ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IND vs AUS 3rd Test : ટીમ ઈન્ડિયાની મદદે આવ્યા 'મેઘરાજા'

ટીમ ઈન્ડિયાના આજે એક પછી એક બેટ્સમેન આઉટ થઇને જ્યારે પેવેલિયન પરત ફરી રહ્યા હતા ત્યારે લાગી રહ્યું હતું કે, આજે ટીમ ઈન્ડિયા ઓલ આઉટ થઇ જશે પરંતુ તે જ સમયે મેઘરાજાએ એન્ટ્રી કરી અને ભારતીય ક્રિકેટ ટીમની લાજ બચાવી લીધી.
04:06 PM Dec 16, 2024 IST | Hardik Shah
ટીમ ઈન્ડિયાના આજે એક પછી એક બેટ્સમેન આઉટ થઇને જ્યારે પેવેલિયન પરત ફરી રહ્યા હતા ત્યારે લાગી રહ્યું હતું કે, આજે ટીમ ઈન્ડિયા ઓલ આઉટ થઇ જશે પરંતુ તે જ સમયે મેઘરાજાએ એન્ટ્રી કરી અને ભારતીય ક્રિકેટ ટીમની લાજ બચાવી લીધી.
IND vs AUS 3rd Test Team India poor performance

IND vs AUS 3rd Test : બ્રિસ્બેનના ગાબામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે, જેનો આજે ત્રીજો દિવસ હતો. જોકે આજના દિવસની રમતનો અંત આવી ગયો છે અને ટીમ ઈન્ડિયા એકવાર ફરી મુશ્કેલીમાં જોવા મળી રહી છે. ટોસ જીતીને પહેલા ઓસ્ટ્રેલિયાને આમંત્રણ આપ્યા બાદ ટીમ ઈન્ડિયા માટે માત્ર મુસિબતમાં જ વધારો થયો છે. ઓસ્ટ્રેલિયાએ પોતાની પહેલી ઇનિંગમાં 445 રન કરી દીધા છે, જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકટના નુકસાને 51 રન બનાવ્યા છે.

વરસાદે બચાવી ટીમ ઈન્ડિયાની લાજ!

કહેવાય છે કે જ્યારે નસીબ તમારી સાથે હોય ત્યારે જે સરળ લાગે તે અઘરું બની જાય છે અને જે અઘરું કામ લાગે તે સરળ બની જાય છે. કઇંક આવું જ આજે ટીમ ઈન્ડિયા સાથે થયું હતું. આજે મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરે ફરી નિરાશ કર્યા હતા. એક પછી એક ટીમ ઈન્ડિયાના બેટ્સમેન આઉટ થઇને પેવેલિયન તરફ પરત આવતા જોવા મળી રહ્યા હતા, ત્યારે એક સમયે એવું લાગ્યું કે ટીમ ઈન્ડિયા આજે ઓલ આઉટ થઇ જશે પણ તેવું ન થઇ શક્યું. જોકે, તેની પાછળ બેટ્સમેન નહીં પણ વરસાદ જવાબદાર છે.

જીહા, વરસાદના કારણે ત્રીજા દિવસની રમત પૂર્ણ થઇ શકી નહોતી. માનવામાં આવી રહ્યું છે કે જો વરસાદ ન આવ્યો હોત અને ત્રીજા દિવસની રમત પૂર્ણ થઈ હોત તો કદાચ ટીમ ઈન્ડિયા ઓલઆઉટ થઈ ગઇ હોત. વરસાદના કારણે મેચ ઘણી વખત રોકી દેવામાં આવી હતી. હાલમાં રોહિત શર્મા અને કેએલ રાહુલ ક્રિઝ પર અણનમ છે. હવે ટીમ ઈન્ડિયા માટે ગાબા ટેસ્ટ જીતવી ઘણી મુશ્કેલ માનવામાં આવી રહી છે. મેચનું પરિણામ હવે ડ્રો કે હાર તરફ જતું જણાય છે. એક વાત લગભગ નક્કી છે કે ઓસ્ટ્રેલિયા આ મેચ હારવાનું નથી.

હારનો ખતરો ટીમ ઈન્ડિયાના માથે

ટીમ ઈન્ડિયા પર હારનો ખતરો સ્પષ્ટ દેખાઇ રહ્યો છે. હવે કોઇ ચમત્કાર જ આ મેચમાં ટીમ ઈન્ડિયાને જીત અપાવી શકે છે. જોકે, આ મેચમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શનને જોતા એવું લાગે છે કે મેચ ડ્રો પણ થઇ તો પણ ટીમ ઈન્ડિયાની જીત છે. હવે ટીમ ઈન્ડિયાના ફેન ચોથા દિવસે ભારતીય બેટિંગથી કંઈક અદ્ભુત પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યા છે. જોકે એક તરફ ઓસ્ટ્રેલિયાના ખતરનાક બોલરો છે અને બીજી તરફ ટીમ ઈન્ડિયાની મદદે ખુદ મેઘરાજા આવી ગયા છે. વરસાદથી પ્રભાવિત આ મેચમાં ડ્રો મેળવીને ટીમ ઈન્ડિયા પોતાની હાર ટાળી શકે છે. 5 ટેસ્ટ શ્રેણી હાલમાં 1-1 થી બરાબર છે.

આ પણ વાંચો:  IND vs AUS 3rd Test Day LIVE : ગાબા ટેસ્ટમાં ભારતની હાલત ખરાબ, 4 વિકેટ ધડામ, ઋષભ OUT

Tags :
Gaba Test 2024Gabbagabba testGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahIND VS AUSIND vs AUS 3rd TestIndia Struggles in BrisbaneIndia Top Order FailureIndia vs Australia 3rd TestIndia vs Australia Brisbane TestIndia vs Australia serieskl rahulrohit sharmaVirat KohliWeather Impact on Test Match
Next Article