IND vs AUS 4th Test Ravindra Jadeja: 'સર' જાડેજાની પ્રેસ કોન્ફરન્સમાં ટીમ ઈન્ડિયાના મીડિયા મેનેજર સાથે ખરાબ વર્તન
- ભારતીય ટીમે મેલબોર્ન ટેસ્ટ માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે
- રવિન્દ્ર જાડેજાએ પ્રેક્ટિસ સેશન દરમિયાન મીડિયાને સંબોધન કર્યું
- ઓસ્ટ્રેલિયન પત્રકારો જાડેજાને અંગ્રેજીમાં પ્રશ્નો પૂછવા માંગતા હતા
IND vs AUS વચ્ચે ટેસ્ટ સીરીઝની ચોથી મેચ મેલબોર્નમાં રમાવાની છે. ભારતીય ટીમે મેલબોર્ન ટેસ્ટ માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ભારતીય ટીમે 21 ડિસેમ્બરે MCG ખાતે તેનું પ્રથમ પ્રેક્ટિસ સેશન કર્યું હતું. રવિન્દ્ર જાડેજાએ પ્રેક્ટિસ સેશન દરમિયાન મીડિયાને સંબોધન કર્યું હતું.
હવે ચોથી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરથી મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાશે
ભારતીય ક્રિકેટ (cricket) ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે, જ્યાં તે યજમાન ટીમ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં વ્યસ્ત છે. ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ પર્થમાં રમાઈ હતી, જે ભારતે 295 રને જીતી હતી. ત્યારબાદ એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટે જીત મેળવી હતી. આ પછી ગાબા ટેસ્ટ ડ્રો રહી. 5 મેચની સિરીઝ હાલમાં 1-1 થી બરાબર છે. હવે ચોથી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરથી મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાશે.
જાડેજાની પ્રેસ કોન્ફરન્સમાં હંગામો
ભારતીય ટીમે મેલબોર્ન (cricket) ટેસ્ટ માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. 21મી ડિસેમ્બર (શનિવાર)ના રોજ, ભારતીય ટીમનું એમસીજી ખાતે પ્રથમ પ્રેક્ટિસ સેશન હતું. રવિન્દ્ર જાડેજાએ પ્રેક્ટિસ સેશન દરમિયાન મીડિયાને સંબોધન કર્યું હતું. પ્રેસ કોન્ફરન્સ (PC) દરમિયાન જાડેજાએ હિન્દીમાં જ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. પીસીના અંતે, ઓસ્ટ્રેલિયન પત્રકારો જાડેજાને અંગ્રેજીમાં પ્રશ્નો પૂછવા માંગતા હતા, જો કે જાડેજાએ બસ પકડવાની છે તેમ કહીને જવાનું નક્કી કર્યું હતુ. સમયના અભાવે કેટલાક ભારતીય પત્રકારો પણ પ્રશ્નો પૂછી શક્યા ન હતા. જો કે, ઓસ્ટ્રેલિયન મીડિયા જાડેજાથી એકદમ નારાજ દેખાઈ રહ્યું હતું. ભારતીય cricket ટીમના મીડિયા મેનેજર મૌલિન પરીખે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે આ પીસી માત્ર ભારતીય મીડિયા માટે છે, પરંતુ ઓસ્ટ્રેલિયન મીડિયા આ વાત પચાવી શક્યું નથી. ઓસ્ટ્રેલિયાના કેટલાક રિપોર્ટર્સ ટીમ ઈન્ડિયાના મીડિયા મેનેજર મૌલિન પરીખ પર ગુસ્સે થતા જોવા મળ્યા હતા. ઓસ્ટ્રેલિયાના પત્રકારોએ પણ ભારતીય ટીમના મીડિયા મેનેજર સાથે ગેરવર્તણૂક કરી હતી જે અયોગ્ય હતી. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પણ ઘણા ભારતીય પત્રકારોને સમયના અભાવે પ્રશ્નો પૂછવાનો મોકો મળતો નથી. પરંતુ ભારતીય પત્રકારોએ ક્યારેય દલીલ કરી નથી કે ગેરવર્તન કર્યું નથી.
કોહલીની મહિલા પત્રકાર સાથે દલીલ થઈ હતી
ઓસ્ટ્રેલિયન મીડિયામાં તે પોતાની ટીમના 12મા ખેલાડી તરીકે ઓળખાય છે. ખાસ કરીને જ્યારે તેઓ ભારત જેવી મજબૂત ટીમનો સામનો કરે છે, જેણે ઘરઆંગણે છેલ્લી બે ટેસ્ટ શ્રેણીમાં યજમાન ટીમને હરાવી છે. 2008માં 'મંકીગેટ' હોય કે પછી સૌથી તાજેતરની ઘટના જેમાં વિરાટ કોહલી સામેલ હતો. તમને જણાવી દઈએ કે મેલબોર્ન પહોંચ્યા બાદ વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયન મહિલા ટીવી પત્રકાર સાથે દલીલ કરી હતી. તે કથિત રીતે તેના પરિવાર તરફ કેમેરા ફેરવવાથી ગુસ્સે હતો. વિરાટે મહિલા પત્રકારને વિનંતી કરી કે તે તેની તસવીરો ચલાવે પરંતુ તેના પરિવારની તસવીરો ડિલીટ કરે. પરંતુ પત્રકારે કોહલીની વાત ન સાંભળી. આ બાબતે કોહલીએ આ મહિલા પત્રકાર સાથે દલીલ કરી હતી.
આ પણ વાંચો: ભારતના દિગ્ગજ ક્રિકેટર વિરુદ્ધ નિકળ્યું વોરન્ટ, ધરપકડની લટકી રહી છે તલવાર
છેલ્લી બે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમઃ પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ (વાઈસ-કેપ્ટન), સ્ટીવ સ્મિથ (વાઈસ-કેપ્ટન), સીન એબોટ, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, જોશ ઈંગ્લીસ, ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટાસ, માર્નસ લાબુશેન , નાથન લિયોન, મિશેલ માર્શ, ઝાય રિચાર્ડસન, મિશેલ સ્ટાર્ક, બ્યુ વેબસ્ટર.
ભારતીય ક્રિકેટ (cricket) ટીમની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, અભિમન્યુ ઈસ્વારન, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણ, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર
ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ:
22-25 નવેમ્બર: 1લી ટેસ્ટ, પર્થ (ભારત 295 રનથી જીત્યું)
6-8 ડિસેમ્બર: બીજી ટેસ્ટ, એડિલેડ (ઓસ્ટ્રેલિયા 10 વિકેટે જીત)
14-18 ડિસેમ્બર: ત્રીજી ટેસ્ટ, બ્રિસ્બેન (ડ્રો)
26-30 ડિસેમ્બર: ચોથી ટેસ્ટ, મેલબોર્ન
03-07 જાન્યુઆરી: પાંચમી ટેસ્ટ, સિડની
આ પણ વાંચો: Ahmedabad : 'Celebrity Super Six' નાં Celebrity એ વિદ્યાર્થીઓ સાથે રમી ક્વિઝ, જુઓ Video