IND vs AUS 5th Test : હવે તો રોહિત નથી! છતા 185 રનમાં all out, કયું બહાનું કાઢશે ટીમ ઈન્ડિયાના કોચ
- ટીમ ઈન્ડિયાનો અંતિમ ટેસ્ટના પ્રથમ દિવસે ધબડકો
- ટીમ ઈન્ડિયા માત્ર 185 રન બનાવી ઓલ આઉટ
- રોહિત શર્મા નહીં પણ બુમરાહ છે આજે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન
- ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ રન (40) રિષભ પંતે બનાવ્યા
IND vs AUS 5th Test : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાઈ રહેલી આખરી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં 185 રન પર તમામ વિકેટ ગુમાવી અને ઓસ્ટ્રેલિયાને બેટિંગ માટે પહેલા જ દિવસે અવસર આપ્યો હતો. જો કે, રોહિત શર્મા આ મેચમાં રમી રહ્યો નથી, છતાં ભારતીય ટીમનો બેટિંગ ઓર્ડર તૂટી ગઇ અને સમગ્ર ટીમ ધીમા રેટ સાથે રન બનાવતી રહી.
ભારતનું બેટિંગ પરફોર્મન્સ
ભારતીય બેટ્સમેનોએ 72.2 ઓવર બેટિંગ કરી અને 185 રન બનાવ્યા. આ દરમિયાન, રિષભ પંતે સૌથી મોટી ઇનિંગ રમી, જેણે 40 રન બનાવ્યા. આ ઇનિંગની તમામ વિકેટ ગુમાવતી વખતે, ભારતીય બેટ્સમેનોએ સાવધાનીથી બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલિંગ શાનદાર હોવાના કારણે ટીમ ઈન્ડિયા સ્કોર વધારી શકી નહીં. જોકે, આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના કોચ દ્વારા ઘણુ બધુ કહેવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે તમે રિયાલીટી પર નજર નાખો છો તો તમને ખબર પડે છે કે, ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમનો માહોલ કેવો હશે. આજની મેચમાં રોહિત શર્માને પડતો મુકાયો છે, જેને લઇને ઘણું બધુ સોશિયલ મીડિયામાં કહેવામાં આવ્યું છે અને કોચે પણ તેને અંતિમ ટેસ્ટમાંથી બહાર કાઢવાની વકીલાત કરી હોવાનું ચર્ચામાં આવ્યું હતું, જોકે, હવે આ અંટિમ ટેસ્ટ મેચમાં રોહિત નથી રમી રહ્યો તેમ છતા ટીમ ઈન્ડિયાની હાલત પહેલા જ દિવસે ખરાબ છે, ત્યારે લોકો ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ ગંભીરને સવાલ કરી રહ્યા છે કે હવે તમે કયું બહાનું કાઢશો.
આ પણ વાંચો : કોચ અને ખેલાડીઓ વચ્ચેની ચર્ચા ડ્રેસિંગ રૂમ સુધી મર્યાદિત રહેવી જોઈએ : ગૌતમ ગંભીર
Innings Break!#TeamIndia post 185 in the 1st innings at the Sydney Cricket Ground.
Over to our bowlers.
Live - https://t.co/NFmndHLfxu#AUSvIND pic.twitter.com/1585njVwsn
— BCCI (@BCCI) January 3, 2025
મુશ્કેલ પરિસ્થિતિમાં ટીમ ઈન્ડિયા
જણાવી દઇએ કે, આજે સવારે રોહિતના સ્થાને બુમરાહ મેદાનમાં ટોસ માટે આવ્યો હતો. આજે તે ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી કરી રહ્યો છે. આ અંતિમ ટેસ્ટ મેચમાં ટોસ ભારતના પક્ષમાં રહ્યો હતો, ત્યારબાદ બુમરાહે પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. પરંતુ તેનો આ નિર્ણય ખરાબ સાબિત થયો હતો. ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ બંને સસ્તામાં આઉટ થઈ ગયા હતા. આ પછી, લંચ પહેલા છેલ્લા બોલ પર, શુભમન ગિલ પણ સસ્તામાં આઉટ થઇ ગયો. ભારત માટે બીજી બધી મુશ્કેલીઓ અન્ય સેશનમાં આવી, જ્યાં વિરાટ કોહલી ખરાબ શોટ રમીને આઉટ થઇ ગયો હતો. રિષભ પંતે 98 બોલમાં 40 રન બનાવ્યા, જ્યારે રવિન્દ્ર જાડેજાએ 26 રન બનાવ્યા. શુભમન ગિલે 20 રનની ઇનિંગ રમી, અને વિરાટ કોહલી 17 રન પર આઉટ થઈ ગયો. આ ઉપરાંત, જસપ્રીત બુમરાહે 22 રન બનાવ્યા, જે આ સિરીઝમાં ભારતીય કેપ્ટન તરફથી સૌથી મોટી ઇનિંગ હતી.
આ પણ વાંચો: શું મેલબોર્ન રોહિત શર્માની હતી છેલ્લી ટેસ્ટ? બેટિંગ અને કેપ્ટનશીપ પર ઉઠ્યા સવાલ