Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND Vs AUS: ધમાકેદાર જીત સાથે ભારતીય ટીમની ફાઇનલમાં એન્ટ્રી

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો વધુ એક દમદાર વિજય ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાનો રસાકસી ભર્યો વિજય ઓસ્ટ્રેલિયાને હરાવી ભારત પહોંચ્યું ફાઇનલમાં વિરાટ કોહલી 84 રન બનાવી થયો આઉટ   IND Vs AUS :રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમનો(IND Vs AUS ) અપરાજિત...
ind vs aus  ધમાકેદાર  જીત સાથે ભારતીય ટીમની  ફાઇનલમાં એન્ટ્રી
Advertisement
  • ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો વધુ એક દમદાર વિજય
  • ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાનો રસાકસી ભર્યો વિજય
  • ઓસ્ટ્રેલિયાને હરાવી ભારત પહોંચ્યું ફાઇનલમાં
  • વિરાટ કોહલી 84 રન બનાવી થયો આઉટ

IND Vs AUS :રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમનો(IND Vs AUS ) અપરાજિત રથ ચાલુ છે. આ સાથે, ટીમ ઈન્ડિયાએ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પહેલી સેમિફાઇનલ મેચ મંગળવારે (4 માર્ચ) ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી.

Advertisement

ભારતની ઈનિંગ કેવી રહી

ભારતની ઓપનિંગ જોડી ફેલ રહી હતી. કેપ્ટન રોહિત શર્મા(RohitSharma) 28 અને ગિલ 8 રન બનાવીને આઉટ થયાં હતા. ત્યારે બાદ કોહલી અને અય્યરની જોડીએ મોરચો સંભાળ્યો હતો. કોહલીએ (ViratKohli)54 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી અને તે સદી તરફ આગળ વધતો હતો પરંતુ 84 રનમાં કોહલીની ગેમ ઓવર થઈ ગઈ હતી. અય્યર 45 રનમાં બોલ્ડ થયો હતો. ત્યાર બાદ આવેલા અક્ષર પટેલે પણ વિસ્ફોટક ઈનિંગ ખેલી હતી જોકે તે પણ ક્લિન બોલ્ડ થયો હતો અને તેણે 27 રનનું યોગદાન આપ્યું હતું.

Advertisement

આ પણ  વાંચો - IND Vs AUS: હેડની વિકેટ પર થયો વિવાદ, અમ્પાયરે ગિલને આપી વોર્નિંગ

ટ્રેવિસ હેડે બનાવ્યા 39 રન

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ, ઓસ્ટ્રેલિયાએ ટ્રેવિસ હેડ અને કપૂર કોનોલી સાથે ઈનિંગની શરૂઆત કરી. કોનોલી સારું રમી શક્યો નહીં, અંતે તે વિકેટ પાછળ મોહમ્મદ શમીના હાથે કેચ આઉટ થયો. તે ખાતું ખોલાવી શક્યો નહીં. આ પછી ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથે ઈનિંગ્સની કમાન સંભાળી. ટ્રેવિસ હેડે વિસ્ફોટક બેટિંગ શરૂ કરી, પરંતુ વરુણ ચક્રવર્તીએ પોતાની ઈનિંગ્સ મોટી ન થવા દીધી. ટ્રેવિસ હેડે 33 બોલમાં 39 રન બનાવ્યા.

આ પણ  વાંચો - IPL 2025 પહેલા BCCIનો મોટો નિર્ણય, ખેલાડીઓને નહીં મળે આ પરમિશન

સ્ટીવ સ્મિથ અને એલેક્સ કેરીએ અડધી સદી ફટકારી

શરૂઆતી વિકેટો ગુમાવ્યા બાદ, કેપ્ટન સ્ટીવ સ્મિથે બાજી સંભાળી અને 73 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી. 96 બોલની આ ઈનિંગમાં સ્ટીવ સ્મિથે 1 છગ્ગો અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. 37મી ઓવરમાં મોહમ્મદ શમીએ સ્મિથને બોલ્ડ કર્યો. આ સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 198/8 હતો. આ પછી, વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલ 7 રનના સ્કોર પર બોલ્ડ થયો, તેને અક્ષર પટેલનો શિકાર બનાવ્યો.આ પછી એલેક્સ કેરીએ પણ પોતાની અડધી સદી પૂર્ણ કરી. કેરીએ ડેથ ઓવરોમાં સારી બેટિંગ કરી. તેને 57 બોલમાં 61 રન બનાવ્યા. આ ઈનિંગમાં તેને 8 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો.

Tags :
Advertisement

.

×