવસે બંને ટીમોએ મેચનું પરિણામ મેળવવા માટે ભરપૂર પ્રયાસ કર્યા હતા, પરંતુ હવામાન ખરાબ હોવાના કારણે પરિણામ  અલગ જ આવ્યું હતું. ટીમ ઈન્ડિયા બેટિંગ કરવા આવી કે તરત જ ભારતીય ટીમ બે ઓવર જ બેટિંગ કરી શકી. આ પછી વરસાદ શરૂ થઇ ગયો હતો. વરસાદ બંધ થતાં મેચ ફરી શરૂ થશે તેવી અપેક્ષા હતી, પરંતુ ભારે વરસાદને કારણે થોડી વાર બાદ મેચ ડ્રો જાહેર કરવામાં આવી હતી. દરમિયાન, હવે તમારા મનમાં આ સવાલ આવતો જ હશે કે આ મેચ ડ્રોમાં ખતમ થયા પછી, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના પોઈન્ટ ટેબલ પર શું અસર થશે. ખાસ કરીને જ્યાં ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે.

દ. આફ્રિકાની ટીમ હજુ પણ પોઈન્ટ ટેબલમાં ટોચ પર

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ સ્થાને છે. તેનું PCT હાલમાં 63.33 છે. મેચ ડ્રો થયા બાદ પણ ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા સ્થાને રહી હતી. ઓસ્ટ્રેલિયાનું PCT હાલમાં 60.71 છે. જો ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો ભારતીય ટીમનો PCT 57.29 છે. ભારતીય ટીમ ત્રીજા નંબર પર છે. તેના WTC ફાઇનલમાં જવાની હજુ પણ સંભાવના છે. આ સીરિઝની બાકીની બે મેચ ખૂબ મહત્વની હશે, કારણ કે તે નક્કી કરશે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કઈ ટીમ ફાઈનલ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરે છે.

આ પણ વાંચો: IND vs AUS 3rd Test : ટીમ ઈન્ડિયાની મદદે આવ્યા 'મેઘરાજા'

Tags :
Advertisement

.

×