IND vs AUS : ઓસ્ટ્રેલિયન બોલરોનો આતંક! ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો શીખાઉ હોય તેમ રમતા જોવા મળ્યા
- ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ધરાશાયી, 59 રન પર 5 વિકેટ ગુમાવી!
- બેટિંગ ભૂલી ગઈ ટીમ ઈન્ડિયા? પર્થમાં શરમજનક પ્રદર્શન!
- પર્થમાં ટીમ ઈન્ડિયાનો ધડાકો, કોહલી પણ ફ્લોપ!
- ઓસ્ટ્રેલિયન બોલરોનો આતંક, ટીમ ઈન્ડિયા ડગમગી!
- કોહલીનો સંઘર્ષ, ટીમ ઈન્ડિયાનો પતન!
IND vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓસ્ટ્રેલિયાના પર્થ (Perth) માં ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. જેમા ટોસ જીતીને Team India એ પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. જે નિર્ણય હવે ઉલટો પડતો જોવા મળી રહ્યો છે. જીહા, ટીમ ઈન્ડિયાએ હજુ 100 રનનો સ્કોર પણ નથી કર્યો અને તેના 6 ખાસ બેટ્સમેનો પેવેલિયન પરત ફર્યા છે.
બેટિંગ ભૂલી ટીમ ઈન્ડિયા!
જે પિચ પર ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ રહી છે તેના માટે કહેવાય છે કે, જે ટીમ ટોસ જીતે છે અને પ્રથમ બેટિંગ કરે છે તેની જીત પાક્કી હોય છે. પણ જે રીતે પ્રથમ બેટિંગ કરવા પહોંચેલી ટીમ ઈન્ડિયા રમી રહી છે તે જોતા લાગે છે કે જીત તો બહુ દૂર પણ મેચ બચાવી લે તો પણ બહું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 59ના સ્કોર પર પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી. ભારતને પાંચમો ફટકો ધ્રુવ જુરેલના રૂપમાં લાગ્યો હતો, મિચેલ માર્શે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ઋષભ પંત સાથે વોશિંગ્ટન સુંદર ક્રિઝ પર હાજર છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ લંચ બ્રેક સુધી 4 વિકેટના નુકસાન પર 51 રન બનાવી લીધા હતા. પ્રથમ સેશન ઓસ્ટ્રેલિયાના નામે રહ્યું હતું. જોશ હેઝલવુડ અને મિશેલ સ્ટાર્કે 2-2 વિકેટ લીધી હતી. આજે ટીમ ઈન્ડિયા એક ગલી ક્રિકેટ રમવા માટે આવી હોય તેવી જોવા મળી રહી છે. અત્યાર સુધી કોઇ પ્લાનિંગ જોવા મળી નથી. બેટ્સમેનો એવી રીતે આઉટ થઇ રહ્યા છે કે, જાણે બેટિંગ કરવાનું જ ભૂલી ગયા હોય.
સંઘર્ષ કરતા બેટ્સમેન?
ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરવા આવેલા યશસ્વી જયસ્વાલ ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી દેવદત્ત પડિક્કલ પણ નંબર-3 પર પોતાનું ખાતું ખોલાવી શક્યા ન હોતા. જોશ હેઝલવુડે 5 રનના અંગત સ્કોર પર વિરાટ કોહલીને આઉટ કરીને ભારતને ત્રીજો ઝટકો આપ્યો હતો. લંચની જાહેરાત પહેલા કેએલ રાહુલ સ્ટાર્કની બોલિંગ પર 26ના સ્કોર પર વિવાદાસ્પદ આઉટ થયો હતો. ધ્રુવ જુરેલની વાત કરીએ તો તે પણ માત્ર 11 રન જ બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. જોકે, મેચમાં સૌથી વધુ આશા કિંગ કોહલી એટલે કે વિરાટ કોહલી પર હતી. તે પણ કોઇ ખાસ કમાલ કરી શક્યો નહીં. ઓસ્ટ્રેલિયાના બોલરો સામે રન બનાવવા માટે તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. આ પછી જોશ હેઝલવુડે તેની વિકેટ લઈને ટીમને મોટી સફળતા અપાવી હતી. વિરાટ કોહલીના આ ખરાબ પ્રદર્શનથી ભારતીય ક્રિકેટ ચાહકો ખૂબ જ નિરાશ થયા હતા, જેના કારણે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો.
વિરાટ કોહલીની અંતિમ 9 ઇનિંગમાં પ્રદર્શન
ટીમ ઈન્ડિયાના સૌથી અનુભવી અને વરિષ્ઠ બેટ્સમેન વિરાટ કોહલી જેના પર ફેન્સને ખૂબ આશા હોય છે કે કોઇ રન બનાવે કે ન બનાવે પણ કિંગ કોહલી રન જરૂર બનાવશે. પણ તે હાલમાં ટેસ્ટ મેચમાં પૂરી રીતે ફેલ જોવા મળી રહ્યો છે. જીહા, આ અમે અમારા મનથી નહીં પણ તેના આંકડાઓ પરથી કહી રહ્યા છીએ. વિરાટ કોહલીની અંતિમ નવ ટેસ્ટ ઇનિંગની વાત કરીએ તો 47, 29*, 0, 70, 1, 17, 4, 1, 5 રન તેના બેટથી આવ્યા છે. ટેસ્ટમાં બેસ્ટ કહેવાતા કોહલી આજે પૂરી રીતે ફેલ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: IND vs AUS : ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી, હવે જીત પાક્કી સમજી લ્યો..!