Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND Vs AUS: હેડની વિકેટ પર થયો વિવાદ, અમ્પાયરે ગિલને આપી વોર્નિંગ

ટ્રેવિસ હેડ સૌથી વધુ ચર્ચાનો  વિષય બન્યો હેડનો કેચ શુભમન ગિલે Gill લીધો હતો અમ્પાયર તરફથી વોર્નિંગ પણ મળી. IND Vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા (IND Vs AUS)વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલ મેચ પહેલા ટ્રેવિસ હેડ સૌથી વધુ ચર્ચાનો વિષય...
ind vs aus  હેડની વિકેટ પર થયો વિવાદ  અમ્પાયરે ગિલને આપી વોર્નિંગ
Advertisement
  • ટ્રેવિસ હેડ સૌથી વધુ ચર્ચાનો  વિષય બન્યો
  • હેડનો કેચ શુભમન ગિલે Gill લીધો હતો
  • અમ્પાયર તરફથી વોર્નિંગ પણ મળી.

IND Vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા (IND Vs AUS)વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલ મેચ પહેલા ટ્રેવિસ હેડ સૌથી વધુ ચર્ચાનો વિષય હતો. આ વિસ્ફોટક બેટ્સમેનથી સૌથી વધુ ડર લાગતો હતો, પરંતુ વરુણ ચક્રવર્તીએ તેને 39 રનના સ્કોર પર આઉટ કર્યો. હેડનો કેચ શુભમન ગિલે Gill લીધો હતો, પરંતુ આ કેચ દરમિયાન તેને કંઈક એવું કર્યું જેના માટે તેને અમ્પાયર તરફથી વોર્નિંગ પણ મળી.

બીજા બોલ પર ટ્રેવિસ હેડની મોટી વિકેટ આપી

શરૂઆતમાં ધીમી ગતિએ રમતા ટ્રેવિસ હેડે વિસ્ફોટક રીતે રમવાનું શરૂ કર્યું. તે દરેક બોલને ફટકારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન, રોહિત શર્મા RohitSharmaએ 9મી ઓવર વરુણ ચક્રવર્તીને સોંપી. તેને ઓવરના બીજા બોલ પર ટ્રેવિસ હેડની મોટી વિકેટ આપી. હેડ મોટો શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે શુભમન ગિલના હાથે કેચ આઉટ થયો. હેડે 33 બોલમાં 2 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 39 રન બનાવ્યા.

Advertisement

Advertisement

આ પણ  વાંચો-IND vs AUS : બેટિંગ નહીં, ફિલ્ડિંગથી Virat Kohli એ રચ્યો ઇતિહાસ!

શુભમન ગિલે કરી ભૂલ, અમ્પાયર તરફથી મળી વોર્નિંગ

શુભમન ગિલે આ કેચ લોંગ ઓન પર લીધો. આ પછી ટ્રેવિસ પેવેલિયન પાછો ફર્યો પરંતુ અમ્પાયરે તેને બોલાવીને વોર્નિંગ આપી. ફેન્સ સમજી શક્યા નહીં કે મામલો શું છે અને તેને શા માટે વોર્નિંગ આપવામાં આવી રહી છે. ખરેખર ગિલે એક મોટી ભૂલ કરી. તેને બોલ પકડ્યા પછી સેલિબ્રેશન કરતી વખતે બોલ ખૂબ વહેલો છોડી દીધો. અમ્પાયરે તેને વોર્નિંગ આપી અને કહ્યું કે બોલ પકડ્યા પછી, તેને થોડા સમય માટે હાથમાં રાખવો પડશે.

આ પણ  વાંચો-Ind vs Ausfinal : બોલ સ્ટમ્પ પર વાગ્યો પણ ખેલાડી નોટઆઉટ, જુઓ VIDEO

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પસંદ કરી બેટિંગ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પહેલી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. કેપ્ટન સ્ટીવ સ્મિથે 73 રનની મહત્વપૂર્ણ ઈનિંગ્સ રમી. 96 બોલની આ ઈનિંગમાં તેને 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો.

બંને ટીમોના પ્લેઈંગ ઈલેવન

ઓસ્ટ્રેલિયાની ટીમ

કૂપર કોનોલી, ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, બેન દ્વારશુઈસ, નાથન એલિસ, એડમ ઝેમ્પા, તનવીર સંઘા.

ભારતની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.

Tags :
Advertisement

.

×